મોંઘવારી પર લગામ કસવા સરકારનો મોટો પ્લાન: નોન-બાસમતી ચોખાની નિકાસ પર 30% ડ્યુટી કે MEP લાગુ થવાની શક્યતા
દેશના સ્થાનિક બજારમાં મધ્યમ વર્ગ માટે ઉકડા અને ટુકડા ચોખાનો પૂરતો પુરવઠો જળવાઈ રહે અને ભાવ કાબૂમાં રહે તે માટે કેન્દ્ર સરકાર નોન-બાસમતી ચોખાની નિકાસ પર 30% ડ્યુટી અથવા મિનીમમ એક્સપોર્ટ પ્રાઇસ (MEP) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. જોકે, વિદેશી હુંડિયામણની આવક જાળવી રાખવા બાસમતી ચોખાની નિકાસ પર કોઈ નિયંત્રણ મૂકવાની દરખાસ્ત નથી.

Non Basmati Rice Export: ઇથેનોલ ઉત્પાદનમાં ચોખાના વપરાશ પર નિયંત્રણો મૂક્યા બાદ હવે કેન્દ્ર સરકાર અગમચેતીના ભાગરૂપે નોન-બાસમતી ચોખાની નિકાસ પર કડક પગલાં લેવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર નોન-બાસમતી ચોખાની નિકાસ પર 30% જેટલી એક્સપોર્ટ ડ્યુટી લગાવી શકે છે. આ ઉપરાંત, જો જરૂર જણાશે તો સરકાર મિનીમમ એક્સપોર્ટ પ્રાઇસ (MEP) નક્કી કરશે અને તેમ છતાં સ્થાનિક બજારમાં ભાવ વધવાની ભીતિ રહેશે તો નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે. જોકે, દેશને વિદેશી હુંડિયામણની પણ જરૂર હોવાથી બાસમતી ચોખાની નિકાસ પર કોઈપણ પ્રકારના નિયંત્રણો મૂકવાની હાલ કોઈ દરખાસ્ત નથી.
અલ નિનો અને રવિ વાવેતરની ચિંતા વચ્ચે અગમચેતીના પગલાં
વાશી APMC સ્થિત અનાજ અને કઠોળના દલાલ તેમજ માર્કેટ એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાના જણાવ્યા મુજબ, ભારતમાં મોટાભાગના ખરીફ પાકો પર અલ નિનોની અસર જોવા મળી છે. આ ઉપરાંત, પાણીના અભાવે ઘઉં, મકાઈ અને ચણા જેવા રવિ પાકોના વાવેતર પર પણ અસર પડવાની સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક બજારમાં અનાજનો પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર નોન-બાસમતી ચોખાની નિકાસ પર નિયંત્રણો મૂકવા વિચારી રહી છે. જો સરકાર મિનીમમ એક્સપોર્ટ પ્રાઇસ (MEP) નક્કી કરે, તો તેનાથી નીચા ભાવે નિકાસ અટકી જશે અને સ્થાનિક બજારમાં ભાવ સ્થિર થશે.
તબક્કાવાર અને ટૂંકાગાળાના નિયંત્રણોની શક્યતા
દિવાળીના તહેવારો પહેલા જ્યારે ઇથેનોલમાં ચોખાના વપરાશ અને સ્ટોક ડિક્લેરેશન અંગે નિર્ણયો લેવાયા હતા, તે સમયે જ ઇન્ટર-મિનિસ્ટ્રીયલ સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી, પરંતુ નિર્ણય પાછળથી લેવાનું નક્કી કરાયું હતું. ચોખાની નિકાસમાંથી ભારતને વિદેશી હુંડિયામણની મોટી આવક થતી હોવાથી સરકાર આ અંગે તબક્કાવાર નિર્ણય લે તેવી શક્યતા છે, અને આ પ્રકારના નિયંત્રણો ટૂંકાગાળાના હોઈ શકે છે.
25% થી વધુ ડ્યુટી લાગે તો જ નિકાસ પર અસર થશે
ચોખાના નિકાસકારોના સપ્લાયર અને વાશી APMC ના હોલસેલ વેપારી વિલાસ કારાણીએ જણાવ્યું હતું કે જો સરકાર માત્ર 20% ડ્યુટી લગાવે તો પણ થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશોની સરખામણીમાં ભારતીય ચોખાના ભાવ નીચા રહી શકે છે. તેથી, જો 25% થી વધુ ડ્યુટી લગાવવામાં આવે તો જ નિકાસ પર તેની વાસ્તવિક અસર જોવા મળશે. દેશમાં મધ્યમ વર્ગ દ્વારા ઉકડા અને ટુકડા ચોખાનો વપરાશ સૌથી વધુ થતો હોવાથી, સરકાર આ ચોખાના ભાવ અને પુરવઠો નિયંત્રણમાં રાખવા પ્રયત્નશીલ છે.
આ પણ વાંચોઃ 2027 ના અંત સુધીમાં સોનું કેટલું મોંઘુ થશે? ગોલ્ડમેન સૅશની મોટી આગાહી, જાણો સોના અને ચાંદીના ભાવનું ભવિષ્ય
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

2027 ના અંત સુધીમાં સોનું કેટલું મોંઘુ થશે? ગોલ્ડમેન સૅશની મોટી આગાહી, જાણો સોના અને ચાંદીના ભાવનું ભવિષ્ય

Indian Rupee : રૂપિયો 7 મહિનાની ટોચેથી ગગડ્યો, હવે ફરી ₹93ની નીચે જશે?

Expert Speaks : સોના-ચાંદીમાં કડાકા પાછળ ફેડનો ડર, હવે આગળ શું થશે?

સોના-ચાંદી, તાંબુ અને એલ્યુમિનિયમના ભાવમાં ઘટાડા વચ્ચે મોર્ગન સ્ટેન્લીનો મોટો રિપોર્ટ, જાણો આગળ શું થશે?

Crude Oil Prices : અમેરિકા-ઈરાન તણાવ છતાં ક્રૂડ સસ્તું, બ્રેન્ટ $92થી નીચે, આગળ શું થશે?

Gold-Silver Price: 14 મહિનાના તળિયેથી સોનામાં સુધારો, ચાંદીમાં પણ તેજી

ભારતમાં સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે? આંતરરાષ્ટ્રીય માર્કેટથી લઈને GST અને મેકિંગ ચાર્જ સુધીનું સંપૂર્ણ ગણિત સમજો





