KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Vi Business, ICICI Direct અને Bajaj Lifeની મોટી જાહેરાત, WhatsApp સર્વિસથી લઈને ટ્રેડિંગ અને રોકાણમાં નવી સુવિધા

ભારતની ત્રણ અગ્રણી કંપનીઓએ ગ્રાહકો અને વ્યવસાયો માટે નવી સેવાઓ રજૂ કરી છે. Vi Businessએ WhatsApp આધારિત બિઝનેસ સોલ્યુશન્સ, ICICI Directએ ટ્રેડિંગ પ્લેટફોર્મમાં નવી સુવિધાઓ અને Bajaj Life Insuranceએ નવીનતા આધારિત ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું છે.

Kuberanow DeskPublished On : 19 Nov 2026
Vi Business, ICICI Direct and Bajaj Life Launch New Tools
Business UpdateAI Image

Business Update: ભારતના ટેલિકોમ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને વીમા ક્ષેત્રમાં ત્રણ મહત્વપૂર્ણ જાહેરાતો સામે આવી છે. Vi Business, ICICI Direct અને Bajaj Life Insuranceએ ગ્રાહકો તથા વ્યવસાયોને વધુ આધુનિક સેવાઓ આપવા નવી સુવિધાઓ રજૂ કરી છે. Vi Businessએ WhatsApp આધારિત ગ્રાહક સેવા, ICICI Directએ ટ્રેડિંગ માટે અદ્યતન ટૂલ્સ અને Bajaj Lifeએ નવીનતા આધારિત કંપનીઓમાં રોકાણ કરતું ફંડ લોન્ચ કર્યું છે.


Vi Business: માત્ર 15 મિનિટમાં WhatsApp સર્વિસ

વોડાફોન આઈડિયાની એન્ટરપ્રાઇઝ શાખા Vi Businessએ MSME અને મોટા ઉદ્યોગો માટે WhatsApp Business Solutions રજૂ કર્યા છે. નાના વ્યવસાયો Viની વેબસાઇટ પર પ્લાન પસંદગી, પેમેન્ટ અને એક્ટિવેશનની પ્રક્રિયા 15 મિનિટથી ઓછા સમયમાં પૂર્ણ કરી શકશે. આ સેવા દ્વારા ગ્રાહકોને એલર્ટ, અપડેટ્સ અને પ્રમોશનલ મેસેજ મોકલી શકાશે. પ્રોડક્ટ કેટલોગ, ઇન્ટરેક્ટિવ બટન્સ અને એનાલિટિક્સની સુવિધા પણ મળશે.


મોટી કંપનીઓ માટે AI ચેટબોટ્સ અને ઓટોમેશન ઉપરાંત WhatsApp, SMS, ઇમેઇલ, વોઇસ તથા લાઇવ ચેટને જોડતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


ગ્રાહક સેવા વધુ સરળ બનાવવાનો પ્રયાસ

વોડાફોન આઈડિયાના ચીફ એન્ટરપ્રાઇઝ બિઝનેસ ઓફિસર એમ. પી. સુનીલ કુમારે જણાવ્યું કે,'ગ્રાહકો સાથેના સંપર્કનું ભવિષ્ય વધુને વધુ AI અને વાતચીત આધારિત બની રહ્યું છે. કંપનીનો હેતુ વ્યવસાયોને માત્ર WhatsApp પર હાજરી આપવાને બદલે ગ્રાહકો સાથે વધુ અસરકારક અને વ્યક્તિગત જોડાણ બનાવવામાં મદદ કરવાનો છે.'


ICICI Direct: હવે 450 દિવસ સુધી MTF પોઝિશન

ICICI સિક્યુરિટીઝના ટ્રેડિંગ પ્લેટફોર્મ ICICI Directએ રોકાણકારો માટે નવી સુવિધાઓ લોન્ચ કરી છે.માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) હેઠળ ગ્રાહકો હવે પોતાની પોઝિશન 450 દિવસ સુધી જાળવી શકશે. કંપનીએ ઇન્ટ્રાડે ઇક્વિટી અને કોમોડિટી ટ્રેડિંગની સમયમર્યાદામાં પણ વધારો કર્યો છે. નવી Chart Trade સુવિધા દ્વારા ટ્રેડર્સ ચાર્ટ પરથી સીધા ઓર્ડર મૂકી શકશે અને નફા-નુકસાનનું વિશ્લેષણ કરી શકશે.


આ ઉપરાંત અન્ય પ્લેટફોર્મ પરના શેર, મ્યુચ્યુઅલ ફંડ અને NPS રોકાણને એક જ સ્થળે ટ્રેક કરવાની સુવિધા મળશે. ઓપ્શન ટ્રેડર્સ માટે ગ્રીક્સ, ઓપન ઇન્ટરેસ્ટ અને પેઓફ એનાલિસિસ પણ ઉપલબ્ધ થશે.


રોકાણકારોને એક જ પ્લેટફોર્મ પર વધુ સુવિધા

ICICI સિક્યુરિટીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અજય સરાફે જણાવ્યું કે, 'કંપની એનાલિસિસ, ટ્રેડ એક્ઝિક્યુશન અને પોઝિશન મેનેજમેન્ટને એક જ પ્લેટફોર્મ પર લાવવા પર ધ્યાન આપી રહી છે. આ ફેરફારોનો હેતુ ટ્રેડર્સ અને રોકાણકારોને વધુ માહિતી આધારિત અને સરળ ટ્રેડિંગ અનુભવ પૂરો પાડવાનો છે.'


Bajaj Life: 30થી 40 શેરમાં રોકાણ કરતું નવું ફંડ

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે 'Pure Stock Innovation Fund' લોન્ચ કર્યું છે. તેનું NFO 16મી નવેમ્બરે ખુલ્યું છે અને 27મી નવેમ્બર, 2026 સુધી ચાલુ રહેશે. આ ફંડ 700થી વધુ કંપનીઓમાંથી પસંદગી કરીને 30થી 40 શેરનો પોર્ટફોલિયો તૈયાર કરશે. ફંડ મોટી, મધ્યમ અને નાની કંપનીઓમાં રોકાણ કરી શકશે. તેમાં નવી ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા વિકાસની સંભાવના ધરાવતા વ્યવસાયોને પ્રાથમિકતા અપાશે. ફંડનો બેન્ચમાર્ક Nifty 500 છે અને તે કંપનીના ULIP પ્લાન્સ મારફતે ઉપલબ્ધ રહેશે.


કંપનીના CEOએ શું જણાવ્યું?

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરુણ ચુઘે જણાવ્યું કે, 'ભારતમાં નવીનતા વિવિધ ઉદ્યોગોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.આ ફંડ દ્વારા મજબૂત પાયાવાળા અને લાંબા ગાળે વિકાસની સંભાવના ધરાવતા વ્યવસાયોમાં રોકાણની તકો શોધવામાં આવશે.'

ત્રણેય કંપનીઓની જાહેરાતો અલગ-અલગ જરૂરિયાતો પૂરી કરવા પર કેન્દ્રિત છે. Vi Business ગ્રાહકો સાથેનો સંપર્ક સરળ બનાવશે, ICICI Direct ટ્રેડિંગ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટની સુવિધાઓ વધારશે, જ્યારે Bajaj Life વીમા સાથે બજાર આધારિત રોકાણનો વિકલ્પ પૂરો પાડશે.

આ પણ વાંચો: Closing Bell: શેરબજાર 10 મહિનાની ઊંચી સપાટીએ, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉચકાઈને 83000 વટાવી ગયો, નિફ્ટીએ 25,500ની સપાટી વટાવી


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Hardeep Singh Puri Statement

'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો

Restaurants Cannot Levy Service Charge

ગ્રાહકોને મોટી રાહત: હોટેલ-રેસ્ટોરન્ટ બિલમાં ફરજિયાત સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે – હાઈકોર્ટ

Croma Kearney Report

Croma Kearney Report:ભારતનું ઇલેક્ટ્રોનિક્સ બજાર વર્ષ 2030 સુધીમાં ₹10 લાખ કરોડે પહોંચશે!, પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું

Budget 2027-28

બજેટ 2027-28ની તૈયારીઓ તેજ: નાણામંત્રી નિર્મલા સીતારમણે IT સેક્ટર સાથે કરી છઠ્ઠી બેઠક, ઉદ્યોગોની અપેક્ષાઓ પર ચર્ચા

GTA 6 Launch

ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....

PUC New Rules 2026

New PUC Rules 2026: કેન્દ્ર સરકારે બદલ્યા PUCના નિયમ, આ વાહનોને મળશે 3 વર્ષની માન્યતા

Narendra modi tweet on GTA 6 game

GTA 6 game: PM મોદી Gen Z મોડમાં! GTA VI ગેમને લઈ સૌને કરી દીધાં આશ્ચર્યચકિત, ભારતનાં વિકાસની બતાવી ઝલક

Ramayana Film

Ramayana Box Office: વિશ્વભરમાં ₹1,500 કરોડને પાર, ભારતમાં ‘ધુરંધર’ને પાછળ છોડી