KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Indian Rupee : રૂપિયો 7 મહિનાની ટોચેથી ગગડ્યો, હવે ફરી ₹93ની નીચે જશે?

92.43ની મજબૂત સપાટીથી પીછેહઠ બાદ USD/INR માટે 92.22 સપોર્ટ અને 93.95 મુખ્ય રેસિસ્ટન્સ

Kuberanow DeskPublished On : 23 Nov 2026
rUPEE.png
AI Generated Image

અમેરિકન ડોલર સામે રૂપિયામાં સોમવારે તેજી જોવા મળી હતી. આ સાથે રૂપિયો સાત મહિનાની ટોચે પહોંચી ગયો હતો, પરંતુ આ તેજી ટકી શકી નહીં અને રૂપિયાએ પીછેહઠ શરૂ કરતા સતત પાંચ કારોબારી દિવસથી ચાલતી તેજી પર સોમવારે વિરામ લાગ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયો સાત મહિનાના સૌથી મજબૂત સ્તર 92.43-92.44 પ્રતિ ડોલર સુધી પહોંચ્યો હતો. ગયા સપ્તાહે મજબૂતી બતાવ્યા પછી રૂપિયો સાત મહિનાના નીચલા સ્તર 92.44ને સ્પર્શીને સ્થિર થયો હતો અને ડોલરની સરખામણીએ USD/INRની જોડી મજબૂત થઈને 92.95ના સ્તર નજીક પહોંચી હતી.


રૂપિયાની તેજી હાલ અટકતી જોવા મળી રહીછે, પરંતુ બજાર નિષ્ણાતોનું માનવું છે કે તેનું ફંડામેન્ટલ હજુ પણ મજબૂત છે. ભારતીય શૅરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs)ની સતત ખરીદી અને ભારતીય રિઝર્વ બેન્ક (RBI) તરફથી વ્યાજદર વધારવાની સંભાવનાઓથી રૂપિયાને ટેકો મળી રહ્યો છે.


FIIsની સતત ખરીદીથી રૂપિયાને ટેકો

વૈશ્વિક બજારોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓમાં વેચવાલી વચ્ચે વિદેશી રોકાણકારોનું વલણ ભારતીય શૅરબજાર તરફ વધ્યું છે. નવેમ્બરમાં અત્યાર સુધીમાં FIIs પ્રત્યેક કારોબારી દિવસે શુદ્ધ ખરીદદાર રહ્યા છે. આ સમયમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાં કુલ રૂ. 1,11,949.39 કરોડની શુદ્ધ ખરીદી કરી છે. વિદેશી મૂડીના સતત પ્રવાહથી રૂપિયાની સ્થિતિ મજબૂત થઈ છે. આ સિવાય ભારતમાં મોંઘવારી વધવાના કારણે RBI તરફથી વ્યાજદરમાં વધારની સંભાવના પણ રૂપિયા માટે સકારાત્મક માનવામાં આવે છે.


મોંઘવારી પર નિયંત્રણ માટે RBI વધારી શકે છે વ્યાજદર

વિશ્લેષકો મુજબ ભારતમાં મોંઘવારીનું દબાણ વધ્યું છે અને ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવનાકારણે મોંઘવારી દર RBIના 6 ટકાથી ઉપરની મર્યાદાને પાર કરી ગયા છે. RBI ડિસેમ્બરમાં રેપોરેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. ત્યાર બાદ 2027ના પહેલા છ માસમાં પણ 25થી 50 બેસિસ પોઈન્ટ વધુ વધારાની સંભાવના છે. તેનાથી રેપોરેટ 6થી 6.25 ટકા સુધી પહોંચી શકે છે. ઊંચા વ્યાજદર મોંઘવારીની આશાને નિયંત્રિત કરવાની સાથે ભારતીય રૂપિયાને પણ સમર્થન આપશે.


ટેકનિકલ ચાર્ટ પર USD/INRમાં હાલ નરમાઈનું વલણ બનેલું છે. આ જોડી 92.95ની આજુબાજુ કારોબાર કરી રહી છે અને તેના 20- દિવસીય એક્સપોન્શિયલ મુવિંગ એવરેજ (EMA) 93.95થી ઘણે નીચે છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (RSI-14) 27 પર પહોંચી ગયો છે, જે ઓવરસોલ્ડ સ્થિતિનો સંકેત આપે છે. તેનાથી નજીકના સમયમાં ડોલરમાં થોડી રિકવરીની સંભાવના બની શકે છે. જોકે, હજી સુધી મજબૂત તેજીના સંકેત મળ્યા નથી.


ટેકનિકલ સ્તરો મુજબ USD/INR માટે 93.95નું સ્તર મુખ્ય રેસિસ્ટન્સ છે. તેનાથી ઉપર દૈનિક બંધ મળતા ઘટાડાનું દબાણ ઘટી શકે છે. બીજીબાજુ નીચેની તરફ 92.22નું સ્તર મહત્વપૂર્ણ ટેકારૂપ સ્તર બનેલું છે. આ સ્તરની આજુબાજુ ડોલરમાં આગળની દિશા નક્કી થઈ શકે છે.


હવે આગળ કેવું રહેશે વલણ?

વિદેશી રોકાણકારોની સતત ખરીદી, ભારતીય અર્થતંત્રની મજબૂત કારોબારી પ્રવૃત્તિઓ અને RBIનો સંભવિત વ્યાજદર વધારો રૂપિયા માટે સકારાત્મક પરિબળો છે. બીજીબાજુ વૈશ્વિક ડોલરની ચાલ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં રોકાણકારોનું વલણ પણ USD/INRની દિશા પર અસર કરી શકે છે. ટેકનિકલ સંકેતો મુજબ ડોલરમાં નરમાઈ ચાલુ રહેવા પર USD/INRના 92.25ની આજુબાજુ પહોંચવાની સંભાવના છે. જોકે, ઓવરસોલ્ડ સ્થિતિના કારણે વચ્ચે વચ્ચે થોડો સુધારો પણ જોવા મળી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Forecast 2027, Goldman Sachs Sees 13% Surge

2027 ના અંત સુધીમાં સોનું કેટલું મોંઘુ થશે? ગોલ્ડમેન સૅશની મોટી આગાહી, જાણો સોના અને ચાંદીના ભાવનું ભવિષ્ય

EXPERT SPEAKS RANISHA DR.jpeg

Expert Speaks : સોના-ચાંદીમાં કડાકા પાછળ ફેડનો ડર, હવે આગળ શું થશે?

Morgan Stanley Metal Outlook: Gold, Copper & Aluminum

સોના-ચાંદી, તાંબુ અને એલ્યુમિનિયમના ભાવમાં ઘટાડા વચ્ચે મોર્ગન સ્ટેન્લીનો મોટો રિપોર્ટ, જાણો આગળ શું થશે?

Crude Iran.png

Crude Oil Prices : અમેરિકા-ઈરાન તણાવ છતાં ક્રૂડ સસ્તું, બ્રેન્ટ $92થી નીચે, આગળ શું થશે?

 Gold-Silver Price

Gold-Silver Price: 14 મહિનાના તળિયેથી સોનામાં સુધારો, ચાંદીમાં પણ તેજી

How Gold Prices Are Calculated In India

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે? આંતરરાષ્ટ્રીય માર્કેટથી લઈને GST અને મેકિંગ ચાર્જ સુધીનું સંપૂર્ણ ગણિત સમજો

PM Mod Appeal.png

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, જનતાએ કેટલી માની વાત? જાણો આંકડાઓનું સત્ય

Gold Drops ₹57,500 From Peak, Yet Remains Expensive

Gold Price Today: સોનું ₹57,500 સસ્તું થયું છતાં હજુ પણ મોંઘું! 2024 થી અત્યાર સુધીનો ચોંકાવનારો હિસાબ