KuberaNowLogo
Friday, 20/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઇથેનોલની સપ્લાય પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ, ઓઇલ કંપનીઓની વધશે મુશ્કેલી!

ઇથેનોલની સપ્લાય અંગે ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને બીજા ત્રિમાસિક ગાળાથી નવી ઇથેનોલ સપ્લાઈ નહીં કરવા જણાવ્યું છે.

Kuberanow DeskPublished On : 20 Nov 2026
Supreme Court Order on Ethanol Tender
Ethanol Tender 2026-27AI Image

Supreme Court Order on Ethanol Tender: દેશના ઇથેનોલ ઉદ્યોગ માટે સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ સામે આવ્યો છે. ઇથેનોલ સપ્લાય અંગે ચાલી રહેલા વિવાદમાં કોર્ટે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને બીજા ત્રિમાસિક ગાળાથી નવી સપ્લાય નહીં કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિયેશન (AIDA)એ ઇથેનોલ ટેન્ડર પ્રક્રિયામાં તમામ પાત્ર ઉત્પાદકોને સમાન તક અને ન્યાયસંગત ફાળવણી મળવી જોઈએ એવી માંગ કરી છે.


સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો?

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે ઇથેનોલ ફાળવણી સંબંધિત કેસમાં વચગાળાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ Bharat Petroleum Corporation, Hindustan Petroleum Corporation અને Indian Oil Corporation બીજા ત્રિમાસિક ગાળાથી ઇથેનોલની નવીસપ્લાય કરી શકશે નહીં. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે પ્રથમ ત્રિમાસિક ગાળો પૂરો થાય તે પહેલાં વિવાદનો નિર્ણય આવવાની અપેક્ષા છે.


AIDAએ શા માટે ઉઠાવી માંગ?

AIDA દેશના ઇથેનોલ અને આલ્કોહોલ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતું ઉદ્યોગ સંગઠન છે. સંગઠને ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2026-27ની ટેન્ડર પ્રક્રિયામાં તમામ પાત્ર ઉત્પાદકો સાથે ન્યાયસંગત વ્યવહાર થાય અને સપ્લાયમાં સંતુલન જળવાય તે બાબત પર ભાર મૂક્યો છે. ઇથેનોલ ઉદ્યોગ માટે સપ્લાય મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ઉત્પાદકોને ઓઇલ કંપનીઓને કેટલો જથ્થો સપ્લાય કરવાની તક મળશે તે નક્કી થાય છે.


1,100 કરોડ લિટર ઇથેનોલનું ટેન્ડર

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ESY 2026-27 માટે આશરે 1,100 કરોડ લિટર ઇથેનોલની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ સપ્લાય વર્ષ પહેલી નવેમ્બર, 2026થી 31મી ઓક્ટોબર, 2027 સુધી ચાલશે. ટેન્ડરમાં મકાઈ, નુકસાન પામેલા અનાજ, વધારાના ચોખા અને અન્ય પાત્ર કાચા માલમાંથી બનતા ઇથેનોલ માટે જોગવાઈ છે. જોકે, શેરડીના રસ અને B-heavy molassesમાંથી બનતા ઇથેનોલને આ વર્ષના ટેન્ડરમાંથી બહાર રાખવામાં આવ્યું છે.


ઇથેનોલ સપ્લાયનો વિવાદ શું છે?

આ વિવાદનું મૂળ ઇથેનોલ ઉત્પાદકોને ઓઇલ કંપનીઓ દ્વારા અપાતી સપ્લાયમાં રહેલું છે. કર્ણાટક હાઇકોર્ટે અગાઉ એક ઇથેનોલ ઉત્પાદકની વધારાની ફાળવણી સંબંધિત રજૂઆત પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે ઓઇલ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.


આગામી સુનાવણી ક્યારે થશે?

સુપ્રીમ કોર્ટે આ મામલાની આગામી સુનાવણી બીજી ડિસેમ્બર, 2026ના રોજ નક્કી કરી છે. સાથે જ કર્ણાટક હાઇકોર્ટમાં ચાલી રહેલી સંબંધિત કાર્યવાહી હાલ આગળ નહીં વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે ઉત્પાદકો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓની નજર આગામી સુનાવણી પર રહેશે.

આ પણ વાંચો: પેન્શનધારકો સાવધાન! એક મેસેજથી બેન્ક ખાતું થઈ શકે ખાલી, SBIએ આપી મોટી ચેતવણી

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Smartphone Prices May Rise Over 30% by End of 2026

Smartphone Price Hike: નવો ફોન ખરીદવો થશે મોંઘો! આ વર્ષે સ્માર્ટફોનના ભાવમાં 30% સુધીના વધારાની શક્યતા

SpiceJet DGCA Notice

સ્પાઈસજેટ પર સંકટનાં વાદળો ઘેરાયાં! 50%થી વધુ ફ્લાઈટ્સ રદ, DGCAએ માગ્યો જવાબ

8th Pay Commission

8મા પગાર પંચની 70% સમયમર્યાદા પૂર્ણ!, જાણો અત્યાર સુધીમાં શું થયું

 India Smartphone Sales Fall

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન બજારને મોટો ઝટકો, વેચાણમાં 22%નો ઘટાડો

SBI Fraud Alert

પેન્શનધારકો સાવધાન! એક મેસેજથી બેન્ક ખાતું થઈ શકે ખાલી, SBIએ આપી મોટી ચેતવણી

 WhatsApp New Update

WhatsAppએ યુઝર્સને આપી મોટી ભેટ, હવે એક જ ગ્રૂપમાં 1500 મેમ્બર્સને મળશે એન્ટ્રી

Adani Energy Wins Bihar Transmission Project

અદાણી ગ્રૂપને મળ્યો વધુ એક મોટો પ્રોજેક્ટ!, આ રાજ્યમાં 2,400 મેગાવોટના પાવર પ્લાન્ટ સાથે જોડાશે વીજ નેટવર્ક

Wedding Season 2026

CAIT Report: લગ્નની સિઝનમાં પૈસાનો વરસાદ!, 1.25 કરોડ રોજગારની તકો, કયા બિઝનેસને થશે સૌથી વધુ ફાયદો?