KuberaNowLogo
Friday, 20/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારત-પોર્ટુગલ વચ્ચે સંબંધો મજબૂત બનાવવાની તૈયારી, વેપાર સહિત અનેક મુદ્દે ચર્ચા

ભારત અને પોર્ટુગલ વચ્ચે નવી દિલ્હીમાં વિદેશ કાર્યાલય પરામર્શની છઠ્ઠી બેઠક યોજાઈ હતી. બંને દેશોએ વેપાર, રોકાણ, સંરક્ષણ, નવીનીકરણીય ઊર્જા અને ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી હતી.

Kuberanow DeskPublished On : 20 Nov 2026
India-Portugal Bilateral Relations
India-Portugal Bilateral RelationsAI Image

India-Portugal Bilateral Relations: ભારત અને યુરોપિયન દેશ પોર્ટુગલ વચ્ચે આર્થિક, વ્યૂહાત્મક અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ થઈ છે. ગુરુવારે (19 નવેમ્બર) નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે વિદેશ કાર્યાલય પરામર્શ (Foreign Office Consultations)ની છઠ્ઠી બેઠક યોજાઈ હતી. તેમાં વેપાર, રોકાણ, સંરક્ષણ, ઊર્જા અને ટેક્નોલોજી સહિત અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા ચર્ચા કરવામાં આવી હતી.


વેપાર અને રોકાણ સહિત વિવિધ ક્ષેત્રોની સમીક્ષા

બેઠકની સહઅધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જ અને પોર્ટુગલના વિદેશ મંત્રાલયના વિદેશ નીતિ મહાનિર્દેશક હેલેના માલકાટાએ કરી હતી. બંને દેશોએ રાજકીય સંપર્કો, વેપાર અને રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, નવીનીકરણીય ઊર્જા, કૃષિ, વિજ્ઞાન, ડિજિટલ ટેક્નોલોજી, પ્રવાસન અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.


2027થી 2032 માટે પાંચ વર્ષનો રોડમેપ

બેઠકમાં સૌથી મહત્ત્વના મુદ્દો આગામી પાંચ વર્ષ માટેનો વ્યૂહાત્મક રોડમેપ રહ્યો હતો. ભારત અને પોર્ટુગલે વર્ષ 2027થી 2032 સુધીના દ્વિપક્ષીય સંબંધો માટે વ્યાપક રોડમેપને અંતિમ સ્વરૂપ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ રોડમેપ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે વ્યૂહાત્મક માળખા તરીકે કામ કરશે.


ભારત-EU મુક્ત વેપાર કરારનું સ્વાગત

બેઠક દરમિયાન ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે મજબૂત બની રહેલી વ્યૂહાત્મક ભાગીદારી અંગે પણ ચર્ચા થઈ હતી. બંને દેશોએ ભારત-EU મુક્ત વેપાર કરાર (FTA)ની વાટાઘાટો પૂર્ણ થવાનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત, કરાર પર હસ્તાક્ષર અને તેના અમલીકરણની પ્રક્રિયા આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.


બાકી રહેલા કરારો ઝડપથી પૂર્ણ કરવા સહમતિ

નવેમ્બર 2025માં લિસ્બનમાં યોજાયેલી અગાઉની બેઠક બાદ વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે બંને દેશોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષોએ વાટાઘાટો હેઠળના દ્વિપક્ષીય કરારોની સ્થિતિની સમીક્ષા કરી હતી. બાકી રહેલા કરારોને ઝડપથી અંતિમ સ્વરૂપ આપીને તેના પર હસ્તાક્ષર કરવા સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.


વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા

બેઠકમાં હિંદ-પ્રશાંત ક્ષેત્ર, પશ્ચિમ એશિયા અને અન્ય પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોની આપલે કરવામાં આવી હતી. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર સહયોગ ચાલુ રાખવા સહમતિ વ્યક્ત કરી હતી. વિદેશ કાર્યાલય પરામર્શની આગામી બેઠક પોર્ટુગલમાં યોજાશે, જેની તારીખ બંને દેશો પરસ્પર સહમતિથી નક્કી કરશે.

આ પણ વાંચો: સ્પાઈસજેટ પર સંકટનાં વાદળો ઘેરાયાં! 50%થી વધુ ફ્લાઈટ્સ રદ, DGCAએ માગ્યો જવાબ

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Smartphone Prices May Rise Over 30% by End of 2026

Smartphone Price Hike: નવો ફોન ખરીદવો થશે મોંઘો! આ વર્ષે સ્માર્ટફોનના ભાવમાં 30% સુધીના વધારાની શક્યતા

SpiceJet DGCA Notice

સ્પાઈસજેટ પર સંકટનાં વાદળો ઘેરાયાં! 50%થી વધુ ફ્લાઈટ્સ રદ, DGCAએ માગ્યો જવાબ

8th Pay Commission

8મા પગાર પંચની 70% સમયમર્યાદા પૂર્ણ!, જાણો અત્યાર સુધીમાં શું થયું

Supreme Court Order on Ethanol Tender

ઇથેનોલની સપ્લાય પર સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો આદેશ, ઓઇલ કંપનીઓની વધશે મુશ્કેલી!

 India Smartphone Sales Fall

તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન બજારને મોટો ઝટકો, વેચાણમાં 22%નો ઘટાડો

SBI Fraud Alert

પેન્શનધારકો સાવધાન! એક મેસેજથી બેન્ક ખાતું થઈ શકે ખાલી, SBIએ આપી મોટી ચેતવણી

 WhatsApp New Update

WhatsAppએ યુઝર્સને આપી મોટી ભેટ, હવે એક જ ગ્રૂપમાં 1500 મેમ્બર્સને મળશે એન્ટ્રી

Adani Energy Wins Bihar Transmission Project

અદાણી ગ્રૂપને મળ્યો વધુ એક મોટો પ્રોજેક્ટ!, આ રાજ્યમાં 2,400 મેગાવોટના પાવર પ્લાન્ટ સાથે જોડાશે વીજ નેટવર્ક