ઓડિટેડ રિટર્ન ફાઇલ ભરવાની 21 નવેમ્બર અંતિમ તારીખ,ચૂક્યા તો દંડ થશે
તમે આ રિટર્ન 21 નવેમ્બર પછી ફાઇલ કરો છો તો તેમા આવકવેરા ધારાની કલમ 234-F હેઠળ કરદાતાની આવક પાંચ લાખ સુધીની હોય તો 1,000 રૂપિયા સુધીની લેટ ફી લાગે છે. પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો 5,000ની લેટ ફી લાગે છે.

CBDTએ કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બંને માટે 31 ઓક્ટોબરે રિટર્ન ફાઇલ કરવાની તારીખ હતી તેને લંબાવીને 21 નવેમ્બર કરી આપી હતી, આમ આજે તેનો છેલ્લો દિવસ છે. ગયા નાણાકીય વર્ષમાં ભાગીદારી પેઢીઓ અને LLP સહિત કુલ 17,28,795 લોકોએ રિટર્ન ફાઇલ કર્યુ હતુ. તેમા રિવાઇઝ રિટર્ન ફાઇલ કરનારાઓનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે હવે આંકડો 20 લાખને વટાવી જાય તો નવાઈ નહીં લાગે.
જો તમે આ રિટર્ન 21 નવેમ્બર પછી ફાઇલ કરો છો તો તેમા આવકવેરા ધારાની કલમ 234-F હેઠળ કરદાતાની આવક પાંચ લાખ સુધીની હોય તો 1,000 રૂપિયા સુધીની લેટ ફી લાગે છે. પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો 5,000ની લેટ ફી લાગે છે. તેના પછીની કેટેગરીમાં કુલ ટર્નઓવર કે કુલ આવકના 0.5 ટકા જેટલો દંડ લાગે છે. મહત્તમ દંડ રૂ. 1.5 લાખ છે. રિટર્ન મોડું ભરવા માટે યોગ્ય કારણ સાબિત કરી શકો તો દંડમાં રાહત મળી શકે છે.
આકારણી વર્ષ 2026-27 માટે બિલેટેડ રિટર્ન 31 ડિસેમ્બર 2026 સુધીમાં જમા કરાવી શકાય છે અથવા તો આકારણી પૂરી થાય અથવા બેમાથી જે વહેલુ હોય ત્યાં સુધી ભરી શકાય છે. કરદાતાએ ટેક્સ ચૂકવવાનો બાકી રાખ્યો હોય તો કલમ 234A હેઠળ બાકી ટેક્સ પર દર મહિને અથવા મહિનાના ભાગ માટે એક ટકા વ્યાજ લાગી શકે છે. અહીં તે વાત નોંધનીય છે કે 21 નવેમ્બર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરવા બદલ 1.50 લાખ રૂપિયાનો દંડ લાગતો નથી. આ મર્યાદા ઓડિટ સંલગ્ન ડિફોલ્ટ માટે છે. બંને બાબત જુદી-જુદી છે.

ટેક્સ ઓડિટ જમા કરાવવાની તારીખ અગાઉ 30 સપ્ટેમ્બર હતી, તેને લંબાવીને પછી 21 ઓક્ટોબર 2026 કરાઈ હતી. તેના પછી આ તારીખ 31 ઓક્ટોબર 2026 કરવામાં આવી હતી. તેને છેલ્લે લંબાવીને 21 નવેમ્બર 2026 કરવામાં આવી હતી.
ઘણા સમયથી ટેક્સ પ્રોફેશનલ્સ અને સીએ એસોસિયેશન સરકાર પાસેથી તારીખ લંબાવવાની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે ઓડિટના કામમાં ઘણો સમય લાગે છે. ટેક્સ સાથે જોડાયેલી જુદી-જુદી માહિતીનું મેચિંગ કરવું પડે છે. ઘણા બધા ડોક્યુમેન્ટ્સ તપાસવા પડે છે. હવે આ સમયમર્યાદા વધવાથી કામમાં સરળતા રહેશે અને ભૂલોનું પ્રમાણ ઘટશે. તેની સાથે ટેક્સ વિભાગની ક્વેરી પણ નહીં આવે.
ઓડિટની પ્રક્રિયા ઘણી ઝીણવટભરી હોય છે. તેમા વ્યવસાયનું ટર્નઓવર અને અન્ય નાણાકીય માહિતી જીએસટી રિટર્ન સાથે મેચ કરવામાં આવે છે. તેની સાથે કાપવામાં આવેલા TDS અને TCSની વિગતની ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત ફોર્મ 26AS, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરીનું ક્રોસ ચેકિંગ થાય છે. તેની સાથે ધંધાકીય ખર્ચ, ફિકસ્ડ એસેટ્સ, લીધેલી લોન અને બાકીના લેણાની પણ કડક ચકાસણી કરવામાં આવી છે. હવે તેમા તફાવત દેખાય તો તેને સુધાર્યા પછી જ રિપોર્ટ ફાઇનલ કરવામાં આવે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

પોસ્ટ ઓફિસમાં ખાતું છે? ₹500થી ઓછું બેલેન્સ હશે તો લાગશે ચાર્જ, TDS સહિત 6 નવા નિયમો

Kotak અને Bandhan Mutual Fund લાવ્યા 2 નવા NFO, રોકાણ કરતા પહેલા જાણી લો આ જોખમ

પોસ્ટ ઓફિસની આ 2 યોજનાઓ આપે છે 7.5% સુધીનું ગેરંટીકૃત વ્યાજ અને ટેક્સ બેનિફિટ, જાણો વિગત

EPFO ની નવી SWP સુવિધા: નિવૃત્તિ પછી દર મહિને ₹68,750 સુધીની કમાણીની તક, સમજો ગણિત

EPFO New Rules 2026: PFમાંથી 90% સુધી રકમ ઉપાડવાની મંજૂરી, જાણો નવા નિયમો ક્યારથી લાગુ થશે

સોનું 25% સસ્તું, છતાં Gold ETFમાં ₹49,399 કરોડનું રોકાણ; રોકાણકારોને કેમ છે ETF પર ભરોસો

હેલ્થ ઇન્શ્યોરન્સ ધારકોને રાહત!, ક્લેમ ક્યાં અટક્યો અને કેમ નામંજૂર થયો તે જાણવું બનશે સરળ




