KuberaNowLogo
Friday, 20/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પેન્શનધારકો સાવધાન! એક મેસેજથી બેન્ક ખાતું થઈ શકે ખાલી, SBIએ આપી મોટી ચેતવણી

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ પેન્શનધારકોને નવી સાયબર છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. સાયબર ગુનેગારો પેન્શન અધિકારી બનીને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) અપડેટ કરવાના બહાને નકલી મેસેજ મોકલી રહ્યા છે.

Kuberanow DeskPublished On : 20 Nov 2026
SBI Fraud Alert
AI Image

SBI Fraud Alert: પેન્શન મેળવતા લાખો વરિષ્ઠ નાગરિકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) અપડેટ કરવાના નામે થતી સાયબર છેતરપિંડી અંગે એલર્ટ જાહેર કર્યું છે. સાયબર ગુનેગારો પોતાને પેન્શન વિભાગના અધિકારી ગણાવીને પેન્શનધારકોનો સંપર્ક કરી રહ્યા છે. ત્યારબાદ નકલી મેસેજ અને લિંક મોકલીને તેમની વ્યક્તિગત તથા બેન્કિંગ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.


PPO અપડેટના નામે કેવી રીતે થાય છે છેતરપિંડી?

SBIના જણાવ્યાનુસાર,છેતરપિંડી કરનારાઓ પેન્શનધારકોને ફોન અથવા મેસેજ કરીને પોતાને પેન્શન અધિકારી તરીકે ઓળખાવે છે. તેઓ જણાવે છે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરની માહિતી અપડેટ કરવી જરૂરી છે. આ માટે મેસેજમાં આપવામાં આવેલી લિંક ખોલીને વિગતો ભરવાનું કહેવામાં આવે છે. આ રીતે છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોની ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે.


પેન્શન બંધ થઈ જશે તેવો ડર બતાવે છે

સાયબર ગુનેગારો લોકો પર દબાણ બનાવવા માટે પેન્શનનું પેમેન્ટ અટકી જશે અથવા મોડું મળશે તેવો ડર બતાવે છે. આવા મેસેજને સત્તાવાર માનીને પેન્શનધારક શંકાસ્પદ લિંક ખોલે તો તેની અંગત અને નાણાકીય માહિતી જોખમમાં મુકાઈ શકે છે.


PPO શું છે અને શા માટે મહત્વપૂર્ણ છે?

PPOનું પૂરું નામ Pension Payment Order છે. આ દસ્તાવેજ પેન્શનની મંજૂરી અને ચુકવણી સાથે સંબંધિત મહત્વપૂર્ણ વિગતો ધરાવે છે. પેન્શનધારકો માટે આ દસ્તાવેજ મહત્ત્વપૂર્ણ હોવાથી છેતરપિંડી કરનારાઓ તેના નામનો ઉપયોગ કરીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે.


પેન્શનધારકોએ આ 5 બાબતોનું ધ્યાન રાખવું

•PPO અપડેટના નામે આવતા અજાણ્યા SMS અથવા WhatsApp મેસેજ પર વિશ્વાસ ન કરો

•અજાણી લિંક પર ક્લિક ન કરો અને કોઈ APK ફાઇલ કે શંકાસ્પદ એપ ડાઉનલોડ ન કરો

•OTP,ATM PIN,પાસવર્ડ અને બેન્ક ખાતાની ગુપ્ત માહિતી કોઈને ન આપો

•ફોન,ઇમેઇલ કે મેસેજ દ્વારા સંપર્ક કરનાર વ્યક્તિની ઓળખ ચકાસો

•PPO અથવા પેન્શન સંબંધિત સમસ્યા હોય તો બેન્કની સત્તાવાર શાખા અથવા વેબસાઇટનો સંપર્ક કરો


છેતરપિંડી થાય તો શું કરવું?

જો કોઈ પેન્શનધારકે ભૂલથી ગુપ્ત માહિતી શેર કરી હોય અથવા ખાતામાંથી અનધિકૃત ટ્રાન્ઝેક્શન થયું હોય તો તરત બેન્કને જાણ કરવી જોઈએ. આ ઉપરાંત રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરી શકાય છે અથવા National Cyber Crime Reporting Portal પર ફરિયાદ નોંધાવી શકાય છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

 India Smartphone Sales Fall

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન બજારને મોટો ઝટકો, વેચાણમાં 22%નો ઘટાડો

 WhatsApp New Update

WhatsAppએ યુઝર્સને આપી મોટી ભેટ, હવે એક જ ગ્રૂપમાં 1500 મેમ્બર્સને મળશે એન્ટ્રી

Adani Energy Wins Bihar Transmission Project

અદાણી ગ્રૂપને મળ્યો વધુ એક મોટો પ્રોજેક્ટ!, આ રાજ્યમાં 2,400 મેગાવોટના પાવર પ્લાન્ટ સાથે જોડાશે વીજ નેટવર્ક

Wedding Season 2026

CAIT Report: લગ્નની સિઝનમાં પૈસાનો વરસાદ!, 1.25 કરોડ રોજગારની તકો, કયા બિઝનેસને થશે સૌથી વધુ ફાયદો?

PM Modi

ભારતીય ઉદ્યોગોને PM મોદીનો સંદેશ: સ્થાનિક બજારથી આગળ વધો, દુનિયાભરમાં બનાવો ઓળખ

WhatsApp to Block Logins on Outdated iOS and Android

તમારા ફોનમાં WhatsApp બંધ તો નથી થવાનું ને? જાણો કયા યુઝર્સ પર પડશે અસર

EPFO Board Approves PF Withdrawal Plan for Retirees

નિવૃત્તિ પછી PF ના પૈસા હવે હપ્તામાં પણ ઉપાડી શકાશે: EPFO બોર્ડે SWP યોજનાને આપી મંજૂરી, બાકી રકમ પર વ્યાજ મળતું રહેશે

Banking Cyber Security

RBIની બેન્કોને સૂચના! AI, સાયબર સુરક્ષા અને લોનના જોખમ પર ધ્યાન આપો, નવા નિયમની તૈયારી