'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે, 'છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કરેલા ઘટાડાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે.'

Hardeep Singh Puri Statement: પેટ્રોલ અને ડીઝલના ભાવ તથા વૈશ્વિક તેલ પુરવઠા અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કરતા જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશમાં ઇંધણના ભાવમાં ઘટાડો થયો છે.' સાથે જ હોર્મુઝ જળમાર્ગ પર સર્જાયેલા સંકટ વચ્ચે ભારતે ઊર્જા પુરવઠાનું અસરકારક સંચાલન કર્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
દિલ્હીમાં FICCIની બેઠક દરમિયાન નિવેદન
ગુરુવાર (19 નવેમ્બર) નવી દિલ્હીમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની વાર્ષિક સામાન્ય સભા અને પરિષદ દરમિયાન હરદીપ પુરીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 'કેન્દ્ર સરકારે સામાન્ય નાગરિકોને રાહત આપવા ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં સમયાંતરે ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2021, મે 2022 અને માર્ચ 2026માં પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી.' તેમણે આ નિર્ણયોને છેલ્લા ચાર વર્ષમાં ઇંધણના ભાવ ઘટાડવાનું મહત્વપૂર્ણ કારણ ગણાવ્યું હતું.
હોર્મુઝ સ્ટ્રેટ પરના સંકટ અંગે શું કહ્યું?
વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપો અંગે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું કે, '28મી ફેબ્રુઆરીએ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વિશ્વના લગભગ 40 ટકા ઉર્જા પુરવઠાને વહન કરતા મુખ્ય દરિયાઈ માર્ગમાં વિક્ષેપ પડ્યો હતો. આ તણાવ હવે અન્ય મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગો પર ફેલાઈ ગયો છે, અને પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સામાન્ય થઈ નથી.
ભારતે તેલ પુરવઠો કેવી રીતે જાળવ્યો?
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીના જણાવ્યા મુજબ, ભારતે સંકટનો સામનો કરવા સરકારી વિભાગો વચ્ચે સંકલન વધાર્યું હતું. આ ઉપરાંત વિદેશી નિર્ભરતાનું દબાણ ઘટાડવા સ્થાનિક ઊર્જા ઉત્પાદન વધારવામાં આવ્યું હતું. વૈશ્વિક સપ્લાયર્સ સાથે સતત સંપર્ક જાળવી રાખીને તેલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચર્ચા ચાલુ
હોર્મુઝ સ્ટ્રેટ અંગે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું કે,'હોર્મુઝ જળમાર્ગ ફરી સામાન્ય રીતે કાર્યરત કરવા અમેરિકા, ઈરાન અને ખાડી દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. ભારત આ ચર્ચાઓને પ્રોત્સાહન આપે છે. આગામી સમયમાં વૈશ્વિક તેલ પુરવઠામાં સર્જાયેલા અવરોધો દૂર થશે.'
ઉલ્લેખનીય છેકે, હાલમાં હોર્મુઝ સંકટ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી, પરંતુ કેન્દ્ર સરકારના જણાવ્યાનુસાર,ભારતે ઊર્જા પુરવઠો જાળવવા જરૂરી પગલાં લીધાં છે.
આ પણ વાંચો: Gold Silver Crash: સોના-ચાંદીમાં કડાકો, 30 મિનિટમાં ₹37.20 લાખ કરોડનું ધોવાણ, જાણો ભાવ ઘટવાનું અસલી કારણ
Also Read

Vi Business, ICICI Direct અને Bajaj Lifeની મોટી જાહેરાત, WhatsApp સર્વિસથી લઈને ટ્રેડિંગ અને રોકાણમાં નવી સુવિધા

ગ્રાહકોને મોટી રાહત: હોટેલ-રેસ્ટોરન્ટ બિલમાં ફરજિયાત સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે – હાઈકોર્ટ

Croma Kearney Report:ભારતનું ઇલેક્ટ્રોનિક્સ બજાર વર્ષ 2030 સુધીમાં ₹10 લાખ કરોડે પહોંચશે!, પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું

બજેટ 2027-28ની તૈયારીઓ તેજ: નાણામંત્રી નિર્મલા સીતારમણે IT સેક્ટર સાથે કરી છઠ્ઠી બેઠક, ઉદ્યોગોની અપેક્ષાઓ પર ચર્ચા

ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....

New PUC Rules 2026: કેન્દ્ર સરકારે બદલ્યા PUCના નિયમ, આ વાહનોને મળશે 3 વર્ષની માન્યતા

GTA 6 game: PM મોદી Gen Z મોડમાં! GTA VI ગેમને લઈ સૌને કરી દીધાં આશ્ચર્યચકિત, ભારતનાં વિકાસની બતાવી ઝલક




