નિવૃત્તિ બાદ PFમાંથી દર મહિને મળશે પૈસા, EPFOની નવી યોજનાના 6 મોટા ફાયદા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ નિવૃત્ત કર્મચારીઓ માટે Systematic Withdrawal Plan (SWP)ને મંજૂરી આપી છે. આ યોજના અમલમાં આવ્યા બાદ કર્મચારીઓ પોતાના PF ખાતામાં જમા થયેલી સંપૂર્ણ રકમ એકસાથે ઉપાડવાને બદલે દર મહિને, ત્રણ મહિને અથવા છ મહિને હપ્તામાં મેળવી શકશે.

EPFO SWP Scheme: નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ નિયમિત આવકની ચિંતા કરતા કરોડો કર્મચારીઓ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 19મી નવેમ્બર, 2026ના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 240મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી વ્યવસ્થા હેઠળ નિવૃત્ત કર્મચારીઓ PFની બચત જરૂરિયાત પ્રમાણે હપ્તામાં મેળવી શકશે.
શું છે EPFOની નવી SWP યોજના?
સ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) એવી વ્યવસ્થા છે, જેમાં ખાતાધારક પોતાની સંપૂર્ણ બચત એકસાથે ઉપાડવાને બદલે નિર્ધારિત સમયાંતરે ચોક્કસ રકમ ઉપાડી શકે છે. આ યોજનાનો હેતુ નિવૃત્ત કર્મચારીઓને પોતાની બચતનો ઉપયોગ વધુ સુવ્યવસ્થિત રીતે કરવાની અને નિયમિત આવક મેળવવાની તક આપવાનો છે.
SWP યોજનાના 6 મોટા ફાયદા
1.પોતાની પસંદગી પ્રમાણે પૈસા ઉપાડી શકાશે: કર્મચારીઓ દર મહિને, ત્રણ મહિને અથવા છ મહિને PFમાંથી પૈસા મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકશે. આથી તેઓ પોતાના ઘરખર્ચ અને અન્ય જરૂરિયાતો પ્રમાણે ઉપાડનું આયોજન કરી શકશે.
2. બાકી રકમ પર વળતર મળતું રહેશે: હપ્તામાં પૈસા ઉપાડ્યા બાદ PF ખાતામાં જે રકમ બચશે તેના પર લાગુ નિયમો મુજબ વળતર મળતું રહેશે. આથી સંપૂર્ણ બચત તાત્કાલિક ઉપાડવાની જરૂર નહીં પડે.
3. બચેલી રકમ પર ખાતાધારકનો અધિકાર રહેશે: SWP પસંદ કર્યા બાદ પણ ખાતામાં બાકી રહેલી બચત પર સભ્યનો અધિકાર જળવાઈ રહેશે. યોજના હેઠળ માત્ર ઉપાડ કરવાની રીત બદલાશે.
4. નિવૃત્તિ બાદ વધારાની આર્થિક સુરક્ષા: નિવૃત્ત કર્મચારીઓ ઘરખર્ચ, દવાઓ અને રોજિંદી જરૂરિયાતો માટે નિયમિત હપ્તાનો ઉપયોગ કરી શકશે. આ આવક પેન્શન ઉપરાંત વધારાનો આર્થિક આધાર બની શકે છે.
5. પરિવાર અને નોમિનીને પણ લાભ: SWP હેઠળ પૈસા મેળવતા સભ્યનું મૃત્યુ થાય તો તેમના નોમિની અથવા પાત્ર આશ્રિતને ખાતામાં બાકી રહેલી રકમ એકસાથે ઉપાડવાનો અથવા હપ્તામાં મેળવવાનું ચાલુ રાખવાનો વિકલ્પ મળી શકશે.
6. યોજના સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે: SWPનો લાભ લેવો ફરજિયાત નહીં હોય. સભ્યો પોતાની આર્થિક જરૂરિયાત અને પસંદગી મુજબ આ સુવિધા અપનાવી શકશે.
આ પણ વાંચો: વિદેશમાં કમાણી કરતા ભારતીયો માટે સારા સમાચાર: RBIએ દૂર કરી મોટી અડચણ, જાણો નવા નિયમો
Also Read

Gold ETFમાં રોકાણનો નવો રેકોર્ડ, 10 મહિનામાં ₹49,399 કરોડ ઠલવાયા

ઓડિટેડ રિટર્ન ફાઇલ ભરવાની 21 નવેમ્બર અંતિમ તારીખ,ચૂક્યા તો દંડ થશે

પોસ્ટ ઓફિસમાં ખાતું છે? ₹500થી ઓછું બેલેન્સ હશે તો લાગશે ચાર્જ, TDS સહિત 6 નવા નિયમો

Kotak અને Bandhan Mutual Fund લાવ્યા 2 નવા NFO, રોકાણ કરતા પહેલા જાણી લો આ જોખમ

પોસ્ટ ઓફિસની આ 2 યોજનાઓ આપે છે 7.5% સુધીનું ગેરંટીકૃત વ્યાજ અને ટેક્સ બેનિફિટ, જાણો વિગત

EPFO ની નવી SWP સુવિધા: નિવૃત્તિ પછી દર મહિને ₹68,750 સુધીની કમાણીની તક, સમજો ગણિત

EPFO New Rules 2026: PFમાંથી 90% સુધી રકમ ઉપાડવાની મંજૂરી, જાણો નવા નિયમો ક્યારથી લાગુ થશે




