સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રાહકોને PGVCL એ આપ્યો મોટો ઝટકો, યુનિટ દીઠ પૈસા અને 5 ચાર્જમાં કર્યો વધારો, જાણો કેટલું વધશે બિલ?
ગુજરાતના 1.76 કરોડ વીજ ગ્રાહકોના બિલમાં યુનિટ દીઠ 15 પૈસા અને 5 પ્રકારના ચાર્જ પર 3.99 ટકાનો વધારો લાગુ કરાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા આ વસૂલાત શરૂ થતાં રાજકોટ કોંગ્રેસે વિરોધની જાહેરાત કરી છે, જ્યારે PGVCL તંત્રે નિયમ મુજબ મંજૂરી બાદ આ ફેરફાર કર્યાની સ્પષ્ટતા આપી છે.

PGVCL electricity bill hike: ગુજરાતમાં વીજળી વાપરતા લોકોના ખિસ્સા પર ફરી એકવાર વધારાનો બોજ આવ્યો છે. રાજ્યના 1.76 કરોડ વીજ ગ્રાહકોને યુનિટ દીઠ અંદાજે 15 પૈસાનો વધારો અને પાંચ જુદા-જુદા ચાર્જ પર 3.99 ટકાનો એરિયર્સ તરીકે વધારો સહન કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 62 લાખ ગ્રાહકોને વીજળી પૂરી પાડતી PGVCL દ્વારા હાલના બિલમાં આ રકમ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેના પગલે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ વિરોધનું બ્યૂગલ ફૂંક્યું છે.
કયા ચાર્જ પર કેટલો વધારો લાગ્યો?
PGVCLના ગ્રાહકોના બિલમાં પ્રતિ યુનિટ 15 પૈસા આસપાસનો વધારો થયો છે. આ ઉપરાંત અગાઉ શૂન્ય ટકા (0%) રહેલા પાંચ પ્રકારના ચાર્જ—એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ પેનલ્ટી—પર હવે 3.99 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
કોંગ્રેસનો દાવો છે કે લોકો રોજિંદા કામની દોડધામમાં બિલની વિગતો જોયા વગર સીધું ઓનલાઈન કે ઓફલાઈન ભરી દે છે, જેથી આ ફેરફાર તરત ધ્યાનમાં આવતો નથી. જો ગ્રાહકો જુલાઈ પહેલાંના, જાન્યુઆરીના અને અત્યારના બિલો સાથે રાખીને સરખામણી કરે તો વધારો સ્પષ્ટ દેખાઈ શકે છે.
કોંગ્રેસના આક્ષેપો અને વિરોધની રણનીતિ
મોંઘવારીના સમયમાં વીજ બિલના આ વધારાને કોંગ્રેસે ગ્રાહકો પર 'પડયા પર પાટું' સમાન ગણાવ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાજદીપસિંહ જાડેજાએ કહ્યું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો પડવાથી દુષ્કાળ જેવી સ્થિતિ છે, એવા સમયે સરકાર અને PGVCL ગ્રાહકો પાસેથી વધારાના નાણા લઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે શિયાળામાં જમા થતા યુનિટ સામે અંદાજે રૂ.2થી 2.50 લેખે રકમ જમા થાય છે, જ્યારે ઉત્પાદન સાથે વપરાશ થાય ત્યારે પ્રતિ યુનિટ રૂ.6થી 8 સુધીનો ચાર્જ લેવામાં આવે છે. ખેડૂતોમાં વીજ પોલ નાખવા તેમજ શહેર અને ગામડાંમાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર મૂકવા મામલે પણ દાદાગીરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. ગુજરાતમાં વધુ વીજ ઉત્પાદનના દાવા વચ્ચે સૌથી મોંઘી વીજળીનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસે ભાજપની નીતિઓ સામે સવાલ કર્યા છે.
આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા વીજ ગ્રાહકોને સાથે રાખી PGVCLના મેનેજિંગ ડિરેક્ટરને આવેદનપત્ર અને પરિપત્ર આપી રજૂઆત કરાશે, તેમજ રાજ્ય સ્તરે પણ વિરોધ નોંધાવાશે. સાથોસાથ લોકોને પોતાના બિલ તપાસવા માટે પણ હાકલ કરાઈ છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ભારતની પહેલી Bullet Train માટે કાઉન્ટડાઉન શરૂ, મે 2027માં સુરત-બિલિમોરા વચ્ચે થશે ટ્રાયલ

દિવાળી વેકેશનમાં ગુજરાતના સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો, માત્ર એક અઠવાડિયામાં કરોડો રૂપિયાની આવક

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 9 નવી મહાનગરપાલિકાઓને વિનામૂલ્યે ફાળવાશે જમીન

NTC 1.0: આજે અમદાવાદમાં ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર આપશે ટ્રેડિંગ અને રિસ્ક મેનેજમેન્ટના મંત્ર

શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટે GCCIનો પ્રયાસ, Vibrant PACE 2.0માં ટકાઉ વિકાસ પર ભાર

First Bullet Train : 2027ના છેલ્લા ક્વાર્ટરમાં સુરત-વાપી વચ્ચે દોડશે પહેલી ટ્રેન

ગુજરાતના બંદરોથી પંજાબ-હરિયાણા સુધી સામાન પહોંચાડવો થશે સસ્તો અને ઝડપી, રેલવેએ તૈયાર કર્યો પ્લાન





