Hyundaiની કાર ખરીદવા હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે!, ક્યારથી લાગુ થશે નવા ભાવ?
Hyundaiની નવી કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે આ સમાચાર છે. Hyundai Motor Indiaએ પહેલી ડિસેમ્બરથી પોતાની પસંદગીની કાર અને વેરિયન્ટના ભાવમાં ₹8,000 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.

Hyundai Car Price Hike: જો તમે વર્ષના અંતમાં Hyundaiની નવી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે હવે વધુ રૂપિયા ખર્ચવા પડી શકે છે. દેશની જાણીતી કાર ઉત્પાદક કંપની Hyundai Motor Indiaએ પોતાની પસંદગીની કારના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીએ મંગળવારે (24મી નવેમ્બર) આપેલી માહિતી અનુસાર, પહેલી ડિસેમ્બરથી કેટલાક મોડેલ અને વેરિયન્ટની કિંમતમાં મહત્તમ 8,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે.
Hyundaiએ કારના ભાવ કેમ વધાર્યા?
કંપનીએ આપેલી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી કાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાચા માલની કિંમત વધી રહી છે. તેની સાથે વાહનોના ઉત્પાદન સાથે જોડાયેલા અન્ય ખર્ચમાં પણ વધારો થયો છે. અત્યાર સુધી કંપનીએ વધારાના ખર્ચનો મોટો હિસ્સો પોતે સહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સતત વધી રહેલા ખર્ચને કારણે હવે તેનો થોડો બોજ ગ્રાહકો પર નાખવો જરૂરી બન્યો છે. આ કારણે કંપનીએ પસંદગીની કારના ભાવમાં મર્યાદિત વધારો કરવાનો નિર્ણય લીધો છે.
2026માં ચોથી વખત Hyundaiની કાર મોંઘી થશે
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષમાં Hyundai દ્વારા કારના ભાવ વધારવાની આ ચોથી જાહેરાત છે. કંપનીએ અગાઉ જાન્યુઆરી,જૂન અને સપ્ટેમ્બર 2026માં પણ ભાવવધારો કર્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં Hyundaiએ પોતાની કારની કિંમતમાં 1% સુધીનો વધારો કર્યો હતો. તે સમયે પણ કંપનીએ કાચા માલની વધતી કિંમત, ઉત્પાદન ખર્ચ અને વ્યવસાયિક ખર્ચમાં વધારાને ભાવવધારાનું કારણ ગણાવ્યું હતું. હવે ડિસેમ્બરમાં વધુ એક વખત પસંદગીની કારના ભાવ વધારવામાં આવશે.
Maruti Suzukiએ પણ ભાવવધારાની જાહેરાત કરી
Hyundai એકમાત્ર કાર ઉત્પાદક કંપની નથી જેણે ભાવ વધારવાનો નિર્ણય લીધો હોય. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની Maruti Suzukiએ પણ તાજેતરમાં પસંદગીના મોડેલની કિંમત વધારવાની જાહેરાત કરી છે. Maruti Suzukiએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ મહિનામાં પણ ત્રણ વખત ભાવવધારો કર્યો હતો. આમ, વધતા કાચા માલ અને ઉત્પાદન ખર્ચની અસર દેશના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો: જેન્સન હુઆંગની સંપત્તિમાં લગભગ ત્રણ લાખ કરોડનો ઉછાળો, અબજોપતિઓમાં 13માં સ્થાને
Also Read

PM Kisan Yojana: શું પિતા અને પુત્ર બંનેને એકસાથે ₹6,000 નો લાભ મળી શકે? જાણો નિયમો

Steel Industry: ભારતમાં સ્ટીલની વધતી માંગ ખોલશે રોકાણના નવા દ્વાર

દેશની કઈ સરકારી બેંક પર છે કરોડો લોકોનો સૌથી વધુ ભરોસો? જાણો સૌથી વધુ ખાતાધારકો ધરાવતી ટોપ-5 બેંકોનું લિસ્ટ

બ્રિટિશ પ્રીમિયમ કારના માલિક બનવું છે, તો થઈ જાવ તૈયાર

રેલવે સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારી, ભારતમાં બનશે આધુનિક ટ્રેન સિસ્ટમ

લઘુત્તમ પગાર 42,000 અને ગ્રેજ્યુઇટી મર્યાદા 40 લાખ કરવા સીતારમણ સમક્ષ માંગ

Jio Recharge Plans: રોજની ડેટા લિમિટને અલવિદા, આ પૅક પર મળશે અનલિમિટેડ ડેટા




