મ્યુચ્યુઅલ ફંડ SIP માટે મહિનાની કઈ તારીખ સૌથી બેસ્ટ? 28 વર્ષના ડેટાના અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરવા માટે મહિનાની કઈ તારીખ પસંદ કરવી તે અંગે વ્હાઇટઓક કેપિટલે 28 વર્ષથી વધુના ડેટાનું વિશ્લેષણ કર્યું છે. આ અભ્યાસ મુજબ, મહિનાની 1લી અને 28મી તારીખના વળતરમાં માત્ર 0.02 ટકા પોઇન્ટનો નજીવો તફાવત જોવા મળ્યો છે, તેથી પગાર જમા થાય તે મુજબ તારીખ પસંદ કરવી સૌથી વધુ હિતાવહ છે.

Mutual Fund SIP: મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) શરૂ કરતી વખતે મોટાભાગના રોકાણકારોના મનમાં એક સવાલ ચોક્કસ ઉદ્ભવે છે કે મહિનાની કઈ તારીખે હપ્તો કપાવવો સૌથી વધુ ફાયદાકારક રહેશે. ઘણા લોકો બજારની વધઘટને ધ્યાનમાં રાખીને મહિનાની શરૂઆત કે અંતની તારીખ પસંદ કરતા હોય છે, પરંતુ વ્હાઇટઓક કેપિટલના 28 વર્ષથી વધુના ડેટા પર આધારિત એક રિપોર્ટે આ મૂંઝવણનો સચોટ ઉકેલ આપ્યો છે. આ અભ્યાસ સ્પષ્ટ કરે છે કે મહિનાની કોઈપણ તારીખે SIP કરવામાં આવે, લાંબા ગાળાના વળતરમાં કોઈ મોટો તફાવત જોવા મળતો નથી.
28 વર્ષના ડેટાનું વિશ્લેષણ શું કહે છે?
વ્હાઇટઓક કેપિટલે ઓગસ્ટ 1996 થી ઓક્ટોબર 2026 સુધીના BSE સેન્સેક્સ TRI ડેટાના આધારે આ ખાસ અભ્યાસ કર્યો હતો. જેમાં દૈનિક રોલિંગ ધોરણે મહિનાની અલગ-અલગ તારીખોએ 10 વર્ષની SIP ના સરેરાશ વળતર (XIRR) ની ગણતરી કરવામાં આવી હતી. આંકડાઓ મુજબ, મહિનાના પહેલા દિવસે એટલે કે 1લી તારીખે SIP કરવાથી સરેરાશ 13.15% વળતર મળ્યું હતું, જ્યારે મહિનાની 28મી તારીખે આ વળતર 13.17% રહ્યું હતું. આમ, બંને તારીખો વચ્ચે માત્ર 0.02 ટકા પોઇન્ટનો નજીવો તફાવત નોંધાયો છે.
સમગ્ર 28 તારીખોના પરિણામો પર નજર કરીએ તો, મહિનાની 9મી તારીખે સૌથી ઓછું સરેરાશ 13.11% વળતર જોવા મળ્યું હતું. બીજી તરફ, 23મી થી 28મી તારીખ વચ્ચેની SIP એ સરેરાશ 13.17% વળતર આપ્યું છે. આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે મહિનાની શરૂઆત, મધ્ય કે અંતમાં રોકાણ કરવાથી વળતર પર કોઈ ખાસ અસર પડતી નથી.

શું SIP ની રકમને અલગ-અલગ તારીખોમાં વહેંચવી જોઈએ?
ઘણા રોકાણકારો બજારના ઉતાર-ચઢાવનો લાભ લેવા માટે પોતાની માસિક SIP ની રકમને બે કે ત્રણ હિસ્સામાં વહેંચી દેતા હોય છે. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિ દર મહિને રૂ. 10,000 નું રોકાણ કરવા માંગતી હોય, તો તે 5મી તારીખે રૂ. 5,000 અને 20મી તારીખે બાકીના રૂ. 5,000 ની SIP રાખે છે. જોકે, વ્હાઇટઓક કેપિટલના અભ્યાસમાં બહાર આવ્યું છે કે આ રીતે અલગ-અલગ તારીખોમાં રોકાણ વહેંચવાથી વળતરમાં કોઈ સ્પષ્ટ ફાયદો થતો નથી. તેથી, માત્ર તારીખો અલગ રાખવા માટે SIP ને વિભાજીત કરવાની જરૂર નથી.
રોકાણકારો માટે SIP ની શ્રેષ્ઠ તારીખ કઈ?
રિપોર્ટ મુજબ, SIP માટે સૌથી શ્રેષ્ઠ તારીખ એ જ ગણાય જે દિવસે તમારા બેંક ખાતામાં નિયમિત આવક કે પગાર જમા થતો હોય. જો તમારો પગાર દર મહિનાની 1લી તારીખે ખાતામાં આવતો હોય, તો તમે તે જ દિવસે અથવા તેના પછીના દિવસે SIP ની તારીખ રાખી શકો છો. તેવી જ રીતે, જો પગાર 7મી તારીખે જમા થતો હોય, તો 8મી કે 10મી તારીખ પસંદ કરવી યોગ્ય રહેશે. આમ કરવાથી ખાતામાં પૂરતું બેલેન્સ જળવાઈ રહે છે અને હપ્તો બાઉન્સ થવાની કે કપાવામાં કોઈ અડચણ આવવાની શક્યતા રહેતી નથી.
આ પણ વાંચોઃ HSBC Stock Picks: શેરબજારમાં કમાણીની મોટી તક! HSBC ના મતે આ 17 શેરોમાં 48% સુધીના રિટર્નની તક, જુઓ સંપૂર્ણ લિસ્ટ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની તક: આગામી સપ્તાહે ખુલશે 3 નવા NFO, માત્ર ₹1,000 થી શરૂ કરી શકાશે રોકાણ

નિવૃત્તિ બાદ PFમાંથી દર મહિને મળશે પૈસા, EPFOની નવી યોજનાના 6 મોટા ફાયદા

Gold ETFમાં રોકાણનો નવો રેકોર્ડ, 10 મહિનામાં ₹49,399 કરોડ ઠલવાયા

ઓડિટેડ રિટર્ન ફાઇલ ભરવાની 21 નવેમ્બર અંતિમ તારીખ,ચૂક્યા તો દંડ થશે

પોસ્ટ ઓફિસમાં ખાતું છે? ₹500થી ઓછું બેલેન્સ હશે તો લાગશે ચાર્જ, TDS સહિત 6 નવા નિયમો

Kotak અને Bandhan Mutual Fund લાવ્યા 2 નવા NFO, રોકાણ કરતા પહેલા જાણી લો આ જોખમ

પોસ્ટ ઓફિસની આ 2 યોજનાઓ આપે છે 7.5% સુધીનું ગેરંટીકૃત વ્યાજ અને ટેક્સ બેનિફિટ, જાણો વિગત





