KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ખાંડની મીઠાશ હવે ખિસ્સાને કડવી પડશે!, એક વર્ષમાં 30% વધારો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ

દેશમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. કોલકાતામાં ખાંડનો ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, જ્યારે દિલ્હી, મુંબઈ અને અન્ય મોટા શહેરોમાં પણ ભાવ 60 રૂપિયાથી ઉપર છે.

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Sugar Price Hike India
Sugar Price Hike IndiaAI Image

Sugar Price Hike India: સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાઈ શકે છે. સવારની ચાથી લઈને મીઠાઈ સુધી દરેક ઘરમાં વપરાતી ખાંડ હવે મોંઘી બની રહી છે. દેશના અનેક મોટા શહેરોમાં ખાંડનો છૂટક ભાવ 60થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. છેલ્લા એક વર્ષમાં ખાંડના ભાવમાં 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ખાસ વાત એ છે કે સરકારે પુરવઠો વધારવા અનેક પગલાં લીધાં હોવા છતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી.


કયા શહેરમાં ખાંડનો ભાવ કેટલો?

21મી નવેમ્બરના અહેવાલ અનુસાર,દેશના મોટા શહેરોમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. કોલકાતામાં સૌથી વધુ 70 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે. દિલ્હીમાં 64 રૂપિયાના સ્તરે વેચાઈ રહી છે. મુંબઈ અને ઝારખંડની રાજધાની રાંચીમાં એક સરખી સ્થિતિ છે, જ્યાં લોકોએ ખાંડ માટે પ્રતિ કિલો 63 ચૂકવવા પડે છે. જ્યારે ગુજરાતમાં 60થી 70 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ચાલી રહ્યો છે.


એક વર્ષમાં 30 ટકા સુધી મોંઘી થઈ ખાંડ

ખાંડના ભાવમાં વધારો માત્ર થોડા દિવસોનો નથી.અહેવાલો અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન ખાંડના ભાવમાં 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં જ ભાવ આશરે 5 ટકા વધ્યા છે. ભાવમાં સતત વધારાથી સામાન્ય પરિવારના માસિક કરિયાણાના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ખાંડનો નિયમિત ઉપયોગ કરતા પરિવારો અને મીઠાઈ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ઊંચા ભાવ ચિંતાનો વિષય બની શકે છે.


સરકારે 2.50 લાખ ટન આયાત ક્વોટા ફરી જાહેર કર્યો

ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે બજારમાં પુરવઠો વધારવાના પ્રયાસો કર્યા છે. અહેવાલનુસાર, સરકારે 2.50 લાખ ટન ખાંડની આયાત માટેનો ક્વોટા ફરી જાહેર કર્યો છે. આ ઉપરાંત ખાંડ મિલોને ચાલુ મહિનામાં પોતાના ફાળવાયેલા ક્વોટાનો 90 ટકા જથ્થો વેચવા સૂચના આપવામાં આવી છે. મિલોએ પણ વહેલું ઉત્પાદન શરૂ કરીને બજારમાં પુરવઠો વધારવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ પગલાંની અસર હજુ છૂટક ભાવમાં સ્પષ્ટપણે જોવા મળી નથી.


આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીનું દબાણ

ખાંડના ભાવમાં વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ પણ એક પરિબળ છે. વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ ઊંચા હોવાથી સ્થાનિક બજારના ભાવ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. સરકારના પુરવઠો વધારવાના પ્રયાસો સામે વૈશ્વિક ભાવવધારાનું દબાણ યથાવત્ છે. આથી ખાંડના ભાવમાં તાત્કાલિક રાહત મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે.


સામાન્ય ગ્રાહકોને ક્યારે મળશે રાહત?

આગામી દિવસોમાં ખાંડના ભાવની દિશા બજારમાં પુરવઠો કેટલો વધે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની સ્થિતિ કેવી રહે છે તેના પર આધાર રાખશે. સરકાર દ્વારા જાહેર કરાયેલ આયાત ક્વોટો અને મિલોના વેચાણથી પુરવઠો વધે તો ભાવ પરનું દબાણ ઓછું થઈ શકે છે. જોકે, હાલમાં ગ્રાહકોને ખાંડ સસ્તી મળવાના સ્પષ્ટ સંકેતો દેખાતા નથી.

આ પણ વાંચો: Crude Oil: 2027ના અંતમાં ‘કાળું સોનું’ પ્રતિ બેરલ $70 થવાનો અંદાજ

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Indian freight rail couplers

US Import Duty: ભારતીય રેલ કપલર્સ પર અમેરિકાનો ડ્યુટી પ્રહાર! Texmaco–Jupiter સહિત ત્રણ કંપનીને 75% દર

PM Modi

પીએમ મોદીનો કોર્પોરેટ્સ પરનો કટાક્ષ સાચો, આંકડા પૂરે છે સાક્ષીઃ કોર્પોરેટ ઇન્ડિયાનો નફો 19 ટકા વધ્યો, પણ કર્મચારીઓનો પગાર 9 ટકા જ વધ્યો

India's First Bullet Train

Bullet Train: દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારે અને કયા રૂટ પર દોડશે? રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ

EV Car sell rise

Electric Cars: નવા રજિસ્ટ્રેશનમાં ભારતનો હિસ્સો 8.8%, અમેરિકાને પાછળ છોડ્યું

Godzilla Minus Zero

વિદેશમાં ધૂમ મચાવતી Godzilla Minus Zero ફિલ્મની ભારતમાં એન્ટ્રી

smart phone

નવો 5G ફોન ખરીદવો છે? ₹13,000થી ઓછામાં મળી રહ્યા છે આ દમદાર સ્માર્ટફોન

Sahara India Refund Status 2026

સહારામાં ફસાયેલા પૈસા પાછા મળવા લાગ્યા! તમારા પૈસા આવ્યા કે નહીં? આ રીતે ચેક કરો

Hurun Philanthropy List 2026: Shiv Nadar Tops Again

ભારતના ટોચના દાનવીરોએ એક વર્ષમાં આપ્યું ₹11,554 કરોડનું દાન, શિવ નાદર સતત 5મા વર્ષે નંબર-1