સ્પાઈસજેટ પર સંકટનાં વાદળો ઘેરાયાં! 50%થી વધુ ફ્લાઈટ્સ રદ, DGCAએ માગ્યો જવાબ
આર્થિક સંકટનો સામનો કરી રહેલી સ્પાઈસજેટને DGCAએ કારણદર્શક નોટિસ ફટકારી છે. એરલાઈનનું ઓન-ટાઈમ પરફોર્મન્સ માત્ર 25% પર પહોંચ્યું છે. મોટાભાગનાં વિમાનો ગ્રાઉન્ડેડ હોવાથી ફ્લાઈટ્સના સંચાલનમાં મુશ્કેલીઓ વધી છે.

SpiceJet DGCA Notice: દેશની બજેટ એરલાઈન સ્પાઈસજેટ (SpiceJet)ની આર્થિક અને ઓપરેશનલ મુશ્કેલીઓ સતત વધી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 17મી નવેમ્બર, 2026ના રોજ કંપનીને કારણદર્શક નોટિસ પાઠવી છે. તેમાં ફ્લાઈટ્સ રદ થવી, સતત વિલંબ, નિયમોનું પાલન ન કરવું અને બાકી ચૂકવણી જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
OTP માત્ર 25%, મુસાફરોની મુશ્કેલી વધી
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના 19મી નવેમ્બરના આંકડા મુજબ, સ્પાઈસજેટનું ઓન-ટાઈમ પરફોર્મન્સ (OTP) માત્ર 25% રહ્યું હતું. તેની સરખામણીએ અન્ય મુખ્ય ભારતીય એરલાઈન્સનું OTP 80%થી વધુ નોંધાયું હતું. ફ્લાઈટ્સમાં વિલંબ અને રદ થવાની ઘટનાઓને કારણે મુસાફરોની મુશ્કેલીઓ વધી છે. DGCAએ મંજૂર ફ્લાઈટ શેડ્યૂલનું પાલન ન થવા અને મુસાફરોને પૂરતી સુવિધાઓ ન મળવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એરલાઈનની 50%થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હોવાનું એરપોર્ટ અને ફ્લાઈટ ટ્રેકિંગના આંકડાઓ પરથી સામે આવ્યું છે.
મોટાભાગનાં વિમાનો ગ્રાઉન્ડેડ, માર્કેટ શેર ઘટ્યો
રોકડની અછત, વિમાનોના લીઝની બાકી ચૂકવણી અને કર્મચારીઓના પગારમાં વિલંબથી કંપનીની સ્થિતિ ગંભીર બની છે. અહેવાલો મુજબ, સ્પાઈસજેટ પાસે હવે 10થી પણ ઓછાં કાર્યરત વિમાનો છે. વર્ષ 2019માં સ્થાનિક ઉડ્ડયન બજારમાં લગભગ 15% હિસ્સો ધરાવતી કંપનીનો માર્કેટ શેર જાન્યુઆરી 2026માં આશરે 4% હતો, જે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ઘટીને માત્ર 0.6% થયો છે.
₹5,500 કરોડ એકત્ર કરવાની યોજના
સ્પાઈસજેટના બોર્ડે 18મી નવેમ્બરે ₹5,500 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી હતી. આ રકમનો ઉપયોગ કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા, ગ્રાઉન્ડેડ વિમાનો ફરી કાર્યરત કરવા અને ફ્લાઈટ્સની ક્ષમતા વધારવા માટે કરવાનો પ્રસ્તાવ છે. જોકે, આ ભંડોળ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
બાકી લેણાં અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ અંગે ચિંતા
બાકી ચૂકવણીને કારણે દુબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ચેક-ઈન સેવાઓ અટકાવવામાં આવી હતી. DGCAએ ફરજિયાત વીમાના રિન્યુઅલ, અગાઉના દંડની બાકી ચૂકવણી અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન માટેના પાત્રતા નિયમોના પાલન અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.
સાત દિવસમાં જવાબ નહીં આપે તો કાર્યવાહી
DGCAએ સ્પાઈસજેટને 17મી નવેમ્બરની નોટિસનો સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. સમયમર્યાદામાં સંતોષકારક જવાબ નહીં મળે તો નિયમનકાર એરલાઈનની વધુ રજૂઆત વિના યોગ્ય આદેશ જારી કરી શકે છે. આથી હવે કંપનીના જવાબ અને ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા પર નજર રહેશે.
આ પણ વાંચો: Europe Market : ટેક શેરોમાં વૈશ્વિક હાહાકાર, એશિયા પછી યુરોપમાં પણ બ્લડબાથ
Also Read

Smartphone Price Hike: નવો ફોન ખરીદવો થશે મોંઘો! આ વર્ષે સ્માર્ટફોનના ભાવમાં 30% સુધીના વધારાની શક્યતા

8મા પગાર પંચની 70% સમયમર્યાદા પૂર્ણ!, જાણો અત્યાર સુધીમાં શું થયું

ઇથેનોલની સપ્લાય પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ, ઓઇલ કંપનીઓની વધશે મુશ્કેલી!

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન બજારને મોટો ઝટકો, વેચાણમાં 22%નો ઘટાડો

પેન્શનધારકો સાવધાન! એક મેસેજથી બેન્ક ખાતું થઈ શકે ખાલી, SBIએ આપી મોટી ચેતવણી

WhatsAppએ યુઝર્સને આપી મોટી ભેટ, હવે એક જ ગ્રૂપમાં 1500 મેમ્બર્સને મળશે એન્ટ્રી

અદાણી ગ્રૂપને મળ્યો વધુ એક મોટો પ્રોજેક્ટ!, આ રાજ્યમાં 2,400 મેગાવોટના પાવર પ્લાન્ટ સાથે જોડાશે વીજ નેટવર્ક




