ભારતીય ઉદ્યોગોને PM મોદીનો સંદેશ: સ્થાનિક બજારથી આગળ વધો, દુનિયાભરમાં બનાવો ઓળખ
પીએમ મોદીએ ભારતીય ઉદ્યોગોને માત્ર સ્થાનિક બજાર પર નિર્ભર રહેવાને બદલે વૈશ્વિક બજારમાં પોતાની ઓળખ મજબૂત બનાવવા અપીલ કરી છે.

FICCI Annual Meeting 2026: ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો સંદેશ આપ્યો છે. 19મી નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં FICCIની વાર્ષિક સામાન્ય સભા અને પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે,'ભારતીય કંપનીઓએ દેશના કરોડ લોકોના સ્થાનિક બજાર પર નિર્ભર રહેવાની માનસિકતા બદલવી જોઈએ.' આ ઉપરાંત તેમણે ઉત્પાદનની ગુણવત્તા સુધારવા, નિકાસ વધારવા અને આગામી 20 વર્ષ માટે લાંબા ગાળાનું રોકાણ આયોજન કરવા અપીલ કરી હતી.
ભારતીય અને વિદેશી ગ્રાહકો માટે સમાન ગુણવત્તા રાખો
FICCIની વાર્ષિક સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'કેટલીક કંપનીઓ વિદેશમાં વેચાતાં ઉત્પાદનોને 'એક્સપોર્ટ ક્વોલિટી' તરીકે રજૂ કરે છે, પરંતુ સ્થાનિક ગ્રાહકોને સમાન ગુણવત્તા આપતી નથી. ભારતીય ગ્રાહકો પણ શ્રેષ્ઠ ગુણવત્તાનાં ઉત્પાદનો મેળવવાના હકદાર છે. ઉદ્યોગોએ આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવીને વિશ્વના ગ્રાહકોનો વિશ્વાસ જીતવો જોઈએ.'
આગામી 20 વર્ષના રોકાણમાં 'India First' જરૂરી
ઉદ્યોગોને આગામી બે દાયકાની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને રોકાણ કરવા અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'માત્ર હાલના વ્યવસાયમાં વિસ્તરણ કરવાને બદલે ભવિષ્યની રાષ્ટ્રીય અને વૈશ્વિક જરૂરિયાતો માટે ઉત્પાદન ક્ષમતા વિકસાવવી જરૂરી છે.'
ફાર્મા અને સ્ટીલમાં આયાત પરની નિર્ભરતા ઘટાડો
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું ઉદાહરણ આપતાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારતને વિશ્વની ફાર્મસી કહેવામાં આવે છે, છતાં દેશ દર વર્ષે અબજો ડોલરના સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (API), જથ્થાબંધ દવાઓ અને ડ્રગ ઇન્ટરમીડિયેટ્સની આયાત કરે છે. જ્યારે ભારત તૈયાર દવાઓના ઉત્પાદનમાં મજબૂત સ્થિતિ છે, હવે ફાર્માસ્યુટિકલ કાચા માલના ક્ષેત્રમાં પણ તેની ક્ષમતાઓ વિકસાવવી પડશે.' આ ઉપરાંત તેમણે સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રે પણ આધુનિક ટેકનોલોજી અપનાવીને દેશમાં વધુ મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી.
કૃષિ નિકાસમાં ભારતનો હિસ્સો વધારવા આહ્વાન
કૃષિ નિકાસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 'વૈશ્વિક કૃષિ નિકાસમાં ભારતનો હિસ્સો હાલમાં 2 થી 2.5% ની આસપાસ છે. કોર્પોરેટ ક્ષેત્ર કૃષિ ક્ષેત્રમાં રોકાણ કરવાનું ટાળી રહ્યું છે. ઉદ્યોગોને કૃષિને મૂલ્યવર્ધન અને ખાદ્ય પ્રક્રિયા માટે એક મોટી તક તરીકે જોવી જોઈએ. છેલ્લા 12 વર્ષમાં કૃષિ-ખાદ્ય નિકાસમાં પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનોનો હિસ્સો 13% થી વધીને 20% થી વધુ થયો છે. ઉદ્યોગોએ કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધારવા, વિદેશી બજારોની જરૂરિયાતોને અનુરૂપ ખરીદી પ્રણાલી વિકસાવવા અને માંગને અનુરૂપ ઉત્પાદનોનું ઉત્પાદન કરવું જોઈએ.'
વૈશ્વિક વેપાર કરારનો લાભ લેવા અપીલ
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 'ભારતે વિવિધ દેશો સાથે કરેલા વેપાર કરારો દ્વારા ઉદ્યોગો માટે નવા બજારો ખુલ્યા છે. કંપનીઓને વિદેશી ગ્રાહકોની પસંદગી સમજવા, આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઉત્પાદનો બનાવવા અને મજબૂત વિતરણ વ્યવસ્થા વિકસાવવું જોઈએ.'
આ પણ વાંચો: 'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો
Also Read

તમારા ફોનમાં WhatsApp બંધ તો નથી થવાનું ને? જાણો કયા યુઝર્સ પર પડશે અસર

નિવૃત્તિ પછી PF ના પૈસા હવે હપ્તામાં પણ ઉપાડી શકાશે: EPFO બોર્ડે SWP યોજનાને આપી મંજૂરી, બાકી રકમ પર વ્યાજ મળતું રહેશે

RBIની બેન્કોને સૂચના! AI, સાયબર સુરક્ષા અને લોનના જોખમ પર ધ્યાન આપો, નવા નિયમની તૈયારી

'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો

Vi Business, ICICI Direct અને Bajaj Lifeની મોટી જાહેરાત, WhatsApp સર્વિસથી લઈને ટ્રેડિંગ અને રોકાણમાં નવી સુવિધા

ગ્રાહકોને મોટી રાહત: હોટેલ-રેસ્ટોરન્ટ બિલમાં ફરજિયાત સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે – હાઈકોર્ટ

Croma Kearney Report:ભારતનું ઇલેક્ટ્રોનિક્સ બજાર વર્ષ 2030 સુધીમાં ₹10 લાખ કરોડે પહોંચશે!, પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું




