KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હેલ્થ ઇન્શ્યોરન્સ ધારકોને રાહત!, ક્લેમ ક્યાં અટક્યો અને કેમ નામંજૂર થયો તે જાણવું બનશે સરળ

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા IRDAI વીમા ઉદ્યોગ સાથે મળીને બે કાર્યકારી જૂથ બનાવશે. એક જૂથ ક્લેમના દરેક તબક્કાનું સ્ટેટસ રિયલ ટાઇમમાં જોવા મળે તે દિશામાં કામ કરશે. બીજું જૂથ ક્લેમ સંપૂર્ણ કે આંશિક રીતે નામંજૂર થવાનાં કારણો નોંધવા માટે સમાન ધોરણો તૈયાર કરશે.

Kuberanow DeskPublished On : 19 Nov 2026
Health Insurance Claim Tracking
Health Insurance ClaimAI Image

Health Insurance Claim Tracking: હોસ્પિટલમાં સારવાર માટે વીમા કંપનીની પૂર્વમંજૂરી મળી કે નહીં? દર્દીને રજા આપતી વખતે ક્લેમ કયા તબક્કે છે? આવા પ્રશ્નોના જવાબ સમયસર મળી શકે તે માટે ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તામંડળ (IRDAI) બે કાર્યકારી જૂથ બનાવશે. IRDAIના ચેરમેન અજય સેઠે 19 નવેમ્બરે મુંબઈમાં CII ફાઇનાન્સિંગ સમિટ 2026માં આ માહિતી આપી. તેમના જણાવ્યાનુસાર, વીમા ઉદ્યોગ સાથે મળીને આશરે 10 દિવસમાં બંને જૂથોની રચના થઈ શકે છે.


પૂર્વમંજૂરીથી અંતિમ ચુકવણી સુધી ક્લેમ ટ્રેક કરવા પર ભાર

પહેલું જૂથ સારવાર માટેની પૂર્વમંજૂરી, હોસ્પિટલમાંથી રજા અને ક્લેમની અંતિમ પતાવટ સુધીના તબક્કાઓનું સ્ટેટસ રિયલ ટાઇમમાં જોઈ શકાય તે માટે કામ કરશે. આ જૂથ ક્લેમ પ્રક્રિયા દરમિયાન પોલિસીધારકોને કેવો અનુભવ થાય છે તેનો પણ અભ્યાસ કરશે અને વીમા કંપનીઓ ગ્રાહકો સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે અંગે પ્રતિસાદ આપશે. આ પહેલનો હેતુ પોલિસીધારકોનો અનુભવ સુધારવાનો અને વીમા કંપનીઓ તથા આરોગ્ય સેવા આપતી સંસ્થાઓ વચ્ચે વિશ્વાસ વધારવાનો છે.


ક્લેમ કેટલો અને શા માટે નામંજૂર થયો, તેની નોંધ માટે સમાન ધોરણો

બીજું જૂથ ક્લેમની પ્રક્રિયા અને ફરિયાદોના નિવારણમાં વીમા કંપનીઓની કામગીરી માપવા માટે સામાન્ય માપદંડો તૈયાર કરશે. IRDAIના ચેરમેન અજય સેઠના જણાવ્યાનુસાર, ક્લેમ સંપૂર્ણપણે કે અંશતઃ નામંજૂર થવાનું કારણ હાલ કોઈ વ્યવસ્થામાં નોંધાતું નથી. આવી નામંજૂરીનાં કારણો નોંધવા માટે સમાન ધોરણો તૈયાર થાય તો વીમા કંપનીઓને પોતાની કામગીરીની ઉદ્યોગની અન્ય કંપનીઓ સાથે સરખામણી કરવામાં મદદ મળશે.


પોલિસીધારકની ઓળખ માટે ABHAના ઉપયોગ પર વિચાર

અન્ય એક કાર્યક્રમમાં અજય સેઠે સેઠે જણાવ્યું કે, 'IRDAI હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીધારકોની ઓળખ માટે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA)નો ઉપયોગ કરવા પર વિચાર કરી રહ્યું છે. તેને હોસ્પિટલની સિસ્ટમ સાથે જોડી શકાય છે. કોઈ વ્યક્તિ ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સમાંથી વ્યક્તિગત પોલિસીમાં જાય અથવા વ્યક્તિગત પોલિસીમાંથી ગ્રુપ કવરમાં જોડાય ત્યારે તેની ઓળખ કરવામાં આ વ્યવસ્થા મદદરૂપ થઈ શકે છે. આ માહિતીથી વીમા કંપની જોખમનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરી શકે અને ગ્રાહકને વધુ સ્પર્ધાત્મક દર આપી શકે.'


વ્યક્તિગત માહિતી આપ્યા વિના વીમાનો ભાવ જોઈ શકાય તેવી વ્યવસ્થાની હિમાયત

અજય સેઠે સેઠે જણાવ્યું કે, 'ગ્રાહકોને પોતાની વ્યક્તિગત વિગતો આપ્યા વિના વીમા પોલિસીનો ભાવ જાણવા મળવો જોઈએ.' તેમણે પોલિસીમાં શું આવરી લેવાય છે, શું બાકાત છે અને શું વળતર મળી શકે છે તેની માહિતી સ્થાનિક ભાષામાં સરળ શબ્દોમાં આપવાની પણ હિમાયત કરી. સૂચિત પબ્લિક ઇન્શ્યોરન્સ રજિસ્ટ્રીનો હેતુ ગ્રાહકોને વીમા પ્રોડક્ટ સમજવામાં અને વીમા કંપનીઓ તથા વિતરકોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવાનો છે.

આ પણ વાંચો: 'છેલ્લા 4 વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા', કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનો દાવો

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ATM Failed Cash Withdrawal

ખાતામાંથી પૈસા કપાયા પણ ATMમાંથી રોકડ ન નીકળી? જાણો ક્યારે અને કેવી રીતે મળશે રિફંડ

EPFO New Rules PF Withdrawal Rules

હવે નોકરી છૂટ્યાના 2 મહિનામાં ઉપાડી શકાશે આખું PF ફંડ, EPFO એ બદલ્યા નિયમ, નિવૃત્તિ બાદ મળશે આ સુવિધઆ

Sukanya Samriddhi Account Interest Calculation Rule

સુકન્યા સમૃદ્ધિ યોજના: 5 તારીખ પહેલાં કે પછી પૈસા જમા કરાવવાથી વ્યાજમાં કેટલો ફરક પડે?

Bank Deposit Insurance, How DICGC 90-Day Claim Rule Works

બેંક ડૂબી જાય કે બંધ થાય તો તમારા પૈસાનું શું થશે? જાણો 90-દિવસના નિયમની સંપૂર્ણ વિગત

RBI May Hike Repo Rate by 0.75% by Q2 2027

લોન લેનારાઓ માટે ઝટકો! RBI 2027 સુધીમાં રેપો રેટમાં 0.75% નો વધારો કરી શકે છે

Save ₹333 Daily in Post Office RD to Build ₹17 Lakh Fund

દરરોજ ₹333 બચાવીને બનાવો ₹17 લાખનું ભંડોળ, જાણો પોસ્ટ ઓફિસની આ ખાસ યોજના

Personal Loan or Credit Card

Personal Loan or Credit Card: અચાનક પૈસાની જરૂર પડે તો લોન લેવી કે ક્રેડિટ કાર્ડ વાપરવું

Gold ETF

સોનું 25% સસ્તું, છતાં Gold ETFમાં ₹49,399 કરોડનું રોકાણ; રોકાણકારોને કેમ છે ETF પર ભરોસો