KuberaNowLogo
Tuesday, 24/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશની કઈ સરકારી બેંક પર છે કરોડો લોકોનો સૌથી વધુ ભરોસો? જાણો સૌથી વધુ ખાતાધારકો ધરાવતી ટોપ-5 બેંકોનું લિસ્ટ

નાણાં મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા આંકડા મુજબ દેશની 12 સરકારી બેંકોમાં કુલ 160.16 કરોડ ખાતાધારકો નોંધાયેલા છે. આ યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) 530.3 મિલિયન ખાતાઓ સાથે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકનો સમાવેશ થાય છે.

Kuberanow DeskPublished On : 24 Nov 2026
Top 5 Public Sector Banks in India by Account Holders
Top 5 Public Sector Banks in India by Account HoldersAI

Public Sector Banks: આજના સમયમાં બેંક ખાતું દરેક નાગરિકની પાયાની જરૂરિયાત બની ગયું છે. લોકો પોતાની સુવિધા મુજબ ખાનગી બેંકો પસંદ કરે છે, પરંતુ સરકારી બેંકો પ્રત્યેનો લોકોનો વિશ્વાસ આજે પણ અકબંધ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 20 જુલાઈ, 2026ના રોજ નાણાં મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, દેશની તમામ 12 જાહેર ક્ષેત્રની બેંકોમાં મળીને કુલ 160.16 કરોડ ખાતાધારકો છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે કઈ સરકારી બેંક ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી આગળ છે.


સૌથી વધુ ખાતાધારકો સાથે SBI નંબર વન

જાહેર ક્ષેત્રની બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહી છે. 31 માર્ચ, 2026 સુધીના આંકડા જોઈએ તો SBIમાં કુલ 530.3 મિલિયન ખાતાધારકો નોંધાયેલા છે. નાણાકીય વર્ષ 2021-22માં આ સંખ્યા 467.7 મિલિયન હતી. એટલે કે માત્ર ચાર વર્ષના ગાળામાં જ SBI સાથે લગભગ 62.6 મિલિયન નવા ખાતાધારકો જોડાયા છે.


બીજા અને ત્રીજા ક્રમ માટે રસાકસી

ખાતાધારકોની સંખ્યાની બાબતમાં SBI પછી બીજા નંબરે બેંક ઓફ બરોડા (BoB) આવે છે, જેની પાસે 189.3 મિલિયન ખાતાધારકો છે. તેની બિલકુલ નજીક ત્રીજા સ્થાને પંજાબ નેશનલ બેંક (PNB) છે, જ્યાં 185.3 મિલિયન લોકોના ખાતા છે. આ બંને બેંકોના ગ્રાહકોની સંખ્યા વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળતો નથી.


ટોચની 5 સરકારી બેંકોની યાદી

લોકસભામાં રજૂ થયેલી વિગતો મુજબ દેશની ટોચની 5 જાહેર ક્ષેત્રની બેંકો અને તેમના ખાતાધારકોની સંખ્યા નીચે મુજબ છે:


પહેલો ક્રમ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) – 530.3 મિલિયન ખાતાધારકો


બીજો ક્રમ: બેંક ઓફ બરોડા (BoB) – 189.3 મિલિયન ખાતાધારકો


ત્રીજો ક્રમ: પંજાબ નેશનલ બેંક (PNB) – 185.3 મિલિયન ખાતાધારકો


ચોથો ક્રમ: યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – 164.0 મિલિયન ખાતાધારકો


પાંચમો ક્રમ: કેનેરા બેંક – 110.3 મિલિયન ખાતાધારકો (અહેવાલ મુજબ 106.9 મિલિયન ખાતાધારકો સાથે પાંચમા સ્થાને છે)


અન્ય જાહેર ક્ષેત્રની બેંકોનો દેખાવ

ટોચની 5 બેંકો ઉપરાંત દેશની અન્ય સરકારી બેંકોમાં પણ કરોડો લોકોના ખાતા છે. બેંક ઓફ ઇન્ડિયામાં 110.3 મિલિયન, ઇન્ડિયન બેંકમાં 94.9 મિલિયન અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 82.5 મિલિયન ખાતાધારકો છે. આ ઉપરાંત યુકો બેંક પાસે 45.5 મિલિયન અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક પાસે 44.5 મિલિયન ગ્રાહકોના ખાતા છે. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રમાં 3.06 કરોડ અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં 1.75 કરોડ ખાતાધારકો નોંધાયેલા છે.


આ પણ વાંચોઃ મ્યુચ્યુઅલ ફંડ SIP: મહિનાનો પહેલો કે ૨૮મો દિવસ કયો સૌથી વધુ વળતર આપે છે? ૨૮ વર્ષના ડેટાનો અભ્યાસ


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn