RBIની બેન્કોને સૂચના! AI, સાયબર સુરક્ષા અને લોનના જોખમ પર ધ્યાન આપો, નવા નિયમની તૈયારી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર એસ.સી.મુર્મૂએ દેશની બેન્કોને ટેકનોલોજી, સાયબર સુરક્ષા અને જોખમ વ્યવસ્થાપનને વધુ પ્રાથમિકતા આપવા જણાવ્યું છે.

Banking Cyber Security: દેશની બેન્કોમાં વધતા ડિજિટલ વ્યવહારો અને ટેકનોલોજીના ઉપયોગ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ સૂચના આપી છે. RBIના ડેપ્યુટી ગવર્નર એસ.સી.મુર્મૂએ બેન્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને માત્ર નિયમિત બેઠકો અને ઔપચારિક કામગીરી સુધી મર્યાદિત ન રહેવા જણાવ્યું હતું. તેમણે સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), જોખમ વ્યવસ્થાપન અને ગ્રાહકોના હિતોને વધુ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત દર્શાવી છે.
બેન્કોના બોર્ડે ટેકનોલોજીના જોખમો પર ધ્યાન આપવું
મુંબઈમાં Excellence Enablers દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુર્મૂએ જણાવ્યું કે, 'બેન્કોના બોર્ડે પોતાની બેઠકોમાં વ્યૂહરચના અને ટેકનોલોજી સંબંધિત જોખમોની ચર્ચા માટે વધુ સમય ફાળવવો જોઈએ. RBIએ તાજેતરમાં બોર્ડની બેઠકો માટેની ચેકલિસ્ટ આધારિત વ્યવસ્થામાં ફેરફાર કર્યો છે. તેનાથી મહત્વપૂર્ણ મુદ્દાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવાની તક મળશે.'
AI દ્વારા લેવાતા નિર્ણયો પારદર્શક હોવા જરૂરી
બેન્કોમાં લોનનું મૂલ્યાંકન, વસૂલાત અને છેતરપિંડીની ઓળખ માટે AIનો ઉપયોગ વધી રહ્યો છે. એસ.સી.મુર્મૂએ જણાવ્યું કે, 'બેન્કોના બોર્ડને જાણ હોવી જોઈએ કે કયા મહત્ત્વપૂર્ણ નિર્ણયો એલ્ગોરિધમ દ્વારા લેવામાં આવે છે. આવા નિર્ણયો પારદર્શક, નિષ્પક્ષ અને જવાબદારીપૂર્ણ હોવા જરૂરી છે.'
એપ્રિલ 2027થી ECL વ્યવસ્થાની તૈયારી
RBIના ડેપ્યુટી ગવર્નર એસ.સી.મુર્મૂએ બેન્કોને એપ્રિલ 2027થી શરૂ થનારી Expected Credit Loss (ECL) આધારિત જોગવાઈ વ્યવસ્થા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. આ વ્યવસ્થા હેઠળ બેન્કોએ માત્ર થયેલા નુકસાન માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં લોન પર થઈ શકે તેવા સંભવિત નુકસાન માટે પણ નાણાકીય જોગવાઈ કરવી પડશે. આ ઉપરાંત તેમણે બાકી રહેલા Basel-III ધોરણોના અમલ માટે પણ તૈયારી પર ભાર મૂક્યો હતો.
ગ્રાહકોને ખોટી પ્રોડક્ટ્સ વેચવા અંગે ચેતવણી
બેન્કોમાં મિસ-સેલિંગની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા એસ.સી.મુર્મૂએ જણાવ્યું કે,'વધુ વેચાણના ટાર્ગેટ અને કર્મચારીઓના પ્રોત્સાહન માળખાને કારણે ગ્રાહકોને અયોગ્ય નાણાકીય પ્રોડક્ટ્સ વેચવાની સમસ્યા સર્જાઈ શકે છે.માત્ર વેચાણ વધારવાને બદલે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખવું જરૂરી છે.'
થર્ડ-પાર્ટી કંપનીઓની ભૂલ માટે પણ બેન્ક જવાબદાર
બેન્કો અનેક સેવાઓ માટે બહારની ટેકનોલોજી કંપનીઓ અને વેન્ડર્સની મદદ લે છે. એસ.સી.મુર્મૂએ સ્પષ્ટ કર્યું કે કામગીરી આઉટસોર્સ કરવાથી તેની જવાબદારી સમાપ્ત થતી નથી. ગ્રાહકો અને કામગીરી સંબંધિત જવાબદારી બેન્કોની જ રહેશે. તેમણે ચેતવણી આપી કે સાયબર હુમલા અને આબોહવા પરિવર્તન જેવા જોખમોની અસર ભવિષ્યમાં બેન્કોની લોન બુક પર પણ પડી શકે છે.
આ પણ વાંચો: 'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો
Also Read

નિવૃત્તિ પછી PF ના પૈસા હવે હપ્તામાં પણ ઉપાડી શકાશે: EPFO બોર્ડે SWP યોજનાને આપી મંજૂરી, બાકી રકમ પર વ્યાજ મળતું રહેશે

'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો

Vi Business, ICICI Direct અને Bajaj Lifeની મોટી જાહેરાત, WhatsApp સર્વિસથી લઈને ટ્રેડિંગ અને રોકાણમાં નવી સુવિધા

ગ્રાહકોને મોટી રાહત: હોટેલ-રેસ્ટોરન્ટ બિલમાં ફરજિયાત સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે – હાઈકોર્ટ

Croma Kearney Report:ભારતનું ઇલેક્ટ્રોનિક્સ બજાર વર્ષ 2030 સુધીમાં ₹10 લાખ કરોડે પહોંચશે!, પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું

બજેટ 2027-28ની તૈયારીઓ તેજ: નાણામંત્રી નિર્મલા સીતારમણે IT સેક્ટર સાથે કરી છઠ્ઠી બેઠક, ઉદ્યોગોની અપેક્ષાઓ પર ચર્ચા

ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....




