8મા પગાર પંચની 70% સમયમર્યાદા પૂર્ણ!, જાણો અત્યાર સુધીમાં શું થયું
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8મા પગાર પંચ અંગે અપડેટ સામે આવ્યું છે. પંચની રચનાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને રિપોર્ટ રજૂ કરવા માટે આપવામાં આવેલી 18 મહિનાની સમયમર્યાદામાંથી લગભગ 70% સમય પસાર થઈ ગયો છે.

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો લાંબા સમયથી 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. હવે પંચની કામગીરી અંગે માહિતી સામે આવી છે. 8મા પગાર પંચને રિપોર્ટ આપવા માટે મળેલી 18 મહિનાની સમયમર્યાદામાંથી લગભગ 70% સમય પસાર થઈ ગયો છે. જોકે, તેનો અર્થ એ નથી કે પંચનું 70% કામ પૂર્ણ થઈ ગયું છે. હજુ પગાર વધારો, પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટર અંગેની ભલામણો જાહેર થવાની બાકી છે.
8મા પગાર પંચની રચના પછી અત્યાર સુધીમાં શું થયું છે?
•આયોગની રચના 17મી જાન્યુઆરી, 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી.
•28મી ઓક્ટોબર, 2025 ના રોજ, કેન્દ્રીય કેબિનેટને ટમ્સ ઓફ રેફરેન્સને મંજૂરી આપી હતી.
•આયોગની સત્તાવાર રચના ત્રીજી નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી.
•સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈને કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
•તેની રચના સમયે, એવી જાહેરાત કરવામાં આવી હતી કે 8મું પગાર પંચ ત્રીજી મે, 2027 સુધીમાં તેનો અહેવાલ રજૂ કરશે.
•પ્રશ્નાવલી ફેબ્રુઆરી 2026માં માય ગવર્નમેન્ટ પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવી હતી.
•માર્ચ 2026માં કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને અન્ય હિસ્સેદારો પાસેથી મેમોરેન્ડમ માંગવામાં આવ્યા હતા.
•પગાર પંચની બેઠક એપ્રિલ 2026માં શરૂ થઈ હતી.
•આયોગે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, પુડુચેરી, જયપુર, લખનૌ, શ્રીનગર, લદ્દાખ, ચંદીગઢ અને બેંગલુરુ જેવા શહેરોમાં 100થી વધુ બેઠકો યોજી છે.
•વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયેલી બેઠકોમાં, કર્મચારી અને પેન્શનર સંગઠનોએ તેમની માંગણીઓ અને સૂચનો વિશે કમિશનને માહિતી આપી.
હવે આગળ શું થશે?
પગાર પંચ કર્મચારી સંગઠનો અને અન્ય સંબંધિત પક્ષોની રજૂઆતોનું મૂલ્યાંકન કરીને રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર ભલામણોની સમીક્ષા કરીને અમલ અંગે નિર્ણય લેશે. નોંધનીય છે કે, 70 ટકાનો આંકડો માત્ર પસાર થયેલી સમયમર્યાદા દર્શાવે છે, પગાર પંચની કામગીરી કેટલી પૂર્ણ થઈ છે તેનો સત્તાવાર આંકડો નથી.
આ પણ વાંચો: ઇથેનોલની સપ્લાય પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ, ઓઇલ કંપનીઓની વધશે મુશ્કેલી!
Also Read

Smartphone Price Hike: નવો ફોન ખરીદવો થશે મોંઘો! આ વર્ષે સ્માર્ટફોનના ભાવમાં 30% સુધીના વધારાની શક્યતા

સ્પાઈસજેટ પર સંકટનાં વાદળો ઘેરાયાં! 50%થી વધુ ફ્લાઈટ્સ રદ, DGCAએ માગ્યો જવાબ

ઇથેનોલની સપ્લાય પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ, ઓઇલ કંપનીઓની વધશે મુશ્કેલી!

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન બજારને મોટો ઝટકો, વેચાણમાં 22%નો ઘટાડો

પેન્શનધારકો સાવધાન! એક મેસેજથી બેન્ક ખાતું થઈ શકે ખાલી, SBIએ આપી મોટી ચેતવણી

WhatsAppએ યુઝર્સને આપી મોટી ભેટ, હવે એક જ ગ્રૂપમાં 1500 મેમ્બર્સને મળશે એન્ટ્રી

અદાણી ગ્રૂપને મળ્યો વધુ એક મોટો પ્રોજેક્ટ!, આ રાજ્યમાં 2,400 મેગાવોટના પાવર પ્લાન્ટ સાથે જોડાશે વીજ નેટવર્ક




