નિવૃત્તિ પછી PF ના પૈસા હવે હપ્તામાં પણ ઉપાડી શકાશે: EPFO બોર્ડે SWP યોજનાને આપી મંજૂરી, બાકી રકમ પર વ્યાજ મળતું રહેશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડે નિવૃત્ત થતા સભ્યો માટે સિસ્ટમેટિક વિથડ્રૉઅલ પ્લાન (SWP) ને મંજૂરી આપી છે. આ સ્વૈચ્છિક યોજના હેઠળ સભ્યો માસિક, ત્રિમાસિક કે અર્ધવાર્ષિક હપ્તામાં PF ની બચત ઉપાડી શકશે અને ખાતામાં બાકી રહેલી રકમ પર વળતર મળતું રહેશે.

EPFO SWP Plan: નિવૃત્તિ પછી પ્રોવિડન્ટ ફંડ (PF) માં જમા થયેલી બચતમાંથી હવે દર મહિને, દર ત્રણ મહિને કે દર છ મહિને નિયમિત રકમ મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડે 19 નવેમ્બરે સિસ્ટમેટિક વિથડ્રૉઅલ પ્લાન (SWP) શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં યોજાયેલી બોર્ડની 240મી બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી.
સભ્ય પોતાની પસંદગી મુજબ હપ્તા લઈ શકશે
સરકારની જાહેરાત મુજબ, નિવૃત્ત થતા EPF સભ્યો આ યોજનામાં સ્વૈચ્છિક રીતે જોડાઈ શકશે અને પોતાની જરૂરિયાત મુજબ માસિક, ત્રિમાસિક કે અર્ધવાર્ષિક ઉપાડનો વિકલ્પ પસંદ કરી શકશે. હપ્તા ચૂકવાયા બાદ ખાતામાં બાકી રહેલી રકમ પર વળતર મળતું રહેશે અને તે રકમની માલિકી સભ્ય પાસે જ રહેશે. નિયમિત હપ્તા મળવાથી નિવૃત્તિ પછી પેન્શનની સાથે આવકનો એક વધારાનો સ્ત્રોત ઊભો થશે, તેમજ નિવૃત્તિની બચતને ફરીથી અન્યત્ર રોકાણમાં મૂકવા સાથે જોડાયેલું જોખમ પણ ઘટશે.
શરૂઆતના તબક્કામાં 6.32 લાખ સભ્યોને થશે લાભ
સરકારના અંદાજ મુજબ, 55 વર્ષથી વધુ ઉંમરના અને PF ખાતામાં ₹5 લાખથી વધુ બચત ધરાવતા આશરે 6.32 લાખ સભ્યો શરૂઆતના તબક્કામાં આ યોજનાના મુખ્ય સંભવિત લાભાર્થી છે. આ ઉપરાંત, આગામી વર્ષોમાં નિવૃત્ત થનારા અને પોતાની PF બચતમાંથી નિયમિત રકમ મેળવવા ઇચ્છતા અન્ય સભ્યો પણ આ વિકલ્પ અપનાવી શકશે. જો હપ્તા મળતા હોય તે દરમિયાન સભ્યનું અવસાન થાય, તો નામાંકિત વ્યક્તિ (નોમિની) અથવા આશ્રિત પાસે ખાતામાં બાકી રહેલી રકમ એકસાથે ઉપાડી લેવાનો અથવા અગાઉની જેમ સમયાંતરે હપ્તા ચાલુ રાખવાનો વિકલ્પ રહેશે.
UAN મારફતે સીધું સ્વૈચ્છિક યોગદાન આપવાનો પણ પ્રસ્તાવ
બોર્ડ સમક્ષ મૂકાયેલા પ્રસ્તાવમાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે જોડાયેલી વ્યવસ્થા દ્વારા PF ખાતામાં સ્વૈચ્છિક યોગદાન સીધું જમા કરવાની જોગવાઈ પણ સામેલ છે. આ વ્યવસ્થા હેઠળ ગ્રાહકની ટિપ જેવી ત્રીજા પક્ષ તરફથી આવતી નાની રકમનું યોગદાન પણ નિયોક્તાની પગાર પ્રક્રિયા પર આધાર રાખ્યા વિના સીધું જમા થઈ શકશે. મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ EPF યોજનામાં જરૂરી સુધારા જાહેર કરવામાં આવશે, જેનો હેતુ ગિગ અને પ્લેટફોર્મ કામદારો સુધી સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવાનો પણ છે.
આ પણ વાંચોઃ હવે નોકરી છૂટ્યાના 2 મહિનામાં ઉપાડી શકાશે આખું PF ફંડ, EPFO એ બદલ્યા નિય, નિવૃત્તિ બાદ મળશે આ સુવિધઆ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

RBIની બેન્કોને સૂચના! AI, સાયબર સુરક્ષા અને લોનના જોખમ પર ધ્યાન આપો, નવા નિયમની તૈયારી

'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો

Vi Business, ICICI Direct અને Bajaj Lifeની મોટી જાહેરાત, WhatsApp સર્વિસથી લઈને ટ્રેડિંગ અને રોકાણમાં નવી સુવિધા

ગ્રાહકોને મોટી રાહત: હોટેલ-રેસ્ટોરન્ટ બિલમાં ફરજિયાત સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે – હાઈકોર્ટ

Croma Kearney Report:ભારતનું ઇલેક્ટ્રોનિક્સ બજાર વર્ષ 2030 સુધીમાં ₹10 લાખ કરોડે પહોંચશે!, પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું

બજેટ 2027-28ની તૈયારીઓ તેજ: નાણામંત્રી નિર્મલા સીતારમણે IT સેક્ટર સાથે કરી છઠ્ઠી બેઠક, ઉદ્યોગોની અપેક્ષાઓ પર ચર્ચા

ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....





