આમિર ખાને મુંબઈમાં ભાડે લીધા 3 આલીશાન ફ્લેટ! મહિનાનું ભાડું જાણીને ચોંકી જશો
બોલિવૂડ અભિનેતા આમિર ખાન મુંબઈમાં કરેલી મોટી પ્રોપર્ટી ડીલને કારણે ચર્ચામાં છે. તેણે સાંતાક્રૂઝ વેસ્ટમાં ત્રણ લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધા છે, જેનું શરૂઆતનું કુલ માસિક ભાડું 38 લાખ રૂપિયા છે.

Aamir Khan Luxury Apartment: બોલિવૂડ અભિનેતા આમિર ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે કોઈ ફિલ્મને કારણે નહીં, પરંતુ મુંબઈમાં થયેલી કરોડો રૂપિયાની પ્રોપર્ટી ડીલને કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આમિર ખાને મુંબઈના સાંતાક્રૂઝ વેસ્ટ વિસ્તારમાં ત્રણ લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે લીધા છે. આ ત્રણેય ફ્લેટનું શરૂઆતનું કુલ માસિક ભાડું 38 લાખ રૂપિયા છે. ચાર વર્ષના ભાડા કરાર દરમિયાન કુલ ખર્ચ અંદાજે 19.65 કરોડ રૂપિયા થશે. રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ કંપની CRE Matrixએ પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજોના આધારે આ માહિતી આપી છે.
મુંબઈમાં ક્યાં લીધા ત્રણ લક્ઝુરિયસ ફ્લેટ?
અભિનેતા આમિર ખાને સાંતાક્રૂઝ વેસ્ટના નોર્થ એવન્યૂ વિસ્તારમાં આવેલી Seasons Trimurti બિલ્ડિંગમાં ત્રણ ફ્લેટ ભાડે લીધા છે. આ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 14મા, 12મા અને 11મા માળે આવેલા છે. ત્રણેય ફ્લેટનો કુલ કાર્પેટ એરિયા 12,200 ચોરસ ફૂટ છે. સૌથી મોટો ફ્લેટ 14મા માળે આવેલો છે.
ચાર વર્ષમાં ₹19.65 કરોડનું ભાડું કેવી રીતે થશે?
ત્રણેય ફ્લેટનું શરૂઆતનું માસિક ભાડું 38 લાખ રૂપિયા હોવાની પહેલા વર્ષ ભાડું 4.56 કરોડ રૂપિયા થશે. જોકે, ભાડા કરારમાં દર વર્ષે 5 ટકા વધારો કરવાની શરત રાખી છે. વાર્ષિક વધારાને ધ્યાનમાં લેતાં ચાર વર્ષનું કુલ ભાડું અંદાજે 19.65 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત ત્રણેય ફ્લેટ માટે કુલ 38 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે, જે ભાડાથી અલગ છે.
પહેલી જાન્યુઆરી 2027થી કરાર શરૂ થશે
આમિર ખાન અને Seasons Avenues Properties વચ્ચે ત્રણેય ફ્લેટના ભાડા કરાર 12મી નવેમ્બર, 2026ના રોજ રજિસ્ટર કરવામાં આવ્યા હતા. આ કરાર પહેલી જાન્યુઆરી, 2027થી શરૂ થશે અને 31મી ડિસેમ્બર, 2030 સુધી અમલમાં રહેશે. ત્રણેય એપાર્ટમેન્ટ સાથે કુલ 9 કાર પાર્કિંગ સ્પેસ આપવામાં આવ્યા છે. દરેક ફ્લેટ માટે ત્રણ પાર્કિંગની વ્યવસ્થા છે. સોસાયટી મેન્ટેનન્સ અને પાણીનો ખર્ચ ભાડામાં સામેલ છે, જ્યારે પ્રોપર્ટી અને મ્યુનિસિપલ ટેક્સની જવાબદારી માલિકની રહેશે.
આ પણ વાંચો: શ્રીલંકાની તેજીથી ભારતમાં મરીના ભાવમાં ઉછાળો, આગામી સિઝનમાં પાક ઓછો રહેવાની આશંકા
Also Read

વિદેશમાં કમાણી કરતા ભારતીયો માટે સારા સમાચાર: RBIએ દૂર કરી મોટી અડચણ, જાણો નવા નિયમો

શ્રીલંકાની તેજીથી ભારતમાં મરીના ભાવમાં ઉછાળો, આગામી સિઝનમાં પાક ઓછો રહેવાની આશંકા

હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ રિજેક્ટ કરવો પડ્યો ભારે, આ ઇન્શ્યોરન્સ કંપનીને IRDAIએ ₹2 કરોડનો દંડ ફટકાર્યો

અદાણી ડિફેન્સની સફળતા! પોખરણમાં 4 એન્ટી-ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ, જાણો શું છે તેની ખાસિયતો

Logitechનું નવું સ્માર્ટ માઉસ ભારતમાં લોન્ચ! આંગળીના ઇશારે થશે અનેક કામ

UGCની મોટી ચેતવણી : 12 રાજ્યોમાં 32 નકલી યુનિવર્સિટીઓ

Apple Watchને ટક્કર આપવા આવી રહી 'Huawei Watch Air', 7 દિવસની બેટરી બનશે ખાસિયત




