KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીય અર્થતંત્ર માટે ઍલર્ટ: S&Pએ વિકાસદરનો અંદાજ ઘટાડ્યો, મોંઘવારી અને નબળા ચોમાસાથી વધશે ચિંતા

ભારતીય અર્થતંત્રના વિકાસદરને લઈને ગ્લોબલ રેટિંગ એજન્સી S&P Global Ratingsએ મહત્વપૂર્ણ અંદાજ જાહેર કર્યો છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2027-28 માટે ભારતનો GDP ગ્રોથ અંદાજ 7.2%થી ઘટાડીને 7% કર્યો છે.

Kuberanow DeskPublished On : 23 Nov 2026
India GDP Growth Forecast
S&P Global RatingsAI Image

India GDP Growth Forecast: ભારતના અર્થતંત્રની વૃદ્ધિ આગામી સમયમાં થોડી ધીમી પડી શકે છે. ગ્લોબલ રેટિંગ એજન્સી S&P Global Ratingsએ સોમવારે (23 નવેમ્બર) જાહેર કરેલા અહેવાલમાં નાણાકીય વર્ષ 2027-28 માટે દેશનો GDP વિકાસદરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે. એજન્સીએ વધતી મોંઘવારી, નબળા ચોમાસાની અસર અને ઉત્પાદન ખર્ચમાં વધારાને આર્થિક વિકાસ માટે મુખ્ય પડકાર ગણાવ્યા છે.


S&Pના રિપોર્ટ અનુસાર, ભારત અને વિયેતનામ 2027માં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રો બની શકે છે. એજન્સીનો અંદાજ છે કે 2026માં આ ક્ષેત્રનો આર્થિક વિકાસ દર 4.8 ટકા રહેશે, અને 2027માં ઘટીને 4.4 ટકા થઈ શકે છે. દરમિયાન, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું અર્થતંત્ર 7.8 ટકાના દરે વધ્યું.


નિકાસ અને સ્થાનિક માગથી અર્થતંત્રને ટેકો

ચાલુ નાણાકીય વર્ષની જૂન અને સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન મજબૂત નિકાસ, સરકારી રોકાણ અને સ્થાનિક માગને કારણે ભારતની આર્થિક પ્રવૃત્તિઓને ટેકો મળ્યો હતો. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ સામાન અને કેમિકલ્સની નિકાસમાં સારો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત લોકોના વપરાશ ખર્ચ અને ધિરાણની માગમાં થયેલા વધારાએ પણ અર્થતંત્રને મજબૂતી આપી હતી.


મોંઘવારી ફરી વધવાની ચિંતા

ઓક્ટોબર 2026માં ભારતનો છૂટક મોંઘવારી દર આશરે 6.1 ટકા રહ્યો હતો. આ દર RBIના 2 ટકાથી 6 ટકાના નિર્ધારિત દાયરાની ઉપર છે. S&Pના અંદાજ મુજબ, FY 2026-27માં સરેરાશ છૂટક મોંઘવારી 5.3 ટકા રહી શકે છે. જ્યારે FY 2027-28માં તે ઘટીને 4.7 ટકા થવાની શક્યતા છે. કંપનીઓ માટે કાચો માલ અને અન્ય ઉત્પાદન સામગ્રી મોંઘી થઈ રહી છે. જો કંપનીઓ વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખે તો વિવિધ વસ્તુઓ અને સેવાઓના ભાવ વધી શકે છે.


નબળા ચોમાસાથી ખાદ્યપદાર્થોના ભાવ વધી શકે

S&Pએ ચોમાસાની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. એજન્સીના જણાવ્યા મુજબ, નબળા વરસાદ, જળાશયોમાં ઘટતા પાણીના સ્તર અને અલ નીનોની અસરથી કૃષિ ઉત્પાદનને નુકસાન થવાની આશંકા છે. આ પરિસ્થિતિ ચાલુ વર્ષની ખરીફ સિઝન ઉપરાંત આગામી રવી પાકને પણ અસર કરી શકે છે. ખેતી પર નકારાત્મક અસર થાય તો ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જોકે, આ એક જોખમનું મૂલ્યાંકન છે, પાકને ચોક્કસ કેટલું નુકસાન થશે તેવો અંદાજ અહેવાલમાં આપવામાં આવ્યો નથી.


RBI ડિસેમ્બરમાં રેપો રેટ વધારશે?

મોંઘવારીનું દબાણ વધતાં RBIની નાણાકીય નીતિમાં ફેરફાર થવાની શક્યતા S&Pએ વ્યક્ત કરી છે.એજન્સીના અંદાજ મુજબ, RBI ડિસેમ્બર 2026માં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો કરી શકે છે. વર્ષ 2027ની શરૂઆતમાં પણ વ્યાજદરમાં વધુ એક વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. FY27 અને FY28ના અંત સુધીમાં નીતિગત વ્યાજદર 6 ટકા રહી શકે છે. જ્યારે FY29માં તે ઘટીને 5.5 ટકા થવાની શક્યતા છે.


ડોલર સામે રૂપિયો નબળો પડશે

S&P એ રૂપિયાના વધુ નબળા પડવાની આગાહી કરી છે. એજન્સીના મતે, નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધીમાં રૂપિયો 94.5 પ્રતિ ડોલર સુધી નબળો પડી શકે છે અને નાણાકીય વર્ષ 2027-28ના અંત સુધીમાં 96 પ્રતિ ડોલર સુધી પહોંચી શકે છે.નાણાકીય વર્ષ 2025-26ના અંતે,રૂપિયો 91.5 પ્રતિ ડોલર હતો.


વૈશ્વિક અર્થતંત્ર પણ ઘણાં જોખમોનો સામનો કરી રહ્યું છે. S&P એ AI-સંબંધિત રોકાણમાં તીવ્ર ઘટાડો, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઊંચા ઉર્જા ભાવને મુખ્ય ચિંતાઓ ગણાવ્યા છે. વધુમાં, વિશ્વભરમાં વ્યાજ દર લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે. એજન્સીનો અંદાજ છે કે 2027માં બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ 85 પ્રતિ ડોલર બેરલ હોઈ શકે છે, જે 2026 માં અત્યાર સુધી 97 પ્રતિ ડોલર બેરલ હતો.


આ પણ વાંચો: મોંઘવારી પર લગામ કસવા સરકારનો મોટો પ્લાન: નોન-બાસમતી ચોખાની નિકાસ પર 30% ડ્યુટી કે MEP લાગુ થવાની શક્યતા

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

PMI

India PMI : ભારતની ફેક્ટરીઓમાં ફરી તેજી! મેન્યુફેક્ચરિંગ PMI 9 મહિનાની ટોચે

Asia Power Index 2026

જાપાનને પાછળ રાખી ભારત બન્યું એશિયાની ત્રીજી સૌથી મોટી શક્તિ!, જાણો કયા દેશો છે આગળ

India Oil and Gas Import Bill

ભારતના ઓઈલ-ગેસ આયાત ખર્ચમાં 60%નો ઉછાળો! LPGની ખપત ઘટી, પેટ્રોલ-ડીઝલની માગ કેમ વધી?

How 6% Inflation Turns ₹1 Lakh Expense Into ₹3.21 Lakh

20 વર્ષ પછી ઘર ચલાવવા કેટલા પૈસા જોઈએ? જાણો ફુગાવો તમારા બજેટને કેવી અસર કરશે

CII Reforms.png

CII Reforms : ભારતનું $26.5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય : CIIએ બતાવ્યો નાણાકીય સુધારાનો રોડમેપ

Anil Agarwal on Privatisation

ભારતની અર્થવ્યવસ્થા મજબૂત કરવા અનિલ અગ્રવાલનો પ્લાન, ખાનગીકરણથી લઈને સ્ટાર્ટઅપ્સ સુધી આપ્યાં સૂચનો

Donald Trump US Economy

ભારતનું ઉદાહરણ આપી ટ્રમ્પે ફેડરલ રિઝર્વને ઘેર્યું, અમેરિકામાં વ્યાજદર ઘટાડવાની કરી માગ

Adani Energy Solutions Order

અદાણી ગ્રૂપને મળ્યો 25 વર્ષનો મેગા ઓર્ડર, હવે આ રાજ્યમાં આપશે 1,750 MW વીજળી