KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

First Bullet Train : 2027ના છેલ્લા ક્વાર્ટરમાં સુરત-વાપી વચ્ચે દોડશે પહેલી ટ્રેન

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને ઝડપ, પ્રથમ તબક્કામાં ગુજરાતને મળશે હાઇસ્પીડ કનેક્ટિવિટી, 2027ના મધ્યમાં ટ્રેક ટ્રાયલ, વર્ષના અંતિમ ક્વાર્ટરમાં પ્રથમ સેવા શરૂ કરવાની તૈયારી

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Bullet Train Gujarat.png
AI Generated Image

દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું સપનું હવે સાકાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતની પ્રથમ હાઇસ્પીડ રેલ સેવા એટલે કે બુલેટ ટ્રેન વર્ષ 2027ના છેલ્લા ક્વાર્ટરમાં શરૂ કરવામાં આવશે. આ બુલેટ ટ્રેન શરૂઆતમાં સુરતથી વાપી વચ્ચે દોડાવવામાં આવશે. ત્યારબાદ મુંબઈ સુધીનો સમગ્ર રૂટ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે Substack પર પોસ્ટ કરીને મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને અનેક મહત્વપૂર્ણ કામ પૂરા થઈ ચૂક્યાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વારંવાર બુલેટ ટ્રેનના કામની પ્રગતિ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા રહે છે.


સુરત-વાપી વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગુજરાતમાં શરૂ થવાનો છે. સુરતથી વાપી વચ્ચેનો સેક્શન પ્રથમ કાર્યરત થશે. ત્યારબાદ અન્ય સેક્શન તબક્કાવાર શરૂ કરીને સમગ્ર કોરિડોરને મુંબઈ સુધી જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને અંદાજે 1 કલાક 58 મિનિટ થવાની અપેક્ષા છે. હાલમાં જમીન માર્ગે આ અંતર કાપવામાં અંદાજે 8થી 9 કલાકનો સમય લાગે છે.


પ્રોજેક્ટનું કેટલું કામ પૂર્ણ થયું?

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2026 સુધીમાં પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

  • 456 કિ.મી.ના પિયરનું કામ પૂર્ણ થયું છે.
  • 371 કિ.મી.ના વાયડક્ટનું બાંધકામ પૂર્ણ થયું છે.
  • 299 કિ.મી.ના વિસ્તારમાં 6 લાખ નોઇઝ બેરિયર્સ લગાવાયા છે.
  • 206 કિ.મી.ના વાયડક્ટ પર 9,300 ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) માસ્ટ લગાવાયા છે.
  • ચાર પર્વતીય ટનલનું ખોદકામ પૂર્ણ થયું છે.
  • મહારાષ્ટ્રમાં આવેલી 21 કિ.મી.ની ટનલમાંથી 5 કિ.મી.નું ખોદકામ પૂરું થયું છે.
  • આ ઉપરાંત આઠ સ્ટેશનોનું સિવિલ બાંધકામ પૂરું થઈ ગયું છે અને હાલમાં ત્યાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે.


ભારતની પ્રથમ અંડરસી રેલ ટનલનું પણ કામ ચાલી રહ્યું છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સૌથી ખાસ વિશેષતાઓમાંની એક મહારાષ્ટ્રમાં બનનારી અંડરસી ટનલ છે. કુલ 21 કિલોમીટરની ટનલનો આશરે 7 કિલોમીટરનો ભાગ થાણે ક્રીકની નીચેથી પસાર થશે. આ ભારતની પ્રથમ સમુદ્ર અંદરની રેલ ટનલ હશે. આ ટનલના બાંધકામ માટે જુલાઈ 2026માં વિક્રોલી અને સાવલી તરફથી બે ટનલ બોરિંગ મશીન (TBM) શરૂ કરવામાં આવ્યાં હતાં. દરેક મશીનનું કટરહેડ 13.6 મીટર વ્યાસનું છે અને તેનું વજન 3,000 ટનથી વધુ છે. આ મશીનોની લંબાઈ 96 મીટર છે.


સ્વદેશી B28 બુલેટ ટ્રેનનું નિર્માણ

ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) અને ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા કરવામાં આવી રહ્યું છે. B28 નામની આ ટ્રેન 280 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ડિઝાઇન ઝડપ માટે તૈયાર કરવામાં આવી રહી છે. ટ્રેનનો પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ગયો છે અને હાલમાં તેનું સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, આ ટ્રેનના ટ્રેક ટ્રાયલ 2027ના મધ્યભાગમાં શરૂ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત ભવિષ્યમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ડિઝાઇન ઝડપ ધરાવતી વધુ ઝડપી B35 ટ્રેન વિકસાવવાની પણ યોજના છે.


સાબરમતી, સુરત અને થાણેમાં ડેપોનું કામ

બુલેટ ટ્રેનના સંચાલન માટે સાબરમતી, સુરત અને થાણેમાં ત્રણ રોલિંગ સ્ટોક ડેપો બનાવવામાં આવી રહ્યા છે. ત્રણેય સ્થળોએ કામગીરી ચાલુ છે. પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત અનેક મહત્વપૂર્ણ સાધનો પણ ભારતમાં જ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. તેમાં મુખ્ય ટ્રાન્સફોર્મર, માસ્ટ ક્રોસ આર્મ્સ અને વીજળીના વિવિધ તારનો સમાવેશ થાય છે.


પ્રોજેક્ટના અમલમાં થયો વિલંબ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં ભારત અને જાપાન દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારની મંજૂરી અને જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે અંદાજે અઢી વર્ષ સુધી કામ શરૂ થઈ શક્યું નહોતું. ત્યારબાદ કોરોના મહામારીને કારણે પણ લગભગ બે વર્ષનો વિલંબ થયો હતો.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટનું વાસ્તવિક બાંધકામ 2021માં ઝડપથી શરૂ થયું હતું.


ગુજરાત માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહત્વપૂર્ણ

બુલેટ ટ્રેન શરૂ થવાથી અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વાપી સહિતના વિસ્તારોને હાઇસ્પીડ રેલ કનેક્ટિવિટીનો લાભ મળશે. ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાત માટે આ પ્રોજેક્ટ પરિવહન, વેપાર, પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ આપી શકે છે. હવે સૌની નજર 2027ના મધ્યભાગમાં થનારા ટ્રેક ટ્રાયલ અને વર્ષના અંતિમ ત્રિમાસિકમાં સુરત-વાપી વચ્ચે શરૂ થનારી પ્રથમ બુલેટ ટ્રેન સેવા પર છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Trade Meet 2026

ગુજરાતના બંદરોથી પંજાબ-હરિયાણા સુધી સામાન પહોંચાડવો થશે સસ્તો અને ઝડપી, રેલવેએ તૈયાર કર્યો પ્લાન

AMC EWS Flats

અમદાવાદમાં માત્ર ₹3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ! 434 મકાનો માટે અરજી શરૂ

 Market Yard News

Gondal APMC : લાલ ડુંગળી અને મરચાંની આવક બંધ! નવી જાહેરાત સુધી ખેડૂતો માલ નહીં લાવી શકે

Ahmedabad Railway

Ahmedabad Railway સ્ટેશનને નવો ઓપ: ચાર પ્લેટફોર્મની 120 દિવસમાં કરાશે કાયાપલટ

 Gujarat E-Detection System

ગુજરાતમાં ટોલ પ્લાઝા પર હવે માત્ર ટેક્સ નહીં, વાહનના દસ્તાવેજોની પણ થશે તપાસ

GTA 6 Blinkit Delivery

ગેમિંગના રસિકો માટે ખુશખબર! Blinkit પર મળશે GTA 6, જાણો તમારા શહેરમાં ડિલિવરી મળશે કે નહીં?

GSRTC Breaks Own Online Booking Record

GSRTCએ 24 કલાકમાં જ પોતાનો રેકોર્ડ તોડ્યો! માત્ર 2 દિવસમાં ₹7.1 કરોડથી વધુની આવક

 Gujarat Homestay Policy

ગુજરાતમાં હોમસ્ટે બિઝનેસ બન્યો વધુ સરળ, સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર