KuberaNowLogo
Monday, 23/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દિવાળી વેકેશનમાં ગુજરાતના સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો, માત્ર એક અઠવાડિયામાં કરોડો રૂપિયાની આવક

દિવાળીના વેકેશન દરમિયાન ગુજરાતના સફારી પાર્કમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.નવમીથી 15મી નવેમ્બર દરમિયાન ગીર સહિત સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં 80 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા. આ સાત દિવસમાં વન વિભાગને ₹1.59 કરોડથી વધુની આવક થઈ હતી.

Kuberanow DeskPublished On : 23 Nov 2026
Gujarat Safari Park Tourism
Gujarat Safari Park TourismAI Image

Gujarat Safari Park Tourism: દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં જોરદાર ધમધમાટ જોવા મળ્યો હતો. ખાસ કરીને એશિયાટિક સિંહને જોવા માટે જાણીતા સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો નોંધાયો હતો. રાજ્યના વન વિભાગના આંકડા અનુસાર, નવમીથી 15મી નવેમ્બર દરમિયાન દેશ-વિદેશના 80 હજારથી વધુ પ્રવાસીઓએ વિવિધ સફારી પાર્કની મુલાકાત લીધી હતી.આ દરમિયાન વન વિભાગને 1.59 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ હતી.


ગીર અને દેવળિયા સફારી પાર્કની સૌથી વધુ કમાણી

દિવાળીની રજાઓમાં ગીર અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આ બંને સ્થળોએ જીપ અને બસ સફારી દ્વારા કુલ 60,661 પ્રવાસીઓએ એશિયાટિક સિંહોને નિહાળ્યા હતા. આ મુલાકાતોથી વન વિભાગને આશરે 1.21 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વર્ષ 2025માં સમાન સમયગાળા દરમિયાન આ પાર્કમાંથી 1.15 કરોડ રૂપિયાની આવક થઈ હતી. એટલે આ વર્ષે આવકમાં આશરે 6 લાખ રૂપિયાનો વધારો નોંધાયો છે.


ગિરનાર, આંબરડી અને બરડા સફારીમાં પણ પ્રવાસીઓ વધ્યા

જૂનાગઢના ગિરનાર નેચર સફારી, અમરેલીના આંબરડી સફારી પાર્ક અને પોરબંદરના બરડા સફારીમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધી છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા આપેલી માહિતી અનુસાર, આ ત્રણેય પાર્કમાં 2026 દરમિયાન કુલ 20,282 પ્રવાસીઓ પહોંચ્યા હતા.ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 18,114 હતો. આમ, પ્રવાસીઓની સંખ્યામાં 11.97 ટકાનો વધારો થયો છે.


ગિરનાર નેચર સફારીમાં 68%થી વધુનો ઉછાળો

આ વર્ષે ગિરનાર નેચર સફારી પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે ખાસ ચર્ચામાં રહ્યો હતો. ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ 68.13% વધી હતી. વન વિભાગનું અસરકારક સંચાલન અને ઇકો-ટૂરિઝમ સંબંધિત પ્રયાસો પ્રવાસીઓને આકર્ષવામાં મદદરૂપ થયા છે.


હોટલ અને પરિવહન વ્યવસાયને લાભ

સફારી પાર્કમાં પ્રવાસીઓ વધવાથી માત્ર વન વિભાગની આવક જ વધી નથી, પરંતુ સ્થાનિક લોકોની આજીવિકાની તકોને પણ પ્રોત્સાહન મળ્યું છે.ખાસ કરીને જીપચાલકો, નેચર ગાઇડ, હોટલ અને રિસોર્ટ સંચાલકો, હોમસ્ટે માલિકો, હસ્તકલા સાથે સંકળાયેલા લોકો તેમજ ખાણીપીણી અને પરિવહન વ્યવસાયને લાભ મળ્યો છે. સફારી પ્રવાસનના કારણે વન્યજીવો જોવા આવતા મુલાકાતીઓ સ્થાનિક સેવાઓનો પણ ઉપયોગ કરે છે, જે આસપાસના વિસ્તારોની આર્થિક પ્રવૃત્તિઓને ટેકો આપે છે.


વન્યજીવ સંરક્ષણ માટે પણ આવકનો ઉપયોગ

ગુજરાતના સફારી પાર્ક પ્રવાસીઓને પ્રકૃતિ અને વન્યજીવોને નજીકથી નિહાળવાની તક પૂરી પાડે છે. સાથે પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વન વિભાગના જણાવ્યાનુસાર, સફારીમાંથી મળતી આવકનો ઉપયોગ વન્યજીવ સંરક્ષણ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધુ સારી બનાવવા કરવામાં આવે છે. બીજી તરફ સાસણ ગીર ઉપરાંત આંબરડી, બરડા, ગિરનાર અને દેવળિયા જેવા વૈકલ્પિક સફારી સ્થળોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આમ,દિવાળી દરમિયાન નોંધાયેલી પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં વન્યજીવ આધારિત પ્રવાસન પ્રત્યે વધતો રસ દર્શાવે છે.


આ પણ વાંચો: બિસ્લેરીના પાણીના સેમ્પલ ફેલ થવાના વિવાદ પર કંપનીની સ્પષ્ટતા, જાણો 14 મહિના જૂના આ મામલાનું સમગ્ર સત્ય

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

gujarat

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 9 નવી મહાનગરપાલિકાઓને વિનામૂલ્યે ફાળવાશે જમીન

NTC 1.0 ahmedabad

NTC 1.0: આજે અમદાવાદમાં ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર આપશે ટ્રેડિંગ અને રિસ્ક મેનેજમેન્ટના મંત્ર

GCCI Vibrant PACE 2.0

શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટે GCCIનો પ્રયાસ, Vibrant PACE 2.0માં ટકાઉ વિકાસ પર ભાર

Bullet Train Gujarat.png

First Bullet Train : 2027ના છેલ્લા ક્વાર્ટરમાં સુરત-વાપી વચ્ચે દોડશે પહેલી ટ્રેન

Trade Meet 2026

ગુજરાતના બંદરોથી પંજાબ-હરિયાણા સુધી સામાન પહોંચાડવો થશે સસ્તો અને ઝડપી, રેલવેએ તૈયાર કર્યો પ્લાન

AMC EWS Flats

અમદાવાદમાં માત્ર ₹3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ! 434 મકાનો માટે અરજી શરૂ

 Market Yard News

Gondal APMC : લાલ ડુંગળી અને મરચાંની આવક બંધ! નવી જાહેરાત સુધી ખેડૂતો માલ નહીં લાવી શકે

Ahmedabad Railway

Ahmedabad Railway સ્ટેશનને નવો ઓપ: ચાર પ્લેટફોર્મની 120 દિવસમાં કરાશે કાયાપલટ