KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હોસ્પિટલની લાંબી લાઈનમાંથી મુક્તિ! આયુષ્માન કાર્ડ ધારકો ઘરે બેઠા બુક કરો OPD એપોઇન્ટમેન્ટ, જાણો આ હેલ્પલાઇન નંબર

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે સારવાર લેવી હવે વધુ સરળ બની ગઈ છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હવે લાભાર્થીઓએ હોસ્પિટલમાં બહારના દર્દીઓની તપાસ (OPD) માટે લાંબી કતારોમાં રાહ જોવાની જરૂર રહેશે નહીં. લાભાર્થીઓ પોતાના ઘરે બેઠા જ માત્ર એક ફોન કૉલ દ્વારા હોસ્પિટલની OPD એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે.

Kuberanow DeskPublished On : 22 Nov 2026
Ayushman Bharat: Book OPD Appointments From Home Easily
Ayushman Bharat: Book OPD Appointments From Home EasilyAI

Ayushman Bharat Yojana: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે સારવાર લેવી હવે વધુ સરળ બની ગઈ છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હવે લાભાર્થીઓએ હોસ્પિટલમાં બહારના દર્દીઓની તપાસ (OPD) માટે લાંબી કતારોમાં રાહ જોવાની જરૂર રહેશે નહીં. લાભાર્થીઓ પોતાના ઘરે બેઠા જ માત્ર એક ફોન કૉલ દ્વારા હોસ્પિટલની OPD એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે.


ઘરે બેઠા OPD એપોઇન્ટમેન્ટ કેવી રીતે બુક કરવી?

એપોઇન્ટમેન્ટ બુક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે:


સૌપ્રથમ તમારે આયુષ્માન સંપર્ક હેલ્પલાઇન નંબર 1800-1800-4444 પર કૉલ કરવાનો રહેશે.


કૉલ કર્યા બાદ તમારો સંપર્ક આ યોજના હેઠળ નોંધાયેલી તમારી નજીકની હોસ્પિટલ સાથે જોડવામાં આવશે.


અહીં તમે તમારી સુવિધા મુજબનો ચોક્કસ સમય અને કયા વિભાગના (વિશેષતા) ડૉક્ટરને બતાવવું છે તે પસંદ કરીને વિલંબ કર્યા વિના એપોઇન્ટમેન્ટ નક્કી કરી શકો છો.




મોબાઇલ દ્વારા ઘરેથી જ તપાસો તમારી પાત્રતા

જો તમે આ યોજના હેઠળ લાભાર્થી છો કે નહીં તે જાણવા માંગતા હો, તો તેના માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તમે તમારા મોબાઇલમાં 'આયુષ્માન ભારત એપ્લિકેશન' ડાઉનલોડ કરીને યોજનાની પાત્રતા અંગેની વિગતો જોઈ શકો છો. આ ઉપરાંત, સત્તાવાર પોર્ટલ beneficiary.nha.gov.in ની મુલાકાત લઈને પણ તમે ઘરે બેઠા તમારું નામ અને પાત્રતા ચકાસી શકો છો.


આયુષ્માન ભારત યોજના અને ₹5 લાખ સુધીના લાભો

આર્થિક રીતે નબળા પરિવારોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી 23 સપ્ટેમ્બર, 2018 ના રોજ આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓને વાર્ષિક ₹5 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવે છે. જેમાં OPD એપોઇન્ટમેન્ટ, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, રહેવાની વ્યવસ્થા, દવાઓનો ખર્ચ, ડૉક્ટરની સલાહ અને વિવિધ ચેકઅપ સહિતના ખર્ચાઓ આવરી લેવામાં આવે છે.


70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ સુવિધા

આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ સુવિધામાં લાભાર્થીની આર્થિક સ્થિતિને બદલે માત્ર તેમની ઉંમરને ધ્યાનમાં લેવામાં આવે છે. દેશના 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો વાર્ષિક ₹5,00,000 સુધીની કેશલેસ સારવાર માટે પાત્ર ગણાય છે. આ વરિષ્ઠ નાગરિકો પણ આયુષ્માન હેલ્પલાઇન નંબર 1800-1800-4444 પર કૉલ કરીને ઘરે બેઠા પોતાની OPD એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે.


આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા સાવધાન! આ 5 ભૂલો કરશો તો અરજી થઈ જશે રિજેક્ટ


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India Poverty Reduction 2026

12 વર્ષમાં ભારતના 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા!, કેવી રીતે બદલાઈ દેશની સ્થિતિ?

ev vehicles

કારના વેચાણમાં ઘટાડો, EVએ રચ્યો ઇતિહાસ! 5 લાખનો આંકડો પાર

CCPA Action Against AirONE Robotics

ઓનલાઈન વેચાણ માટે મૂકી એન્ટી-ડ્રોન ગન! CCPAએ ફટકાર્યો ₹10 લાખનો દંડ, જાણો શું છે મામલો?

Ramayana Part 1 Box Office, Crosses ₹1,616 Cr Worldwide

બોક્સ ઓફિસ પર 'રામાયણ' ની સુનામી: વિશ્વભરમાં ₹1,616 કરોડની કમાણી, ભારતમાં નેટ કલેક્શન ₹900 કરોડને પાર

75 Lakh LPG Connections Drop First Time In 10 Years

10 વર્ષમાં પહેલી વાર ઉજ્જવલા સહિત 75 લાખ LPG ગેસ કનેક્શન ઘટ્યા! જાણો કારણ

Ramayana

રણબીર કપૂરની 'રામાયણ'ની બોક્સ ઓફિસ પર ધમાલ! 16 દિવસમાં ₹1500 કરોડથી પણ વધુની કમાણી

Stock Market Holiday

શેરબજારના રોકાણકારો ધ્યાન આપો, આવતા અઠવાડિયે એક દિવસની રજા

RBI Small Business Loans

મોટી કંપનીઓ કરતાં નાના વેપારીઓને લોન આપો!, RBI ગવર્નરે બેન્કોને આપી સલાહ