Gold Testing : સોનાની શુદ્ધતા પર સવાલ! BIS હવે કડક કરશે ટેસ્ટિંગ સિસ્ટમ
દેશની 4,000 બિન-નોંધણીકૃત રિફાઈનરીઓ પર નજર, ભેળસેળ પકડવા ટેસ્ટિંગ માપદંડો અપગ્રેડ કરવાની તૈયારી

દેશના સર્રાફા બજારમાં સોનામાં રેનિયમ, ટંગસ્ટન અને ઈરિડિયમ જેવી ભારે ધાતુઓની ભેળસેળની આશંકાએ હડકંપ મચાવી દીધો છે. આ ગંભીર મુદ્દા પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ગોલ્ડ પેનલે ઉદ્યોગ જગતના સંગઠનો સાથે વિશેષ વર્ચ્યુઅલ બેઠક કરી હતી. લગભગ 3 કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં દેશની હોલમાર્કિંગ વ્યવસ્થા, વર્તમાન તપાસ મશીનોની ક્ષમતા અને રિફાઈનિંગ પ્રક્રિયાની ખામીઓ પર વિસ્તારથી ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં BISએ સ્પષ્ટ કહ્યું કે, જે રેનિયમ, ઈરેડિયમ, રુથેનિયમ જેવી ધાતુઓના પાઉડરની ભેળસેળ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે તેમના પર કાર્યવાહી થશે. આવી વસ્તુઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાશે. આ વસ્તુઓની ભેળસેળ કરતું કોઈ પકડાશે તો તેનું લાઈસન્સ રદ કરી દેવાશે. જોકે, BIS તરફથી હજુ સુધી કોઈ નવા નિયમનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું નથી, પરંતુ બેઠકમાં ઉઠેલા ટેકનિકલ સવાલો અને ઉદ્યોગ સંગઠનોના દબાણે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી દિવસોમાં સોનાની તપાસની સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે.
તપાસ મશીનોની ક્ષમતાની સમીક્ષા
સોનામાં ભેળસેળની આ નવી રીત પારંપરીક રીતોથી બિલકુલ અલગ છે. રેનિયમ અને ટંગસ્ટન જેવી ધાતુઓનું ઘનત્વ સોનાના લગભગ સમકક્ષ હોય છે. આ કારણ છે કે સામાન્ય તપાસમાં તેને પકડવી મુશ્કેલ હોય છે. બેઠકમાં એ બાબત પર સૌથી વધુ ભાર અપાયો કે માન્યતા પ્રાપ્ત હોલમાર્કિંગ કેન્દરોમાં લાગેલી એક્સઆરએફ (XRF) મશીનો અને અન્ય પારંપરિક ઉપકરણ આ પ્રકારની ઉચ્ચ ટેકનિકવાળી ભેળસેળને પકડવામાં કેટલી સક્ષમ છે.
ટેનિકલ પાસા પર BISને સવાલ
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (GJEPC)એ આ બાબતે વૈજ્ઞાનિક પાસા પર BIS પાસેથી ખુલાસો માગ્યો છે. પરિષદનું કહેવું છે કે રેનિયમ પાઉડરનું ગલનાંક 3,100 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે, જ્યારે સોનાના ઘરેણાં 1,050થી 1,100 ડિગ્રી સેલ્સિયસ પર તૈયાર થાય છે. એવામાં શું રેનિયમનો ઉપયોગ હકીકતમાં સોનાનું વજન વધારવા માટે કરી શકાય છે તેની વૈજ્ઞાનિક પુષ્ટી થવી અત્યંત જરૂરી છે.
4,000 નોંધણી વિનાની રિફાઈનરીઓ પર નિશાન
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)એ BIS સામે કેટલાક ચોંકાવનારા આંકડા રજૂ કર્યા. એસોસિએશને જણાવ્યું કે, દેશમાં માત્ર 63 રિફાઈનરીઓ જ બીઆઈએસમાં રજિસ્ટર્ડ છે જ્યારે અંદાજે 4,000 રિફાઈનરીઓ કોઈપણ સરકારી નિરીક્ષણ વિના ચાલી રહી છે. આ કેન્દ્ર માત્ર સોનું પીગાળવાનું કામ કરે છે, જેનાથી ઓછી શુદ્ધતાવાળું સોનું બજારમાં પહોંચી બાર, સિક્કા અને ઘરેણાંનું સ્વરૂપ લે છે. આ સિવાય IBJAએ કેટલાક ઝવેરીઓ અને હોલમાર્કિંગ કેન્દરોની મિલીભગત, નકલી શુદ્ધતા રિપોર્ટ અને BIS Care App પર જોવા મળતા HUID ડેટાની ગડબડો પર પણ આકરી કાર્યવાહીની માગ કરી.
બુલિયનનું પણ હોલમાર્કિંગ જરૂરી
IBJAનું કહેવું છેકે જે રીતે ઘરેણાંનું હોલમાર્કિંગ થાય છે તે જ રીતે બુલિયનનું પણ હોલમાર્કિંગ થવું જોઈએ. IBJAના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ સવાલ ઊભા કર્યા કે બે ગ્રામની જ્વેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત હોય તો એક કિલોનું બુલિયન હોલમાર્ક વિના કેવી રીતે વેચાઈ રહ્યું છે? તેમનું કહેવું છે કે સોનું ગાળવાની અને પ્રક્રિયા કરવાનું કામ કરતી બિન-નોંધણીકૃત રિફાઈનરીઓને નિયામકીય દાયરામાં લાવવી જોઈએ. IBJA સોનાની શુદ્ધતાની તપાસ કરવા માટે મોબાઈલની કદની AI અનેબલ્ડ ટેસ્ટિંગ મશીન પર પણ કામ કરી રહી છે, જેને ટૂંક સમયમાં જ બજારમાં લાવવામાં આવશે.
નિયમોમાં કડકાઈની તૈયારી
આ બેઠકમાં BIS પેનલ અને હિતધારકો વચ્ચે એ બાબત પર સહમતી બની કે વર્તમાન પરીક્ષણ માપદંડોને આધુનિક બનાવવાની જરૂર છે. ઉદ્યોગ સંગઠનોએ માગ કરી કે હોલમાર્કિંગ કેન્દ્રો અને જ્વેલરી શોરૂમ પર આકસ્મિક નિરીક્ષણ અને સેમ્પલ ટેસ્ટિંગ વધારવામાં આવે. સાથે જ ઝવેરીઓને સલાહ અપાઈ કે તેઓ મેન્યુફેક્ચરર્સ પાસેથી સોનું ખરીદતી વખતે પોતાની આંતરિક ગુણવત્તા તપાસને મજબૂત કરે અને શંકા જતા ધાતુને પીગાળીને તપાસે. BIS પેનલે સ્વીકાર્યું કે, વર્તમાન પરીક્ષણ માપદંડો અને ઉપકરણોને અપગ્રેડ કરવા જરૂરી છે જેથી કોઈપણ શંકાસ્પદ ધાતુની ઓળખ સુનિશ્ચિત થઈ શકે.
ગ્રાહકોને વિશ્વાસ જાળવી રાખવાની અપીલ
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)એ ગ્રાહકોને વિશ્વાસ જાળવી રાખવાની અપીલ કરી છે. GJCના અધ્યક્ષ રાજેશ રોકડેએ કહ્યું કે, અમે સંપૂર્ણ ઝવેરાત ઉદ્યોગ અને બધા જ સોના ખરીદદારોને આશ્વસ્ત કરવા માગીએ છીએ કે ગભરાવાની કોઈ જરૂર નથી. BIS આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. ભેળસેળ અથવા ગેરરીતીનો કોઈપણ કેસ સાબિત થા દોષિતો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે.
GJCના ઉપાધ્યક્ષ અવિનાશ ગુપ્તાએ કહ્યું કે, ભારતીય ઘરેણાં ઉદ્યોગની સાખ પેઢીઓથી વિશ્વાસ અને પારદર્શિતા પર ટકી છે. કેટલાક રિપોર્ટો અથવા અફવાઓથી ગ્રાહકોનો વિશ્વાસ ઓછો ના થવો જોઈએ. બધા ઝવેરીઓએ BIS નિયમોનું કડકાઈથી પાલન કરવું જોએ. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી નવા માપદંડો લાગુ નહીં થાય, ગ્રાહકોએ પોતે સાવધ રહેવં પડશે. સોનું ખરીદતી વખતે BIS Care App પર 6 અંકોના HUID નંબરની તપાસ જરૂર કરો, માત્ર પ્રતિષ્ઠિત શોરૂમથી જ ખરીદી કરો અને કેરેટ તથા શુદ્ધ વજનની સ્પષ્ટ વિગતોવાળું પાક્કુ જીએસટી બીલ જરૂર લો.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ગુજરાતમાં 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ મળશે ₹8,780

Silver Price Today: ચાંદીમાં શાનદાર રિકવરી, જાણો આજના નવા ભાવ

મોંઘવારી પર લગામ કસવા સરકારનો મોટો પ્લાન: નોન-બાસમતી ચોખાની નિકાસ પર 30% ડ્યુટી કે MEP લાગુ થવાની શક્યતા

2027 ના અંત સુધીમાં સોનું કેટલું મોંઘુ થશે? ગોલ્ડમેન સૅશની મોટી આગાહી, જાણો સોના અને ચાંદીના ભાવનું ભવિષ્ય

Indian Rupee : રૂપિયો 7 મહિનાની ટોચેથી ગગડ્યો, હવે ફરી ₹93ની નીચે જશે?

Expert Speaks : સોના-ચાંદીમાં કડાકા પાછળ ફેડનો ડર, હવે આગળ શું થશે?

સોના-ચાંદી, તાંબુ અને એલ્યુમિનિયમના ભાવમાં ઘટાડા વચ્ચે મોર્ગન સ્ટેન્લીનો મોટો રિપોર્ટ, જાણો આગળ શું થશે?





