UGCની મોટી ચેતવણી : 12 રાજ્યોમાં 32 નકલી યુનિવર્સિટીઓ
UGCએ જાહેર કરી યાદી, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોની સંસ્થાઓનો સમાવેશ, પ્રવેશ લેતા પહેલાં માન્યતા અને કાયદાકીય સ્વીકૃતિની પુષ્ટિ કરો

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ માન્યતા પ્રાપ્ત ડિગ્રીઓ આપવાનો કાયદાકીય અધિકાર ન હોય તેવી દેશની 32 યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે અને આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ, માતા-પિતા અને વાલીઓને ચેતવણી આપી છે. ઉચ્ચ શૈક્ષણિક નાયમકે અરજદારોને આગ્રહ કર્યો છે કે તેઓ કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે અથવા પ્રવેશ ફી જમા કરાવે તે પહેલાં તેની માન્યતા અને કાયદાકીય સ્વીકૃતિઓની પુષ્ટી જરૂર કરે.
UGC દ્વારા પ્રકાશિત નકલી યુનિવર્સિટીઓની યાદી મુજબ દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 32 યુનિવર્સિટીઓની ઓળખ કરાઈ છે. આ યાદીમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને અન્ય અનેક ક્ષેત્રોમાં સંચાલિત શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ કરાયો છે. 17 નવેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલી એક એડવાઈઝરીમાં ઉચ્ચ શૈક્ષણિક નિયામકે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંસ્થાન પસંદ કરતી વખતે સાવચેતી રાખવા કહ્યું છે. આ એડવાઈઝરી 9 ઓક્ટોબર 2026ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાના ભાગરૂપે જાહેર કરાઈ છે. આ ચેતવણી યુનિવર્સિટીઓમાં પ્રવેશની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વની છે, કારણ કે બિન-માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાથી તેમની શૈક્ષણિક યોગ્યતા અને નાણાં આપવા જોખમી બની શકે છે.
UGCની વિદ્યાર્થીઓ અને વાલીઓને ચેતવણી
UGCએ એ બાબત પર ભાર મૂક્યો છે કે વિદ્યાર્થીઓએ એ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ કે કોઈ સંસ્થા કાયદાકીયરૂપે માન્યતા પ્રાપ્ત છે કે નહીં અને શું તેની પાસે તે ડિગ્રી અથવા યોગ્યતા આપવાનો અધિકાર છે, જેની તે જાહેરાત કરે છે. આ ચેતવણીનો આશય વિદ્યાર્થીઓને એવી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળતા બચાવવાનો છે, જેમની યોગ્યતાને ઉચ્ચ શિક્ષણ, સરકારી ભરતી અથવા અન્ય શૈક્ષણિક અને પ્રોફેશનલ ઉદ્દેશ્યો માટે માન્યતા નથી મળી શકી.
UGCએ સંબંધિત અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ કહ્યું છે કે તેઓ આ એડવાઈઝરીનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરે, જેથી વિદ્યાર્થી અને તેમના પરિવારો પ્રવેશ સંબંધી નિર્ણય લેતા પહેલા જોખમોથી માહિતગાર રહે. વિદ્યાર્થીઓ માટે તેનો અર્થ છે કે કોઈ આકર્ષક જાહેરાત, પ્રોફેશનલ દેખાતી વેબસાઈટ અથવા પ્રભાવશાળી નામને માન્યતાનું પ્રમાણ માને નહીં.

પ્રવેશ મેળવતા પહેલા વિદ્યાર્થીઓએ આ બાબતોની તપાસ કરવી જોઈએ
કોઈપણ યુનિવર્સિટી અથવા કોલેજમાં અરજી કરતા પહેલા વિદ્યાર્થીઓએ તેની કાયદાકીય સ્થિતિ અને જે કોર્સમાં તેઓ પ્રવેશ મેળવવા માગે છે તેની કાયદેસરતાની સ્વતંત્રરૂપે તપાસ કરવી જોઈએ. UGCની સલાહ મુજબ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા :
UGC માન્યતા તપાસો : વેરિફાઈ કરો કે યુનિવર્સિટી લાગુ કાયદાની જોગવાઈઓ હેઠળ કાયદાકીયરૂપે સ્થાપિત અને માન્યતા પ્રાપ્ત છે કે નહીં?
ડિગ્રી આપવાનો અધિકાર જૂઓ : પુષ્ટી કરો કે શૈક્ષણિક સંસ્થાનને તે વિશેષ ડિગ્રી અથવા યોગ્યતા આપવાનો અધિકાર છે, જેની જાહેરાત કરાઈ રહી છે?
કોર્સની મંજૂરી તપાસો : કેટલા પ્રોફેશનલ અને વિશેષ પાઠ્યક્રમો માટે સંબંધિત કાયદાકીય અથવા નિયામકીય ઓથોરિટીની મંજૂરી જરૂરી હોય છે. વિદ્યાર્થીઓએ તેની અલગથી પુષ્ટી કરવી જોઈએ.
માત્ર જાહેરાતો પર વિશ્વાસ ના કરો : વેબસાઈટો, બ્રોશર, પ્રચાર સામગ્રી અને સોશિયલ મીડિયાના દાવાઓને માન્યતા પ્રાપ્ત પ્રમાણ માનવા જોઈએ નહીં.
ફી ભરતા પહેલા તપાસો : પ્રવેશ ફી જમા કરવા અથવા કોઈ અન્ય નાણાકીય વ્યવહાર કરતા પહેલા બધી જરૂરી તપાસ પૂરી કરી લો.
બિન માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ડિગ્રીથી સમસ્યા થઈ શકે
માન્યતા પ્રાપ્ત ના હોય તેવી કોઈપણ શૈક્ષણિક સંસ્થાન દ્વારા અપાયેલી ડિગ્રી આગળના અભ્યાસ, રોજગાર અથવા અન્ય સત્તાવાર ઉદ્દેશ્યો માટે સ્વીકાર કરાતી નથી. જે વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થાની સ્થિતિ તપાસ્યા વિના પ્રવેશ મેળવે છે તેમણે પોતાના નાણાં અને કિંમતી શૈક્ષણિક વર્ષ બંને ગુમાવવા પડી શકે છે. આ જ કારણથી UGCએ અરજદારો અને તેમના પરિવારોને ઉચ્ચ શિક્ષણનો નિર્ણય લેતી વખતે શૈક્ષણિક સંસ્થાઓના દાવાના બદલે સત્તાવાર નિયામક માહિતી પર વિશ્વાસ કરવાનો આગ્રહ કર્યો છે.
UGCની નકલી યુનિવર્સિટીની સત્તાવાર યાદી તપાસો
વિદ્યાર્થી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ની સત્તાવાર વેબસાઈટ ugc.gov.in પર જઈ શકે છે અને ‘List of Fake Universities’ મથાળા હેઠળવાળા સેક્શનને જોઈ શકે છે. તેમને એ કોર્સ માટે સંબંધિત કાયદાકીય નિયામક ઓથોરિટીની પણ તપાસ કરવી જોઈએ, કારણ કે યુનિવર્સિટીની માન્યતા અને અભ્યાસક્રમ-વિશિષ્ટ મંજૂરી અલગ અલગ બાબત છે.
યુનિવર્સિટીમાં પ્રવેશની સાથે મહત્વપૂર્ણ નાણાકીય અને શૈક્ષણિક કટિબદ્ધતાઓ જોડાયેલી હોય છે, તેથી પ્રવેશ મેળવાત પહેલા કોઈ શૈક્ષણિક સંસ્થાની ખરાઈ કરવી પ્રત્યેક વિદ્યાર્થી અને વાલી માટે મહત્વનું પગલું છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Logitechનું નવું સ્માર્ટ માઉસ ભારતમાં લોન્ચ! આંગળીના ઇશારે થશે અનેક કામ

Apple Watchને ટક્કર આપવા આવી રહી 'Huawei Watch Air', 7 દિવસની બેટરી બનશે ખાસિયત

બેન્કો અને પેમેન્ટ કંપનીઓ પર AIથી સાયબર હુમલા, પાડોશી દેશ સાથે જોડાયેલા હેકિંગ ટૂલ્સનો ઉપયોગ

US Import Duty: ભારતીય રેલ કપલર્સ પર અમેરિકાનો ડ્યુટી પ્રહાર! Texmaco–Jupiter સહિત ત્રણ કંપનીને 75% દર

ખાંડની મીઠાશ હવે ખિસ્સાને કડવી પડશે!, એક વર્ષમાં 30% વધારો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ

પીએમ મોદીનો કોર્પોરેટ્સ પરનો કટાક્ષ સાચો, આંકડા પૂરે છે સાક્ષીઃ કોર્પોરેટ ઇન્ડિયાનો નફો 19 ટકા વધ્યો, પણ કર્મચારીઓનો પગાર 9 ટકા જ વધ્યો

Bullet Train: દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારે અને કયા રૂટ પર દોડશે? રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ





