બજેટ 2027-28ની તૈયારીઓ તેજ: નાણામંત્રી નિર્મલા સીતારમણે IT સેક્ટર સાથે કરી છઠ્ઠી બેઠક, ઉદ્યોગોની અપેક્ષાઓ પર ચર્ચા
કેન્દ્રીય બજેટ 2027-28ની તૈયારીઓ તેજ બની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે (19મી નવેમ્બર) નવી દિલ્હીમાં IT સેક્ટરના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સાથે છઠ્ઠી પ્રી-બજેટ બેઠક યોજી હતી.

Budget 2027-28: કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ વધુ તેજ બનાવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે (19મી નવેમ્બર 2026) નવી દિલ્હીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સેક્ટરના નિષ્ણાતો અને હિતધારકો સાથે છઠ્ઠી પ્રી-બજેટ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ IT ઉદ્યોગની જરૂરિયાતો, પડકારો અને આગામી બજેટ માટેના સૂચનો મેળવવાનો હતો.
IT સેક્ટર સાથે છઠ્ઠા રાઉન્ડની ચર્ચા
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ, નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તથા ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હાજર રહ્યા હતા. આ બેટકમાં IT ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિનિધિઓને આગામી બજેટ અંગે પોતાના વિચારો તથા સૂચનો રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં છ રાઉન્ડની બેઠકો પૂર્ણ
કેન્દ્રીય બજેટ 2027-28 માટે સરકારે અત્યાર સુધીમાં છ રાઉન્ડની પ્રી-બજેટ ચર્ચાઓ પૂર્ણ કરી છે. આ બેઠકોમાં અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગોના પ્રતિનિધિઓ, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME), સ્ટાર્ટઅપ્સ, કેપિટલ માર્કેટ અને બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ તથા ઇન્શ્યોરન્સ (BFSI) ક્ષેત્રના હિતધારકો સાથે ચર્ચા કરવામાં આવી છે.
અગાઉ કયા ક્ષેત્રો સાથે યોજાઈ હતી બેઠક?
IT સેક્ટર સાથેની છઠ્ઠી બેઠક પહેલાં નાણામંત્રીએ પાંચમા રાઉન્ડમાં કેપિટલ માર્કેટ અને BFSI ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. ચોથા રાઉન્ડની બેઠક MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે યોજાઈ હતી. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને ઉદ્યોગ અગ્રણીઓએ ભાગ લીધો હતો.નાણામંત્રીએ દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ પાસેથી પણ આગામી નાણાકીય વર્ષ માટે સૂચનો મેળવ્યા હતા.
પ્રી-બજેટ બેઠકો કેમ યોજવામાં આવે છે?
કેન્દ્ર સરકાર દર વર્ષે બજેટ રજૂ કરતાં પહેલાં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરે છે.આ પ્રક્રિયાનો હેતુ ઉદ્યોગોની જરૂરિયાતો અને પડકારો સમજવાનો તથા આર્થિક વિકાસને વેગ આપી શકે એવા નીતિગત ક્ષેત્રોની ઓળખ કરવાનો છે. આ બેઠકો દ્વારા મળતા સૂચનો સરકારને આગામી બજેટની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં મદદરૂપ બની શકે છે.
બજેટ 2027-28 ક્યારે રજૂ થશે?
અહેવાલ અનુસાર, કેન્દ્રીય બજેટ 2027-28 આગામી પહેલી ફેબ્રુઆરી 2027ના રોજ રજૂ થવાની શક્યતા છે. આ ઉપરાંત દેશની આર્થિક સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓ દર્શાવતો આર્થિક સર્વેક્ષણ અહેવાલ 29મી અથવા 31મી જાન્યુઆરી, 2027ના રોજ રજૂ થઈ શકે છે. નોંધનીય છે કે, આ તારીખો અંગે અંતિમ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
આ પણ વાંચો: હવે નોકરી છૂટ્યાના 2 મહિનામાં ઉપાડી શકાશે આખું PF ફંડ, EPFO એ બદલ્યા નિય, નિવૃત્તિ બાદ મળશે આ સુવિધઆ
Also Read

Croma Kearney Report:ભારતનું ઇલેક્ટ્રોનિક્સ બજાર વર્ષ 2030 સુધીમાં ₹10 લાખ કરોડે પહોંચશે!, પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું

ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....

New PUC Rules 2026: કેન્દ્ર સરકારે બદલ્યા PUCના નિયમ, આ વાહનોને મળશે 3 વર્ષની માન્યતા

GTA 6 game: PM મોદી Gen Z મોડમાં! GTA VI ગેમને લઈ સૌને કરી દીધાં આશ્ચર્યચકિત, ભારતનાં વિકાસની બતાવી ઝલક

Ramayana Box Office: વિશ્વભરમાં ₹1,500 કરોડને પાર, ભારતમાં ‘ધુરંધર’ને પાછળ છોડી

8મું પગાર પંચ: 2.25 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ પગાર બમણો થવો નથી, જાણો 6થી 8 લેવલના કર્મચારીઓનો પગાર કેટલો વધશે?

રીલ્સ ચોરી કરનારાઓની ખેર નથી! ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ખાસ કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ




