KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

બેન્કો અને પેમેન્ટ કંપનીઓ પર AIથી સાયબર હુમલા, પાડોશી દેશ સાથે જોડાયેલા હેકિંગ ટૂલ્સનો ઉપયોગ

ભારતમાં બેન્કો અને નાણાકીય સેવાઓ આપતી કંપનીઓ પર સાયબર હુમલાનો ખતરો વધી રહ્યો છે. દેશની સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ બેન્કિંગ અને સરકારી પેમેન્ટ સેવાઓ સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓમાં અનધિકૃત નાણાકીય વ્યવહારો થયાની માહિતી આપી છે.

Kuberanow DeskPublished On : 21 Nov 2026
AI Cyber Attack India
AI Cyber Attack IndiaAI Image

AI Cyber Attack India: ભારતમાં ડિજિટલ બેન્કિંગ અને ઓનલાઈન પેમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે સાયબર ગુનેગારો પણ હુમલા માટે નવી ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. હવે હેકર્સ માત્ર બેન્કોને જ નહીં, પરંતુ નાણાકીય વ્યવહારોની ટેક્નિકલ સેવાઓ પૂરી પાડતી કંપનીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ કેટલીક કંપનીઓમાં અનધિકૃત નાણાકીય વ્યવહારો થયાની માહિતી આપી છે.


પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કરીને પૈસા ટ્રાન્સફર

CERT-Inના રિપોર્ટ અનુસાર, બેન્કો અને નાણાકીય સંસ્થાઓને સેવાઓ પૂરી પાડતી કેટલીક કંપનીઓની સિસ્ટમમાં સાયબર હુમલાની ઘટનાઓ સામે આવી છે. સરકારી પેમેન્ટ સેવાઓ સાથે સંકળાયેલી ટેક્નોલોજી કંપનીઓની સિસ્ટમ પણ નિશાન બની છે. હુમલાખોરોએ કંપનીઓના રેકોર્ડ અને પેમેન્ટ મંજૂર કરવાની પ્રક્રિયામાં અનધિકૃત ફેરફાર કર્યા હતા. ત્યારબાદ સામાન્ય પેમેન્ટ પ્રક્રિયાનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે,આ ઘટનાઓમાં કુલ કેટલી રકમની અનધિકૃત લેવડદેવડ થઈ અને હુમલાખોરો કોણ હતા, તેની માહિતી એજન્સીએ જાહેર કરી નથી.


AIથી સાયબર હુમલાનો ખતરો વધ્યો

CERT-Inએ પોતાની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે વિવિધ ક્ષેત્રોમાં સાયબર હુમલા કરવા માટે AI આધારિત ટૂલ્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને એજન્સીએ સરકારી સંસ્થાઓ, પેમેન્ટ પ્લેટફોર્મ અને ટેક્નોલોજી સેવાઓ પૂરી પાડતી કંપનીઓને સાયબર સુરક્ષા મજબૂત કરવાની સલાહ આપી છે.


ચીન સાથે જોડાયેલા હેકિંગ ટૂલ્સની ઓળખ

છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતીય બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) પર સાયબર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે.અગાઉ CERT-Inએ AIની મદદથી નાણાકીય કંપનીઓ પર હુમલા કરતા એક હેકિંગ ગ્રૂપની ઓળખ કરી હતી. હુમલામાં ઉપયોગમાં લેવાયેલા ટૂલ્સમાંથી ઓછામાં ઓછાં બે ટૂલ્સનો સંબંધ ચીન સાથે હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, માત્ર આ ટૂલ્સના સંબંધના આધારે સમગ્ર સાયબર હુમલા પાછળ ચીનની સરકાર અથવા કોઈ ચોક્કસ સંગઠન હોવાનો નિષ્કર્ષ કાઢી શકાય નહીં.


RBIએ બેન્કો પાસેથી માગી તૈયારીની માહિતી

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ પણ નાણાકીય ક્ષેત્રમાં વધતા સાયબર હુમલાને ગંભીરતાથી લીધા છે. ઓક્ટોબર 2026માં RBIએ બેન્કોને સાયબર સુરક્ષા સંબંધિત નિયમોનું કેટલું પાલન થઈ રહ્યું છે અને AI આધારિત સંભવિત હુમલાનો સામનો કરવા તેમની કેટલી તૈયારી છે, તેની માહિતી આપવા જણાવ્યું હતું. કેન્દ્રીય બેન્કે નાણાકીય સંસ્થાઓની સાયબર સુરક્ષા સંબંધિત તપાસ વધુ કડક બનાવી છે.

આ પણ વાંચો: ઓડિટેડ રિટર્ન ફાઇલ ભરવાની 21 નવેમ્બર અંતિમ તારીખ,ચૂક્યા તો દંડ થશે

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Huawei Watch Air

Apple Watchને ટક્કર આપવા આવી રહી 'Huawei Watch Air', 7 દિવસની બેટરી બનશે ખાસિયત

Indian freight rail couplers

US Import Duty: ભારતીય રેલ કપલર્સ પર અમેરિકાનો ડ્યુટી પ્રહાર! Texmaco–Jupiter સહિત ત્રણ કંપનીને 75% દર

Sugar Price Hike India

ખાંડની મીઠાશ હવે ખિસ્સાને કડવી પડશે!, એક વર્ષમાં 30% વધારો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ

PM Modi

પીએમ મોદીનો કોર્પોરેટ્સ પરનો કટાક્ષ સાચો, આંકડા પૂરે છે સાક્ષીઃ કોર્પોરેટ ઇન્ડિયાનો નફો 19 ટકા વધ્યો, પણ કર્મચારીઓનો પગાર 9 ટકા જ વધ્યો

India's First Bullet Train

Bullet Train: દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારે અને કયા રૂટ પર દોડશે? રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ

EV Car sell rise

Electric Cars: નવા રજિસ્ટ્રેશનમાં ભારતનો હિસ્સો 8.8%, અમેરિકાને પાછળ છોડ્યું

Godzilla Minus Zero

વિદેશમાં ધૂમ મચાવતી Godzilla Minus Zero ફિલ્મની ભારતમાં એન્ટ્રી

smart phone

નવો 5G ફોન ખરીદવો છે? ₹13,000થી ઓછામાં મળી રહ્યા છે આ દમદાર સ્માર્ટફોન