KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મોટી કંપનીઓ કરતાં નાના વેપારીઓને લોન આપો!, RBI ગવર્નરે બેન્કોને આપી સલાહ

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કોને નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વધુ લોન આપવા આહવાન કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, એક મોટી કંપનીને ₹1,000 કરોડની લોન આપવા કરતાં આ રકમ અનેક નાના ઉદ્યોગોમાં વહેંચવાથી અર્થતંત્રને 100થી 1,000 ગણી વધુ વ્યાપક અસર થઈ શકે છે.

Kuberanow DeskPublished On : 22 Nov 2026
RBI Small Business Loans
Small Business LoansAI Image

RBI Small Business Loans: દેશના આર્થિક વિકાસમાં નાના વેપારીઓ અને સૂક્ષ્મ ઉદ્યોગોની ભાગીદારી વધારવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સૂચન કર્યું હતું. તેમણે બેન્કોને મોટી કોર્પોરેટ કંપનીઓની સાથે નાના અને સૂક્ષ્મ વ્યવસાયોને પણ વધુ ધિરાણ આપવા જણાવ્યું છે. શનિવાર (21 નવેમ્બર) પુણે જિલ્લાના માવળ તાલુકાના વાકસઈ ગામમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા આયોજિત નાણાકીય સમાવેશ કેમ્પમાં તેમણે આ વાત કરી હતી.


₹1,000 કરોડની લોનથી 1,000 ગણી અસર કેવી રીતે?

કાર્યક્રમ દરમિયાન RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે,'બેન્ક કોઈ એક મોટી કંપનીને 1,000 કરોડ રૂપિયાની લોન આપે તો તેનો સીધો લાભ મુખ્યત્વે તે કંપનીને મળે છે. પરંતુ આ જ રકમ અનેક નાના વેપારીઓમાં વહેંચવામાં આવે તો તેનો લાભ વધુ લોકોને પહોંચી શકે છે.નાના વ્યવસાયોને ધિરાણ આપવાથી ઓછામાં ઓછી 100 ગણી અને સૂક્ષ્મ વ્યવસાયોના કિસ્સામાં 1,000 ગણી સુધી વધુ વ્યાપક આર્થિક અસર થઈ શકે છે.'


આર્થિક વિકાસનો લાભ દરેક વર્ગ સુધી પહોંચવો જોઈએ

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, દેશનો વિકાસ ત્યારે જ અર્થપૂર્ણ બનશે, જ્યારે તેનો લાભ સમાજના તમામ વર્ગો અને વિસ્તારો સુધી પહોંચશે.' આ ઉપરાંત તેમણે બેન્કોને ગ્રામીણ વિસ્તારો, નાના વેપારીઓ અને આર્થિક રીતે નબળા પરિવારો સુધી ધિરાણ તથા અન્ય બેન્કિંગ સેવાઓ પહોંચાડવા અપીલ કરી હતી.


40% વળતરની લાલચ આપતી યોજનાઓથી સાવધાન

રોકાણના નામે થતી છેતરપિંડી અંગે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ લોકોને ચેતવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 'કોઈ વ્યક્તિ ટૂંકા સમયમાં 20%, 30% અથવા 40% વળતરની ખાતરી આપે તો ખાસ સાવચેતી રાખવી જોઈએ. આવી યોજનાઓમાં મોટું જોખમ અથવા છેતરપિંડી હોઈ શકે છે.' તેમણે ગ્રાહકોને OTP કોઈની સાથે શેર નહીં કરવા, અજાણી લિંક પર ક્લિક નહીં કરવા અને શંકાસ્પદ મેસેજનો જવાબ નહીં આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: Gold Price Crash: સોનાના ભાવમાં કડાકો, ₹58,000 સસ્તું થયું સોનું; જાણો ફરી ભાવ વધતા કેટલા વર્ષ લાગશે

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India Poverty Reduction 2026

12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

ev vehicles

કારના વેચાણમાં ઘટાડો, EVએ રચ્યો ઇતિહાસ! 5 લાખનો આંકડો પાર

CCPA Action Against AirONE Robotics

ઓનલાઈન વેચાણ માટે મૂકી એન્ટી-ડ્રોન ગન! CCPAએ ફટકાર્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે મામલો?

Ramayana Part 1 Box Office, Crosses ₹1,616 Cr Worldwide

બોક્સ ઓફિસ પર 'રામાયણ' ની સુનામી: વિશ્વભરમાં ₹1,616 કરોડની કમાણી, ભારતમાં નેટ કલેક્શન ₹900 કરોડને પાર

75 Lakh LPG Connections Drop First Time In 10 Years

10 વર્ષમાં પહેલી વાર ઉજ્જવલા સહિત 75 લાખ LPG ગેસ કનેક્શન ઘટ્યા! જાણો કારણ

Ramayana

રણબીર કપૂરની 'રામાયણ'ની બોક્સ ઓફિસ પર ધમાલ! 16 દિવસમાં ₹1500 કરોડથી પણ વધુની કમાણી

Ayushman Bharat: Book OPD Appointments From Home Easily

હોસ્પિટલની લાંબી લાઈનમાંથી મુક્તિ! આયુષ્માન કાર્ડ ધારકો ઘરે બેઠા બુક કરો OPD એપોઇન્ટમેન્ટ, જાણો આ હેલ્પલાઇન નંબર

Stock Market Holiday

શેરબજારના રોકાણકારો ધ્યાન આપો, આવતા અઠવાડિયે એક દિવસની રજા