બ્રિટિશ પ્રીમિયમ કારના માલિક બનવું છે, તો થઈ જાવ તૈયાર
ભારત અને યુકે વચ્ચેના ટ્રેડ ડીલના કારણે ભારતીય કાર બજારમાં યુકેની પ્રીમિયમ અને લક્ઝુરિયસ કારને એન્ટ્રી મળી છે. તેથી જો તમે આ બ્રિટિશ પ્રીમિયમ કારના શોખીન હોવ તો આવતા વર્ષ માટે તૈયારી શરૂ કરો

ભારત અને યુકે વચ્ચેના ટ્રેડ ડીલના કારણે ભારતીય કાર બજારમાં યુકેની પ્રીમિયમ અને લક્ઝુરિયસ કારને એન્ટ્રી મળી છે. તેથી જો તમે આ બ્રિટિશ પ્રીમિયમ કારના શોખીન હોવ તો આવતા વર્ષ માટે તૈયારી શરૂ કરો
તમે જો બ્રિટિશ પ્રીમિયમ કાર રોલ્સરોય, એસ્ટન માર્ટિન, મેકલેરેન જેવી કારના શોખીન હોય તો તમારા માટે ખુશ થવા જેવા સમાચાર છે. ભારત અને યુકે વચ્ચેના ટ્રેડ ડીલના કારણે ભારતીય કાર બજારમાં યુકેની પ્રીમિયમ અને લક્ઝુરિયસ કારને એન્ટ્રી મળી છે. તેથી જો તમે આ બ્રિટિશ પ્રીમિયમ કારના શોખીન હોવ તો આવતા વર્ષથી તે ભારતીય બજારમાં વાજબી ભાવે, હા વાજબી ભાવે ઉપલબ્ધ થશે તેની નોંધ લેશો.
તેથી ગજવા કે સુટકેસ ભરીને તૈયાર રાખો અને આ કારના બૂકિંગની તપાસ કરવા લાગી જાવ, જો કે અહીં નોંધવા જેવી વાત એ છે કે સરકારે તેની ટોચમર્યાદા ફક્ત 27,250 કારની જ રાખી છે. તેથી જો ભારતીય ખરીદદારોએ અને તેમા પણ વૈભવી કારના શોખીન એવા ગુજરાતીઓએ આ કાર ખરીદવી હોય તો તેને વહેલા તે પહેલાના ધોરણે બૂક કરાવી પડશે. જો તેઓ તેમ નહીં કરી શકે તો પછી તમને આ કાર પછીના વર્ષે મળશે.
અહીં બીજી ધ્યાન ખેંચવા લાયક વાત એ છે કે વધારે પાવરવાળા એન્જિનવાળી પેટ્રોલ અને ડીઝલ કારનો ક્વોટા તો અડધો એટલે કે 12,500 કારનો જ છે, એટલે કે અડધાથી પણ ઓછો છે. આના પરથી જ બ્રિટિશ પ્રીમિયમ કારના શોખીનોએ આવતા વર્ષે કેટલી ઉતાવળ કરવી પડશે તે તેમના સમજમાં આવી જાય છે. ક્વોટામાંથી આયાત થનારા બધા જ વાહનોને કરારની શરતો મુજબના આયાતવેરાની રાહતનો લાભ મળશે. 3,000 સીસીથી વધુ પેટ્રોલની કાર અને 2,500 સીસીથી વધુની ડીઝલની કાર 12,500ની જ સંખ્યામાં આયાત થઈ શકશે, જે બતાવે છે કે કુલ આયાત થનારી પ્રીમિયમ કારમાં 50 ટકાથી પણ ઓછો હિસ્સો બ્રિટિશ પ્રીમિયમ કારનો હશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ આ માટે 6 નવેમ્બર 2026ના રોજ જાહેર કરેલી સૂચનામાંથી આ ક્વોટાની ફાળવણી માટે બ્રિટિશ કંપનીઓ પાસે અરજીઓ મંગાવી હતી. આ અરજીની ફાળવણીની અંતિમ તારીખ 21 નવેમ્બર હતી. આમ જાણીતી બ્રિટિશ બ્રાન્ડ ભારતમાં એન્ટ્રી તો મારી શકશે, પરંતુ આ કરાર હેઠળના રૂટે જ એન્ટ્રી મારી શકશે, પણ તેના આગમનથી બ્રિટિશ લક્ઝુરિયસ કારના ભારતીય શોખીનોને જલસા પડી જશે.
આમ બ્રિટનની વિશ્વવિખ્યાત બ્રાન્ડ્સને ભારત જેવું મોટું બજાર મળશે તો ભારતીય કાર શોખીનોને વૈશ્વિક બ્રાન્ડની ઘરઆંગણે ખરીદી કરવાની તક મળશે. ભારત વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઇલ બજારો પૈકીનું એક છે. ભારતમાં પ્રીમિયમ અને લક્ઝરી કારની માંગ જે રીતે વધી રહી છે તેને ધ્યાનમાં રાખતા જોઈએ તો બ્રિટિશ બ્રાન્ડ્સ માટે અહીં મોટી તક સર્જાઈ શકે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

PM Kisan Yojana: શું પિતા અને પુત્ર બંનેને એકસાથે ₹6,000 નો લાભ મળી શકે? જાણો નિયમો

Steel Industry: ભારતમાં સ્ટીલની વધતી માંગ ખોલશે રોકાણના નવા દ્વાર

Hyundaiની કાર ખરીદવા હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે!, ક્યારથી લાગુ થશે નવા ભાવ?

દેશની કઈ સરકારી બેંક પર છે કરોડો લોકોનો સૌથી વધુ ભરોસો? જાણો સૌથી વધુ ખાતાધારકો ધરાવતી ટોપ-5 બેંકોનું લિસ્ટ

રેલવે સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારી, ભારતમાં બનશે આધુનિક ટ્રેન સિસ્ટમ

લઘુત્તમ પગાર 42,000 અને ગ્રેજ્યુઇટી મર્યાદા 40 લાખ કરવા સીતારમણ સમક્ષ માંગ

Jio Recharge Plans: રોજની ડેટા લિમિટને અલવિદા, આ પૅક પર મળશે અનલિમિટેડ ડેટા




