KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અદાણી ગ્રૂપને મળ્યો વધુ એક મોટો પ્રોજેક્ટ!, આ રાજ્યમાં 2,400 મેગાવોટના પાવર પ્લાન્ટ સાથે જોડાશે વીજ નેટવર્ક

અદાણી ગ્રૂપની Adani Energy Solutions Limitedને બિહારમાં મોટો વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા પીરપૈંતીમાં બની રહેલા 2,400 મેગાવોટના પાવર પ્લાન્ટમાંથી વીજળીનું ટ્રાન્સમિશન કરવામાં આવશે.

Kuberanow DeskPublished On : 19 Nov 2026
Adani Energy Wins Bihar Transmission Project
Power ProjectAI Image

Adani Energy Wins Bihar Transmission Project: અદાણી ગ્રૂપની વીજ ટ્રાન્સમિશન કંપની Adani Energy Solutions Limited (AESL)ને બિહારમાં પ્રોજેક્ટ મળ્યો છે. કંપનીએ 19મી નવેમ્બર, 2026ના રોજ જણાવ્યું કે ભાગલપુર જિલ્લાના પીરપૈંતીમાં બની રહેલા 2,400 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્રોજેક્ટ કાર્યરત થયા બાદ કંપનીને વાર્ષિક આશરે 500 કરોડ રૂપિયાની ટેરિફ આવક થવાની અપેક્ષા છે.


2,400 મેગાવોટના પાવર પ્લાન્ટ સાથે જોડાશે પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ Adani Powerના પીરપૈંતી થર્મલ પાવર પ્લાન્ટ સાથે સંબંધિત છે. તેમાં 800 મેગાવોટના ત્રણ યુનિટ સામેલ છે. Adani Energy Solutionsને આ પ્રોજેક્ટ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયા દ્વારા મળ્યો છે. ટ્રાન્સમિશન વ્યવસ્થા તૈયાર થયા બાદ પાવર પ્લાન્ટમાંથી ઉત્પન્ન વીજળી રાજ્યના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદ મળશે.


2028ના અંત સુધીમાં પૂર્ણ કરવાની યોજના

કંપનીના જણાવ્યાનુસાર, આ પ્રોજેક્ટ Vikramshila Power Transmission Limited નામના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા અમલમાં મૂકવામાં આવશે. પ્રોજેક્ટનું નામ 'Evacuation of Power from 3×800 MW STPP Pirpainti' છે. તેને વર્ષ 2028ના છેલ્લા ત્રિમાસિક ગાળા સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.


881 કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક ઉમેરાશે

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કંપનીના પોર્ટફોલિયોમાં 881 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન અને 3,160 MVAની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા ઉમેરાશે. આ સાથે કંપનીનું કુલ ટ્રાન્સમિશન નેટવર્ક વધીને 30,683 સર્કિટ કિલોમીટર અને ટ્રાન્સફોર્મેશન ક્ષમતા 1,46,585 MVA સુધી પહોંચશે.


બિહારના આ શહેરોમાં બનશે સબસ્ટેશન

પ્રોજેક્ટ હેઠળ ઝંઝારપુર, બેથૌલી અને બેગૂસરાયમાં ચાર ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન બનાવવામાં આવશે. પીરપૈંતીથી ઝંઝારપુર અને બેગૂસરાય તથા બેગૂસરાયથી બખ્તિયારપુર સુધી 400 kVની ડબલ-સર્કિટ વીજલાઇનો સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત 220 kVની નવી લાઇનો અને હાલની ટ્રાન્સમિશન વ્યવસ્થામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે.


કંપનીનો ટ્રાન્સમિશન કેપેક્સ ₹91,500 કરોડે પહોંચ્યો

આ નવા પ્રોજેક્ટના ઉમેરા સાથે Adani Energy Solutionsનો ટ્રાન્સમિશન કેપિટલ એક્સપેન્ડિચર પોર્ટફોલિયો આશરે ₹91,500 કરોડ સુધી પહોંચ્યો છે. નોંધનીય છેકે, 500 કરોડ રૂપિયા પ્રોજેક્ટ કાર્યરત થયા બાદની અંદાજિત વાર્ષિક ટેરિફ આવક છે, કંપનીને હાલ મળેલો નફો કે પ્રોજેક્ટનો કુલ બાંધકામ ખર્ચ નથી.

આ પણ વાંચો: મસાલા બજારમાં આગઝરતી તેજી: આ 3 કારણોસર લવિંગના ભાવમાં આવ્યો 25% નો મોટો ઉછાળો

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Wedding Season 2026

CAIT Report: લગ્નની સિઝનમાં પૈસાનો વરસાદ!, 1.25 કરોડ રોજગારની તકો, કયા બિઝનેસને થશે સૌથી વધુ ફાયદો?

PM Modi

ભારતીય ઉદ્યોગોને PM મોદીનો સંદેશ: સ્થાનિક બજારથી આગળ વધો, દુનિયાભરમાં બનાવો ઓળખ

WhatsApp to Block Logins on Outdated iOS and Android

તમારા ફોનમાં WhatsApp બંધ તો નથી થવાનું ને? જાણો કયા યુઝર્સ પર પડશે અસર

EPFO Board Approves PF Withdrawal Plan for Retirees

નિવૃત્તિ પછી PF ના પૈસા હવે હપ્તામાં પણ ઉપાડી શકાશે: EPFO બોર્ડે SWP યોજનાને આપી મંજૂરી, બાકી રકમ પર વ્યાજ મળતું રહેશે

Banking Cyber Security

RBIની બેન્કોને સૂચના! AI, સાયબર સુરક્ષા અને લોનના જોખમ પર ધ્યાન આપો, નવા નિયમની તૈયારી

Hardeep Singh Puri Statement

'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો

Vi Business, ICICI Direct and Bajaj Life Launch New Tools

Vi Business, ICICI Direct અને Bajaj Lifeની મોટી જાહેરાત, WhatsApp સર્વિસથી લઈને ટ્રેડિંગ અને રોકાણમાં નવી સુવિધા

Restaurants Cannot Levy Service Charge

ગ્રાહકોને મોટી રાહત: હોટેલ-રેસ્ટોરન્ટ બિલમાં ફરજિયાત સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે – હાઈકોર્ટ