કારના વેચાણમાં ઘટાડો, EVએ રચ્યો ઇતિહાસ! 5 લાખનો આંકડો પાર
ભારતમાં 2026ની તહેવારોની સિઝન દરમિયાન પેસેન્જર વાહનોના વેચાણમાં 7.16%નો ઘટાડો નોંધાયો છે. જોકે, ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં 52.62%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. FADAના આંકડા અનુસાર, દેશમાં પહેલીવાર એક જ તહેવારી સિઝનમાં 5 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં છે. કુલ વાહન વેચાણ પણ 2.21% વધીને 55.25 લાખ યુનિટ થયું છે.

Vehicle Sales: ભારતમાં તહેવારોની સિઝન દરમિયાન ઓટોમોબાઇલ બજારમાં બે અલગ પ્રકારનાં વલણ જોવા મળ્યાં છે. એક તરફ પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. Federation of Automobile Dealers Associations (FADA)ના 23 નવેમ્બર, 2026ના આંકડા અનુસાર, આ વર્ષની તહેવારી સિઝનમાં પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ 7.16% ઘટ્યું હતું. જોકે, ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 52.62%નો વધારો નોંધાયો છે. ખાસ વાત એ છે કે દેશમાં પ્રથમ વખત એક જ તહેવારી સિઝનમાં 5 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે.
કારના વેચાણમાં 7.16%નો ઘટાડો
FADAના આંકડા અનુસાર, 2026ની તહેવારી સિઝનમાં પેસેન્જર વાહનોનું કુલ રિટેલ વેચાણ 7,48,616 યુનિટ રહ્યું હતું. યા વર્ષની સમાન તહેવારી સિઝનમાં 8,06,322 પેસેન્જર વાહનો વેચાયાં હતાં. આમ, આ વર્ષે વેચાણમાં 7.16%નો ઘટાડો નોંધાયો છે. કે, નવરાત્રી દરમિયાન પેસેન્જર વાહનોના વેચાણમાં 18%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ ધનતેરસ અને દિવાળી દરમિયાન માંગમાં સુધારો થતાં સમગ્ર તહેવારી સિઝનના અંતે ઘટાડાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું થયું હતું.
ઇલેક્ટ્રિક વાહનોએ બનાવ્યો નવો રેકોર્ડ
પરંપરાગત પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડા વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં મોટો વધારો જોવા મળ્યો છે. ADAના જણાવ્યા પ્રમાણે, 2026ની તહેવારી સિઝનમાં કુલ 5,09,667 ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં હતાં. ગયા વર્ષે આ આંકડો 3,33,935 યુનિટ હતો. એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના રિટેલ વેચાણમાં 52.62%નો વધારો નોંધાયો છે. પહેલીવાર છે જ્યારે ભારતમાં એક જ તહેવારી સિઝનમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણનો આંકડો 5 લાખને પાર પહોંચ્યો છે.
ઇલેક્ટ્રિક કારના વેચાણમાં 73%નો ઉછાળો
ઇલેક્ટ્રિક વાહનોની વિવિધ કેટેગરીમાં વેચાણમાં જોરદાર વૃદ્ધિ નોંધાઈ છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ 72.91% વધ્યું છે. ગયા વર્ષની તહેવારી સિઝનમાં 30,133 ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો વેચાયાં હતાં, જ્યારે આ વર્ષે આ આંકડો વધીને 52,104 થયો છે. લેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં પણ 61.10%નો વધારો નોંધાયો છે. તેની સામે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરના વેચાણમાં 25.45%ની વૃદ્ધિ થઈ છે. લેક્ટ્રિક કોમર્શિયલ વાહનોના વેચાણમાં સૌથી વધુ 154.56%નો ઉછાળો નોંધાયો છે.
કયા ઇલેક્ટ્રિક વાહનોનું કેટલું વેચાણ થયું?

આ આંકડા દર્શાવે છે કે ઇલેક્ટ્રિક વાહનોની માંગ માત્ર ટુ-વ્હીલર સુધી મર્યાદિત નથી રહી. પેસેન્જર અને કોમર્શિયલ વાહનોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.
કુલ વાહન વેચાણ 55 લાખને પાર
પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો થયો હોવા છતાં ભારતના સમગ્ર ઓટોમોબાઇલ બજારમાં 2026ની તહેવારી સિઝન દરમિયાન સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન્સ (FADA) ના લેટેસ્ટ આંકડા અનુસાર, 2026ની તહેવારી સિઝનમાં કુલ 55,25,490 વાહનોનું રિટેલ વેચાણ થયું હતું, જે ગત વર્ષની સમાન સિઝનમાં વેચાયેલા 54,05,956 વાહનોની સરખામણીએ 2.21% ની વૃદ્ધિ દર્શાવે છે. સેગમેન્ટ મુજબ જોઈએ તો, પેસેન્જર વાહનો (કાર) નું વેચાણ 7.16% ઘટીને 7,48,616 યુનિટ પર રહ્યું હતું, પરંતુ અન્ય તમામ કેટેગરીમાં મજબૂત તેજી જોવા મળી હતી. ખાસ કરીને ટુ-વ્હીલરનું વેચાણ 3.67% વધીને 43,13,276 યુનિટ, થ્રી-વ્હીલર 5.32% વધીને 1,93,576 યુનિટ અને કોમર્શિયલ વાહનો 7.13% વધીને 1,55,761 યુનિટ પર પહોંચ્યા હતા. આ ઉપરાંત, ટ્રેક્ટરના વેચાણમાં 2.24% (1,03,809 યુનિટ) અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં સૌથી વધુ 26.06% નો જબરદસ્ત ઉછાળો નોંધાતા સમગ્ર ઓટો સેક્ટરે 55 લાખનો ઐતિહાસિક આંકડો પાર કર્યો હતો.
દર 10માંથી લગભગ એક વાહન ઇલેક્ટ્રિક
FADAના પ્રમુખના જણાવ્યા પ્રમાણે, આ વર્ષની તહેવારી સિઝનની સૌથી મહત્ત્વની બાબત ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં થયેલી ઐતિહાસિક વૃદ્ધિ છે. લ 55.25 લાખ વાહનોના વેચાણ સામે 5.09 લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં છે. એટલે કે તહેવારી સિઝનમાં વેચાયેલા કુલ વાહનોમાંથી આશરે 9.2% વાહનો ઇલેક્ટ્રિક હતાં. રળ ભાષામાં કહીએ તો તહેવારો દરમિયાન વેચાયેલા દર 10 વાહનોમાંથી લગભગ એક વાહન ઇલેક્ટ્રિક હતું. આંકડા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે ગ્રાહકોની વધતી સ્વીકૃતિ દર્શાવે છે.
ઓટોમોબાઇલ બજાર માટે શું સંકેત?
2026ની તહેવારી સિઝનના વેચાણના આંકડા દર્શાવે છે કે ભારતીય ઓટોમોબાઇલ બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ક તરફ પેસેન્જર વાહનોના કુલ રિટેલ વેચાણમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજી તરફ ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોનું વેચાણ વધ્યું છે. મ, સમગ્ર વાહન બજારમાં મર્યાદિત 2.21%ની વૃદ્ધિ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોનો 52.62%નો ઉછાળો ઓટોમોબાઇલ ક્ષેત્રમાં બદલાતી ગ્રાહક પસંદગીનો મહત્ત્વનો સંકેત આપે છે.
આ પણ વાંચો: Foodlink IPO: ₹361 કરોડનો IPO લાવશે લક્ઝરી કેટરિંગ કંપની, રોકાણ કરતાં પહેલાં જાણો વિગતો
આ પણ જુઓ:
Also Read

12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

ઓનલાઈન વેચાણ માટે મૂકી એન્ટી-ડ્રોન ગન! CCPAએ ફટકાર્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે મામલો?

બોક્સ ઓફિસ પર 'રામાયણ' ની સુનામી: વિશ્વભરમાં ₹1,616 કરોડની કમાણી, ભારતમાં નેટ કલેક્શન ₹900 કરોડને પાર

10 વર્ષમાં પહેલી વાર ઉજ્જવલા સહિત 75 લાખ LPG ગેસ કનેક્શન ઘટ્યા! જાણો કારણ

રણબીર કપૂરની 'રામાયણ'ની બોક્સ ઓફિસ પર ધમાલ! 16 દિવસમાં ₹1500 કરોડથી પણ વધુની કમાણી

હોસ્પિટલની લાંબી લાઈનમાંથી મુક્તિ! આયુષ્માન કાર્ડ ધારકો ઘરે બેઠા બુક કરો OPD એપોઇન્ટમેન્ટ, જાણો આ હેલ્પલાઇન નંબર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપો, આવતા અઠવાડિયે એક દિવસની રજા





