ખરીફ પાક ઘટતા મકાઈના ભાવમાં 25%નો ઉછાળો: મહારાષ્ટ્રની બે કંપનીઓએ વિદેશથી 1 લાખ ટન મકાઈ આયાત કરી
નબળા ચોમાસાને કારણે દેશમાં ખરીફ મકાઈનો પાક માત્ર 35 ટકા જેટલો રહેવાની ધારણા છે, જેના પગલે એક જ મહિનામાં ભાવ 25 ટકા વધીને ક્વિન્ટલ દીઠ ₹3,000 થી ₹3,200 પર પહોંચી ગયા છે. સ્થાનિક બજારમાં પુરવઠાની ખેંચ અને પોલ્ટ્રી તથા પશુઆહાર કંપનીઓની ભારે માંગ વચ્ચે મહારાષ્ટ્રની બે કંપનીઓએ એશિયન દેશમાંથી 1 લાખ ટન મકાઈ આયાત કરવાનો નિર્ણય લીધો છે.

Maize Price Hike: નબળા ચોમાસાની સીધી અસર હવે દેશના મકાઈ બજાર પર જોવા મળી રહી છે. ખરીફ મકાઈનો પાક માત્ર 35 ટકા જેટલો જ રહેવાની ધારણા વચ્ચે છેલ્લા એક મહિનામાં મકાઈના ભાવમાં 25 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. સ્થાનિક બજારમાં સર્જાયેલી પુરવઠાની ખેંચને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રની બે મોટી કંપનીઓએ આશરે એક લાખ ટન મકાઈની આયાત કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યારે આગામી રવિ સિઝનમાં પણ વાવેતર ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યવાર ઉત્પાદનમાં મોટો ઘટાડો અને ભાવમાં તેજી
વાશી એપીએમસીના દાણા બજારના હોલસેલ વેપારી અને ગ્રોમાના કારોબારી સભ્ય અરવિંદ લોડાયાના જણાવ્યા મુજબ, દેશમાં મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કરતા મહારાષ્ટ્રમાં ચોમાસામાં માત્ર 25 ટકા જ વાવેતર થયું હતું, જેના કારણે ત્યાં ઉત્પાદન 40 ટકા જેટલું રહેશે. આ જ રીતે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 35 ટકા, જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં માત્ર 20 થી 25 ટકા પાક આવવાનો અંદાજ છે. નવરાત્રી સમયે ખરીફ સિઝન ખુલતા મકાઈના ભાવ ક્વિન્ટલ દીઠ ₹2,400 થી ₹2,500 હતા, જે અત્યારે વધીને ₹3,000 થી ₹3,200 સુધી પહોંચી ગયા છે.
પોલ્ટ્રી ઉદ્યોગની માંગ અને નિકાસ પર બ્રેક
આ વર્ષે જુવાર અને બાજરીના ભાવ પણ ઊંચા હોવાથી પોલ્ટ્રી અને પશુઆહાર બનાવતી કંપનીઓ તરફથી મકાઈની ભારે માંગ નીકળી છે. બીજી તરફ, વિદેશમાંથી નિકાસ માટે મોટાપાયે પૂછપરછ થઈ રહી હોવા છતાં સ્થાનિક બજારમાં જ ભાવ ઊંચા હોવાના કારણે નિકાસ લગભગ નહિવત થઈ ગઈ છે.
એક લાખ ટનની આયાતથી હાલ પૂરતા ભાવ સ્થિર
મકાઈના હોલસેલ વેપારી કેવલ પાસડે જણાવ્યું હતું કે, મથકો પર આવતો માલ બજારમાં આવતાની સાથે જ તુરંત વેચાઈ જાય છે. જોકે, મહારાષ્ટ્રની એક મોટી સ્ટાર્ચ કંપની અને એક ઇથેનોલ કંપનીએ એશિયન દેશમાંથી બે વેસલ (જહાજ) મારફતે 1 લાખ ટન મકાઈની આયાત કરી છે. આ જથ્થાની ડિલિવરી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પહોંચવાના અહેવાલોને પગલે હાલતુરંત મકાઈના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.
રવિ સિઝન પર સંકટ અને આયાત ચાલુ રહેવાના સંકેત
મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પાણીની ખેંચ હોવાથી આગામી રવિ સિઝનમાં મકાઈનું વાવેતર ઘણું ઓછું રહેવાની શક્યતા છે. વાશી એપીએમસીના અનાજ-કઠોળના દલાલ અને માર્કેટ એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાના મતે, સામાન્ય રીતે પંજાબ, હરિયાણા અને ગુજરાતનો મકાઈનો પાક સ્થાનિક સ્તરે જ વપરાઈ જતો હોય છે, પરંતુ આ વખતે આ રાજ્યોએ પણ બહારથી મકાઈ ખરીદવી પડશે. હાલમાં દેશના એક ડઝન જેટલા રાજ્યોની કંપનીઓ મકાઈનો સ્ટોક વધારી રહી હોવાથી આગામી સમયમાં પણ વિદેશથી આયાત સતત ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ ચાંદીના ભાવમાં મોટો કડાકો: 3 મહિનામાં ₹1 લાખ તૂટ્યા બાદ શું હવે ભાવ ₹1 લાખ થશે કે આવશે તેજી?
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ચાંદીના ભાવમાં મોટો કડાકો: 3 મહિનામાં ₹1 લાખ તૂટ્યા બાદ શું હવે ભાવ ₹1 લાખ થશે કે આવશે તેજી?

દુષ્કાળની માર વચ્ચે તુવેર દાળના ભાવ ભડકે બળ્યા: દિલ્હી-મુંબઈમાં કિલોનો ભાવ ₹150ને પાર, ઉત્પાદન ઘટવાની દહેશત

સોના-ચાંદી પર ત્રિપલ દબાણ! માર્જિન વધ્યું, સ્ટોક ઘટ્યો, ભાવમાં કડાકાની આશંકા

Iran War Effect: ભારત-ચીનની રશિયન ઓઈલની ખરીદી રેકોર્ડ સ્તરે, ભારત દરરોજ મંગાવે છે લગભગ 20 લાખ બેરલ

સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો! COMEX પર સોનું 0.73% અને ચાંદી 3.02% તૂટી

ચણાના ભાવ વધવાના એંધાણ: અલ નિનોની અસરથી ગુજરાતમાં વાવેતર ઘટીને 1.71 લાખ હેક્ટર થયું

ભારત અમેરિકામાં 8,606 ટન કાચી ખાંડની નિકાસ કરશે, જાણો સરકારના આ નિર્ણયથી કેવી રીતે થશે ફાયદો





