India PMI : ભારતની ફેક્ટરીઓમાં ફરી તેજી! મેન્યુફેક્ચરિંગ PMI 9 મહિનાની ટોચે
નવા ઓર્ડર અને ઉત્પાદન વધતાં મેન્યુફેક્ચરિંગ PMI 56.0 પર પહોંચ્યો, જ્યારે સર્વિસ સેક્ટરની ગતિ થોડી ધીમી પડી

ઘરેલુ ખાનગી સેક્ટરની કારોબારી પ્રવૃત્તિઓમાં નવેમ્બર 2026માં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. વિશેષરૂપે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો દેખાવ મજબૂત રહ્યો. ફેક્ટરીઓમાં ઉત્પાદન વધવા અને નવા ઓર્ડર મળવાથી મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓની ગતિ વધી હતી. પરંતુ સર્વિસ સેક્ટરનો ગ્રોથ થોડો ધીમો પડી ગયો. સોમવારે 23 નવેમ્બરે જાહેર કરાયેલા HSBCના પ્રારંભિક આંકડા મુજબ ભારતનો કોમ્પોઝિટ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) ઓક્ટોબરના 56.2થી વધીને નવેમ્બરમાં 56.3 પર પહોંચી ગયો હતો. આ ઈન્ડેક્સ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની કારોબારી પ્રવૃત્તિઓની સ્થિતિ જણાવે છે.
મેન્યુફેક્ચરિંગમાં 9 મહિનાનો સૌથી તિવ્ર ગ્રોથ
મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો દેખાવ નવેમ્બરમાં સારો રહ્યો. HSBCનો પ્રારંભિક મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરના 54.7થી વધીને નવેમ્બરમાં 56.0 પર પહોંચી ગયો, જે છેલ્લા નવ મહિનાનું સૌથી ઊંચું સ્તર પણ છે. બીજીબાજુ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન સાથે સંકળાયેલ ઈન્ડેક્સ ઓક્ટોબરના 57.0થી વધીને નવેમ્બરમાં 58.3 થઈ ગયો. PMIમાં 50થી ઉપરનું સ્તર કારોબારી પ્રવૃત્તિઓમાં વધારાના સંકેત આપે છે જ્યારે 50થી નીચેનું સ્તર ઘટાડો દર્શાવે છે.
સર્વિસ સેક્ટરની ગતિ ધીમી પડી
મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સરખામણીમાં નવેમ્બરમાં સર્વિસ સેક્ટરની ગતિ થોડી ધીમી પડી. સર્વિસ સેક્ટરનો બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ ઓક્ટોબરના 55.8થી ઘટીને નવેમ્બરમાં 55.3 પર આવી ગયો. નવેમ્બરમાં કંપનીઓને નવા ઓર્ડર મળવાની ગતિ પણ વધી. ખાનગી ક્ષેત્રમાં નવા કારોબારનો વધારો જૂન પછી સૌથી ઝડપી રહ્યો. તેમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓની મજબૂત માગનું મોટું યોગદાન રહ્યું. જોકે, સર્વિસ સેક્ટરમાં માગ વધવાની ગતિ પાછલા મહિના જેવી જ રહી. સરવેમાં સામેલ કંપનીઓએ જણાવ્યું કે બજારમાં વધુ સારી માગ અને નવા ગ્રાહકોના જોડાવાથી તેમનું વેચાણ વધ્યું છે. વિદેશથી મળનારા નવા ઓર્ડરમાં પણ સુધારો થયો. નવા એક્સપોર્ટ ઓર્ડર છેલ્લા ચાર મહિનાની સૌથી તિવ્ર ગતિએ વધ્યા. જોકે, સામાન બનાવતી કંપનીઓના નિકાસ ઓર્ડરના વધારાની ગતિ થોડી ધીમી પડી જ્યારે સર્વિસ સેક્ટરમાં નિકાસ કારોબાર ઝડપથી વધ્યો.
ફેક્ટરીઓમાં નોકરીઓ વધી
નવેમ્બરમાં ખાનગી ક્ષેત્રમાં કુલ રોજગારમાં સામાન્ય વધારો નોંધાયો હતો. મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ પાછલા સાત મહિનાની સૌથી તિવ્ર ગતિએ નવા કર્મચારીઓની ભરતી કરી. જોકે, સર્વિસ સેક્ટરનું ચિત્ર અલગ રહ્યું. અહીં લગભગ એક વર્ષમાં પહેલી વખત કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. જોકે, આ ઘટાડો સામાન્ય હતો. દરમિયાન કંપનીઓ પાસે અધૂરા કામનું પ્રમાણ સતત બીજા મહિને ઘટ્યું. તેનું મુખ્ય કારણ સર્વિસ સેક્ટરમાં પેન્ડિંગ કામ ઓછું હોવાનું હતું. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં પેન્ડિંગ ઓર્ડરમાં સામાન્ય વધારો થયો.
કંપનીઓના ખર્ચ પર વધુ દબાણ નહીં
નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ, બંને સેક્ટરોમાં ખર્ચ વધવાની ગતિ ધીમી રહી. કંપનીઓના કારોબારી ખર્ચમાં માત્ર સામાન્ય વધારો થયો. જોકે, ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ભાવમાં વધારાની ગતિ ઓક્ટોબરની સરખામણીએ આંશિક ઝડપી રહી. આમ છતાં ભાવમાં વધારાની ગતિ ઐતિહાસિક સરેરાશની સરખામણીમાં ઓછી રહી. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની કંપનીઓએ લગભગ એક સમાન ગતિએ તેમના ભાવ વધાર્યા.
HSBCનાં મુખ્ય ભારતીય અર્થશાસ્ત્રી પ્રાંજલ ભંડારી મુજબ નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરે ગતિ પકડી છે. ઉત્પાદન અને નવા ઓર્ડર બંનેમાં ગતિ આવી છે. નવા ઓર્ડર વધવાનું મુખ્ય કારણ ઘરેલુ બજારમાં મજબૂત માગ રહી. જોકે, મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા નવા નિકાસ ઓર્ડરની ગતિ થોડી ધીમી થઈ. કંપનીઓના ખર્ચ પર મોંઘવારીનું દબાણ મર્યાદિત રહ્યું, પરંતુ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

જાપાનને પાછળ રાખી ભારત બન્યું એશિયાની ત્રીજી સૌથી મોટી શક્તિ!, જાણો કયા દેશો છે આગળ

ભારતના ઓઈલ-ગેસ આયાત ખર્ચમાં 60%નો ઉછાળો! LPGની ખપત ઘટી, પેટ્રોલ-ડીઝલની માગ કેમ વધી?

20 વર્ષ પછી ઘર ચલાવવા કેટલા પૈસા જોઈએ? જાણો ફુગાવો તમારા બજેટને કેવી અસર કરશે

CII Reforms : ભારતનું $26.5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય : CIIએ બતાવ્યો નાણાકીય સુધારાનો રોડમેપ

ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરવા અનિલ અગ્રવાલનો પ્લાન, ખાનગીકરણથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી આપ્યાં સૂચનો

ભારતનું ઉદાહરણ આપી ટ્રમ્પે ફેડરલ રિઝર્વને ઘેર્યું, અમેરિકામાં વ્યાજદર ઘટાડવાની કરી માગ

અદાણી ગ્રૂપને મળ્યો 25 વર્ષનો મેગા ઓર્ડર, હવે આ રાજ્યમાં આપશે 1,750 MW વીજળી





