Crypto Market : Bitcoinમાં બે વર્ષના તળિયેથી જોરદાર ઉછાળો, $61,000ની ઉપર વાપસી
Bitcoinમાં $55,252ના બે વર્ષના નીચલા સ્તર બાદ રિકવરી, પરંતુ Extreme Fear વચ્ચે રોકાણકારોની ચિંતા યથાવત્

Bitcoinના ભાવમાં ભારે ઘટાડા બાદ રિકવરીના સંકેત જોવા મળી રહ્યા છે. ગયા સપ્તાહે શુક્રવારે દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી Bitcoin 60,000 ડોલરની નીચે ગગડી હતી. જ્યારે શનિવારે તે અંદાજે 55,252 ડોલર સુધી પહોંચી ગઈ હતી, જે બે વર્ષનું નીચલું સ્તર હતું. પરંતુ 23 નવેમ્બરે સોમવારે બિટકોઈન ફરી 61,000 ડોલરની ઉપર કારોબાર કરતી જોવા મળી હતી. જોકે, ક્રીપ્ટો ફીયર એન્ડ ગીયર ઈન્ડેક્સ હજુ પણ એક્સટ્રીમ ફીયર ઝોનમાં છે.
બિટકોઈનમાં ઘટાડા બાદ થઈ રીકવરી
23 નવેમ્બરને સોમવારે બિટકોઈન અંદાજે 61,493 ડોલર પર કારોબાર કરી રહી હતી. છેલ્લા 24 કલાકમાં તેની કિંમત 2.32 ટકા વધી. તેનું માર્કેટ કેપ 2.43 ટકા વધીને 1.23 ટ્રિલિયન ડોલર રહ્યું. જ્યારે ટ્રેડિંગ વોલ્યુમ 25.69 ટકા ઘટીને 26.76 અબજ ડોલર પર આવી ગયું. આ સમયમાં કુલ ક્રિપ્ટો માર્કેટ કેપિટલાઈઝેશન પણ 2.4 ટકા વધીને અંદાજે 2.1 ટ્રિલિયન ડોલરે પહોંચી ગયું. જોકે, 24 કલાકનું ટ્રેડિંગ વોલ્યુમ ઘટીને 58.8 અબજ ડોલર રહ્યું.તેનાથી સંકેત મળે છે કે ભાવમાં સુધારા છતાં બજારમાં ખરીદીની મજબૂતી અંગે હજુ પણ વિશ્વાસ નથી. કોઈન માર્કેટ કેપના ફીયર એન્ડ ગ્રીડ ઈન્ડેક્સ મુજબ બજારનું સેન્ટિમેન્ટ 9ના સ્તર પર હતું. તે એક્સટ્રીમ ફીયરની સ્થિતિ દર્શાવે છે. એટલે કે ભાવમાં સુધારા છતાં રોકાણકારો ચિંતિત છે.
ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડાનું કારણ
ક્રિપ્ટો માર્કેટમાં નરમાઈ પાછળ અનેક વૈશ્વિક પરીબળોની ભૂમિકા રહી. તેમાં રિસ્કવાળી સંપત્તિઓ અંગે રોકાણકારોની સાવધાની, વધતો ઊધાર ખર્ચ અને અમેરિકામાં સંભવિત નિયમનકારી ફેરફારો અંગે અનિશ્ચિતતા સામેલ છે. આ સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીઓને ભારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને ફ્યુચરમાં પ્રોફિટ કમાવાની ક્ષમતા અંગે ચિંતાઓએ બજારને જોખમવાળા રોકાણ વિકલ્પ પર દબાણ વધાર્યું.
સંસ્થાગત રોકાણકારોનું વલણ પણ સાવચેતીપૂર્ણ છે. અમેરિકન સ્પોટ બિટકોઈન અને ઈથેરિયમ ETFsથી સતત રોકાણ એક્ઝિટે બજારની ધારણાને નબળી કરી છે. ઉપલબ્ધ રિપોર્ટિંગ મુજબ સાત દિવસમાં સ્પોટ બિટકોઈન ETFsથી અંદાજે 1.89 અબજ ડોલર અને ઈથેરિયમ ઈટીએફથી લગભગ 407.4 મિલિયન ડોલરનો નેટ આઉટફ્લો નોંધાયો હતો.
Ethereum અને અન્ય ક્રિપ્ટોકરન્સીના હાલ
બિટકોઈનની સાથે અન્ય મોટી ક્રિપ્ટોકરન્સી ઈથેરિયમમાં પણ હળવી રીકવરી જોવા મળી. તેનો ભાવ 1.77 ટકા વધીને 1,723.64 ડોલર રહ્યો અને માર્કેટ કેપ અંદાજે 210.7 અબજ ડોલર પર પહોંચી ગઈ. અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં BNBનો ભાવ 1.56 ટકા વધીને 556.81 ડોલર રહ્યો. બીજીબાજુ Tether અંદાજે 0.9986 ડોલર અને USDC લગભગ 0.9998 ડોલર પર કારોબાર કરી રહ્યા હતા. Solana અને Chainlinkમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સુધારો નોંધાયો હતો. જ્યારે XRP અને TRONમાં હળવો ઘટાડો જોવા મળ્યો હતો.
બિટકોઈન અને ઈથેરિયમ માટે મહત્વના સ્તર
ડેલ્ટા એક્સચેન્જના રિસર્ચ એનાલિસ્ટ રિયા સહગલ મુજબ બિટકોઈન માટે 60,600 ડોલરથી 61,200 ડોલરનો દાયરો તાત્કાલિક રેસિસ્ટન્સ છે. તેનાથી ઉપર 62,900 ડોલર આગામી મહત્વનું સ્તર હોઈ શકે છે. બીજીબાજુ 58,000 ડોલરથી 59,000 ડોલરનો દાયરો સપોર્ટ તરીકે જોવા મળે છે.
WazirXના સ્થાપક નિશ્ચલ શેટ્ટીએ બિટકોઈન માટે 60,500-61,000 ડોલરને તાત્કાલિક સપોર્ટ અને 62,500-63,300 ડોલરને રેસિસ્ટન્સ ગણાવ્યું છે. ઈથેરિયમ માટે સહગલે 1,600-1,650 ડોલરને સપોર્ટ અને 1,720-1730 તથા 1,770ને રેસિસ્ટન્સ ગણાવ્યું છે. Mudrexના બિઝનેસ હેડ પ્રતીક ગુપ્તા મુજબ ઈતિહાસમાં આવા તિવ્ર કડાકાઓ પછી કેટલાક સપ્તાહમાં 15-40 ટકા સુધીની રિકવરી જોવા મળી છે. જોકે, આ ઐતિહાસિક પેટર્ન છે અને તેનાથી ભવિષ્યમાં પણ આટલી જ તેજી આવવાની ગેરેન્ટી મળતી નથી.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Bank Niftyમાં 2,000થી વધુ પોઈન્ટનો કડાકો, બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી

Closing Bell: શેરબજારમાં ભારે કડાકો, Sensex 1,483.72 પોઈન્ટ અને Nifty 450.95 પોઈન્ટ તૂટ્યો

Stock Market | 23 November: BSE Sensex 1,484 થી પોઇન્ટ ઘટીને બંધ, નિફ્ટીએ પણ 25350ની સપાટી તોડી

IPO This Week: રોકાણકારો થઈ જાઓ તૈયાર, આ સપ્તાહે 3 કંપનીઓના IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે

ટાટા સ્ટીલ ડીલના અહેવાલ બાદ આ કંપનીનો સ્ટોક ધડામ, 20 મિનિટમાં ₹8,000 કરોડ ધોવાયા

રોકાણકારોની પહેલી પસંદ બન્યો આ શેર, 3 મોટા ઓર્ડર મળતા ભાવમાં 6%નો ઉછાળો

Stocks In News | 23 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે





