KuberaNowLogo
Tuesday, 24/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Upcoming IPO: ટૂંક સમયમાં આવશે IIFCL IPO? સરકાર હિસ્સો વેચશે, કંપની નવા શેરથી ભંડોળ ઊભું કરશે

સરકારી નાણાંકીય કંપની IIFCL હવે શેરબજારમાં આવવાની તૈયારી કરી રહી છે. આ IPOમાં સરકાર પોતાના હિસ્સાનો એક ભાગ વેચશે, જ્યારે કંપની નવા શેર જારી કરીને પણ ભંડોળ ઊભું કરશે. કેબિનેટ આ વર્ષની શરૂઆતમાં IIFCLના IPO અને લિસ્ટિંગને મંજૂરી આપી ચૂકી છે અને હવે SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Kuberanow DeskPublished On : 24 Nov 2026
IIFCL

IIFCLના IPOને લઈને પ્રક્રિયા હવે આગળ વધી રહી છે. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ આ IPOમાં સરકાર પોતાના હિસ્સાનો એક ભાગ વેચશે અને તેની સાથે કંપની નવા શેર પણ જારી કરશે. આ IPO ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી આવી શકે છે. જોકે સરકાર કેટલો હિસ્સો વેચશે અને IPOનું કુલ કદ કેટલું રહેશે તેની વિગતો હજી જાહેર કરવામાં આવી નથી.


સરકાર વેચશે પોતાનો હિસ્સો

સરકાર IIFCLમાં પોતાની હિસ્સેદારીનો એક ભાગ વેચાણ માટે મૂકાશે. આ હિસ્સો Offer for Sale મારફતે વેચવામાં આવશે. આ વેચાણમાંથી મળનારી રકમ સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ આવકમાં ઉમેરાશે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટથી ₹55,757 કરોડની આવક થઈ છે.


કંપની પણ નવા શેર જારી કરશે

IIFCL માત્ર સરકારના હિસ્સાના વેચાણ સાથે IPO નહીં લાવે, પરંતુ કંપની પોતે પણ નવા શેર જારી કરશે. નવા શેર મારફતે મળનારી રકમ કંપની પાસે જશે અને તેનો ઉપયોગ મૂડી વધારવા માટે કરવામાં આવશે. એટલે આ IPOમાં સરકારના હિસ્સાના વેચાણ સાથે કંપની માટે નવી મૂડી ઊભી કરવાનો ભાગ પણ સામેલ રહેશે.


કેબિનેટે અગાઉ જ આપી છે મંજૂરી

કેબિનેટે આ વર્ષની શરૂઆતમાં IIFCLના IPO અને શેરબજારમાં લિસ્ટિંગને મંજૂરી આપી હતી. હવે કંપની બજાર નિયામક SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર દાખલ કરવાની તૈયારી કરી રહી છે. SEBIની મંજૂરી બાદ IPOની આગળની પ્રક્રિયા અને સમયરેખા વધુ સ્પષ્ટ થશે.


IIFCL શું કરે છે?

IIFCLની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. આ સંપૂર્ણપણે સરકારની માલિકીની કંપની છે. કંપની દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લાંબા ગાળાનું નાણાં પૂરું પાડે છે. IIFCL રિઝર્વ બેન્ક પાસે Non-Deposit Taking NBFC તરીકે નોંધાયેલ છે.


આ પણ વાંચો: https://kuberanow.com/gujarat/pgvcl-power-tariff-hike-saurashtra-kutch-2026112400052


₹3.64 લાખ કરોડથી વધુની મંજૂરી

31 માર્ચ 2026 સુધી IIFCLએ આશરે 890 પ્રોજેક્ટ્સ માટે ₹3.64 લાખ કરોડથી વધુની કુલ મંજૂરી આપી હતી. આમાં સીધી ધિરાણ સુવિધા, ટેકઆઉટ ફાઇનાન્સ, રિફાઇનાન્સ, ક્રેડિટ એન્હાન્સમેન્ટ, InVIT અને બોન્ડ્સનો સમાવેશ થાય છે. આ તમામ યોજનાઓ હેઠળ કંપનીએ અત્યાર સુધી ₹1.89 લાખ કરોડથી વધુનું વિતરણ કર્યું છે.


હવે નજર IPOની વિગતો પર

હવે રોકાણકારોની નજર IIFCLના ડ્રાફ્ટ પેપર પર રહેશે. તેમાં સરકાર કેટલો હિસ્સો વેચશે, કંપની કેટલા નવા શેર જારી કરશે, IPOનું કુલ કદ કેટલું રહેશે અને નવી મૂડીનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે જેવી વિગતો સામે આવશે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn