KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Croma Kearney Report:ભારતનું ઇલેક્ટ્રોનિક્સ બજાર વર્ષ 2030 સુધીમાં ₹10 લાખ કરોડે પહોંચશે!, પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું

ભારતનું કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બજાર 2030સુધીમાં ₹10 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે. ક્રોમા અને કાર્નીના નવા રિપોર્ટ મુજબ, નાના શહેરોમાં ઇલેક્ટ્રોનિક્સની માંગ ઝડપથી વધી રહી છે.મોંઘા સ્માર્ટફોન, મોટા ટીવી, ઇન્વર્ટર એસી અને આધુનિક ઘરેલુ ઉપકરણોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે.

Kuberanow DeskPublished On : 19 Nov 2026
Croma Kearney Report
India Electronics MarketAI Image

India Electronics Market: ટાટા ગ્રૂપની ભારતની અગ્રણી ઓમ્નિચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ મુંબઈના જુહુમાં પોતાનો પહેલો સ્ટોર શરૂ કર્યાના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ કાર્ની સાથે મળીને હાઉ ઇન્ડિયા અપગ્રેડ્સ નામનો એક નવો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ભારતના ગ્રાહકો અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો વચ્ચે બદલાતા સંબંધોનું વિશ્લેષણ કરવાની સાથે દેશના આગામી ઉપભોગચક્રને આકાર આપશે એવાં પરિબળોની ઓળખ કરવામાં આવી છે.


ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ₹3 લાખ કરોડની વધારાની તક

ઇન્ફિનિટી રિટેલ લિમિટેડ (ક્રોમા)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શિવાશિષ રોયએ જણાવ્યું કે, 'છેલ્લાં બે દાયકામાં અમે ભારતના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બજારને પ્રથમ વખત ખરીદી કરવાના કે સ્વીકાર્યતાના તબક્કામાંથી આગળ વધીને આકાંક્ષાઓ, અનુભવ અને સતત અપગ્રેડેશન પર આધારિત બજાર તરીકે વિકસતું જોયું છે. ક્રોમા X કાર્ની : હાઉ ઇન્ડિયા અપગ્રેડ્સ રિપોર્ટમાં અમે ગ્રાહકોના અભિગમમાં આવતાં પરિવર્તનો અને ભવિષ્યમાં આ ક્ષેત્રના દિશા આપતા પરિબળોને સમજવાનો પ્રયાસ કર્યો છે. જેમ જેમ ટેક્નોલોજી વધુ આધુનિક અને જટિલ બની રહી છે, તેમ તેમ ક્રોમામાં અમારી ભૂમિકા ગ્રાહકોની ખરીદીની પ્રક્રિયાને સરળ બનાવવાની છે. યોગ્ય ઉત્પાદનો, નિષ્ણાતોની સલાહ, સસ્તી અને સરળ ફાઇનાન્સિંગ સુવિધાઓ તથા ખરીદી પછીની સર્વિસ દ્વારા અમે સમગ્ર ભારતના ગ્રાહકોને આત્મવિશ્વાસ સાથે અપગ્રેડ કરવામાં મદદ કરવા પ્રતિબદ્ધ છીએ.'


કાર્ની ઇન્ડિયાના ચેરમેન કૌશિકા માધવે જણાવ્યું કે, 'ભારતના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું ભવિષ્ય ઉપકરણોના વેચાણના આંકડાને આધારે નક્કી ન થાય, પરંતુ ગ્રાહકો ટેક્નોલોજી સાથે પોતાના જીવનને વધુ સુવિધાજનક બનાવવા કઈ રીતે અપગ્રેડ કરવાનું પસંદ કરે છે તેના આધારે નક્કી થશે. પ્રીમિયમ ઉત્પાદનો તરફ વધતો ઝુકાવ, વિકસતાં બજારોમાં વધતી માંગ અને ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓનો સમન્વય ઇનોવેશન, મૂલ્યસર્જન અને લાંબા ગાળાના વિકાસ માટે નવી તકો ઊભી કરી રહ્યું છે.'


ભારતીય ઇલેક્ટ્રોનિક્સની વૃદ્ધિની મેટ્રોથી આગેકૂચ

•વર્ષ 2022થી 2025 વચ્ચે ક્રોમામાં વેચાણ ટિઅર-3 શહેરોમાં 40 ટકા સીએજીઆર (ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર), ટિઅર-2 શહેરોમાં 30 ટકા, ટિઅર-1 શહેરોમાં 35 ટકા અને મેટ્રોમાં 13 ટકા વધ્યું હતું.

•મેટ્રો સિવાયના બજારોમાં ક્રોમાના વેચાણનો હિસ્સો વર્ષ 2022માં 32 ટકાથી વધીને વર્ષ 2025માં 44 ટકા થયો હતો. જ્યારે મેટ્રોમાં કુલ ઊંચી માગ જળવાઈ રહી હતી અને તેમાં સતત વધારો થશે, ત્યારે નાનાં શહેરોમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે અને ભારતની આગામી ઇલેક્ટ્રોનિક્સ વૃદ્ધિના ચક્રમાં વધુને વધુ મહત્વપૂર્ણ બની રહ્યાં છે.


ભારતીય ઉપભોક્તાઓની ખરીદકિંમતમાં વધારો

•ક્રોમામાં વર્ષ 2021થી 2025 વચ્ચે સ્માર્ટફોનની સરેરાશ વેચાણકિંમત 34 ટકા વધી હતી.

•ક્રોમામાં વર્ષ 2022થી 2025 વચ્ચે 50,000 રૂપિયાથી વધારે કિંમત ધરાવતા સ્માર્ટફોનનાં મૂલ્યમાં 26 ટકાના સીએજીઆરથી વધારો થયો હતો.

•એસી કેટેગરીમાં ઇન્વર્ટર એસીનો હિસ્સો વર્ષ 2015માં 9 ટકાથી વધીને 2025માં 91 ટકા થયો હતો, જે બજારના ધારાધોરણોમાં પ્રીમિયમ ફીચર તરફ આગેકૂચ છે.

•ક્રોમામાં વર્ષ 2025માં વેચાણ થયેલા દર ત્રણ ટેલીવિઝનમાં એક 55 ઇંચ કે વધારે મોટું હતું,જે પ્રમાણ 2015માં 25 ટીવીમાંથી એકનું હતું.


ભારતીય કુટુંબોમાં નવી કેટેગરીઓનો પ્રવેશ

•ક્રોમામાં વર્ષ 2021થી 2025 વચ્ચે ડિશવોશર અને ડ્રાયરનાં વોલ્યુમમાં સંયુક્તપણે 29 ટકા સીએજીઆરની વૃદ્ધિ રેકોર્ડ થઈ હતી.

•વર્ષ 2021થી 2025 વચ્ચે ગેમિંગ ઉપકરણોનાં વોલ્યુમમાં 26 ટકા સીએજીઆરથી વૃદ્ધિ થઈ હતી.

•વર્ષ 2021થી 2025 વચ્ચે હીઅરેબલ્સ (હેડફોન, ઇયરબડ વગેરે)નાં વોલ્યુમમાં 23 ટકા સીએજીઆરથી વૃદ્ધિ થઈ હતી.

•વર્ષ 2021થી 2025 વચ્ચે એર ફ્રાયર્સનાં વોલ્યુમમાં 22 ટકા સીએજીઆરથી વૃદ્ધિ થઈ હતી.


ઇલેક્ટ્રોનિક્સમાં ભારતની આગામી 3 રૂપિયા ટ્રિલિયનની તક

•ક્રોમા x કાર્ની હાવ ઇન્ડિયા અપગ્રેડ્સ રિપોર્ટમાં ધારણા વ્યક્ત થઈ છે કે,ભારતનું ઇલેક્ટ્રોનિક બજાર વર્ષ 2024માં 7 રૂપિયા ટ્રિલિયનનું હતું, જે વર્ષ 2030માં વધીને અંદાજે 10 રૂપિયા ટ્રિલિયન થઈ જશે.

•રિપોર્ટ મુજબ, ડિવાઇઝમાં અપગ્રેડ આ વધારાની 3 રૂપિયા ટ્રિલિયનની તકનું હાર્દ બની જશે.

•ડિશવોશર્સ, એર ફ્રાયર્સ, ડ્રાયર્સ, ગેમિંગ ઉપકરણો અને વેરેબલ્સ આગામી ઉપભોગચક્રને દિશા આપતી કેટેગરીઓમાં શામેલ હશે, જે વંચિત બજારોમાં પહેલીવાર સ્વીકાર્ય બનશે.

આ પણ વાંચો: બજેટ 2027-28ની તૈયારીઓ તેજ: નાણામંત્રી નિર્મલા સીતારમણે IT સેક્ટર સાથે કરી છઠ્ઠી બેઠક, ઉદ્યોગોની અપેક્ષાઓ પર ચર્ચા

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Budget 2027-28

બજેટ 2027-28ની તૈયારીઓ તેજ: નાણામંત્રી નિર્મલા સીતારમણે IT સેક્ટર સાથે કરી છઠ્ઠી બેઠક, ઉદ્યોગોની અપેક્ષાઓ પર ચર્ચા

GTA 6 Launch

ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....

PUC New Rules 2026

New PUC Rules 2026: કેન્દ્ર સરકારે બદલ્યા PUCના નિયમ, આ વાહનોને મળશે 3 વર્ષની માન્યતા

Narendra modi tweet on GTA 6 game

GTA 6 game: PM મોદી Gen Z મોડમાં! GTA VI ગેમને લઈ સૌને કરી દીધાં આશ્ચર્યચકિત, ભારતનાં વિકાસની બતાવી ઝલક

Ramayana Film

Ramayana Box Office: વિશ્વભરમાં ₹1,500 કરોડને પાર, ભારતમાં ‘ધુરંધર’ને પાછળ છોડી

8th Pay Commission, Level 6 to 8 Salary Hike

8મું પગાર પંચ: 2.25 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ પગાર બમણો થવો નથી, જાણો 6થી 8 લેવલના કર્મચારીઓનો પગાર કેટલો વધશે?

Instagram Launches Content Protection Tool to Stop Reels Copying

રીલ્સ ચોરી કરનારાઓની ખેર નથી! ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ખાસ કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ

Ayushman Card and Checklist Rejected

આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા સાવધાન! આ 5 ભૂલો કરશો તો અરજી થઈ જશે રિજેક્ટ