Silver Price Today: ચાંદીમાં શાનદાર રિકવરી, જાણો આજના નવા ભાવ
ગયા અઠવાડિયે લગભગ 16%ના ઘટાડા બાદ ચાંદીના ભાવમાં ફરી જોરદાર તેજી જોવા મળી છે. સોમવારે MCX પર ચાંદી 4.32% વધીને ₹1,54,205 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. આંકડા મુજબ 24 નવેમ્બરે દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ચાંદીનો ભાવ ₹1,74,900 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે.

Silver Price Today: ચાંદીના ભાવમાં ગયા અઠવાડિયે આવેલા મોટા ઘટાડા બાદ હવે રિકવરી જોવા મળી છે. સોમવારે MCX પર ચાંદીનો ભાવ 4.32% વધીને ₹1,54,205 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉના ટ્રેડિંગ સેશન એટલે કે 20 નવેમ્બરે ચાંદી ₹1,47,813 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. ચાંદીનો ભાવ 5.4% વધીને $43.37 પ્રતિ ઔંસ થયો હતો. જોકે, અગાઉના અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી લગભગ 16% ઘટી હતી.
Nvidia CEOની વાપસી બાદ બજારમાં બદલાયું સેન્ટિમેન્ટ
ચાંદીના ભાવમાં આવેલી તેજી પાછળ વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટમાં આવેલા ફેરફારની પણ અસર જોવા મળી છે. Nvidiaના CEO પદ પર જેન્સન હુઆંગની વાપસી બાદ વૈશ્વિક બજારમાં જોખમ લેવાની વૃત્તિ મજબૂત થઈ હતી. આ બદલાવની અસર સોના અને અન્ય ધાતુઓના ભાવ પર પણ જોવા મળી છે. ભારે ઘટાડા બાદ ચાંદીમાં સોમવારે ઝડપી રિકવરી નોંધાઈ હતી.
અમદાવાદ સહિત આ શહેરોમાં ₹1,74,900 ભાવ
24 નવેમ્બરે દેશના અનેક મોટા શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ સમાન રહ્યો છે.

આગળ ચાંદીના ભાવમાં ફરી ઘટાડો આવશે?
આગળના સમયમાં ચાંદીના ભાવ પર વૈશ્વિક મોનેટરી પોલિસીની અસર રહી શકે છે. રોકાણકારો હજુ પણ અમેરિકાની મોનેટરી પોલિસીને લઈને સાવધ છે. ફેડ ન્યૂયોર્કના પ્રેસિડેન્ટ જૉન વિલિયમ્સે સોમવારે જણાવ્યું હતું કે વધતી મોંઘવારીને નિયંત્રણમાં લેવા માટે સેન્ટ્રલ બેન્કે હજુ ઘણું કામ કરવાનું છે. બજારમાં ડિસેમ્બરની ફેડ બેઠકમાં વધુ એક વ્યાજદર વધારાની શક્યતા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ ચીનની ગોલ્ડ ખરીદીથી મેટલ્સને સપોર્ટ મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધી ચીનની ગોલ્ડ ઈમ્પોર્ટ વેલ્યુ $209 બિલિયન સુધી પહોંચી હોવાનું જણાવાયું છે. આ પરિબળોને કારણે આગામી સમયમાં ચાંદીના ભાવમાં ફરી ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: Nvidiaમાં જેન્સેન હુઆંગની વાપસીથી શેર 36% સુધી ઉછળ્યો, સોના અને બિટકોઈનમાં પણ તેજી
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ગુજરાતમાં 30 નવેમ્બરથી ટેકાના ભાવે મગની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ મળશે ₹8,780

Gold Testing : સોનાની શુદ્ધતા પર સવાલ! BIS હવે કડક કરશે ટેસ્ટિંગ સિસ્ટમ

મોંઘવારી પર લગામ કસવા સરકારનો મોટો પ્લાન: નોન-બાસમતી ચોખાની નિકાસ પર 30% ડ્યુટી કે MEP લાગુ થવાની શક્યતા

2027 ના અંત સુધીમાં સોનું કેટલું મોંઘુ થશે? ગોલ્ડમેન સૅશની મોટી આગાહી, જાણો સોના અને ચાંદીના ભાવનું ભવિષ્ય

Indian Rupee : રૂપિયો 7 મહિનાની ટોચેથી ગગડ્યો, હવે ફરી ₹93ની નીચે જશે?

Expert Speaks : સોના-ચાંદીમાં કડાકા પાછળ ફેડનો ડર, હવે આગળ શું થશે?

સોના-ચાંદી, તાંબુ અને એલ્યુમિનિયમના ભાવમાં ઘટાડા વચ્ચે મોર્ગન સ્ટેન્લીનો મોટો રિપોર્ટ, જાણો આગળ શું થશે?





