ભારતની પહેલી Bullet Train માટે કાઉન્ટડાઉન શરૂ, મે 2027માં સુરત-બિલિમોરા વચ્ચે થશે ટ્રાયલ
સુરત અને બિલિમોરા વચ્ચે 50 કિ.મી.ના રૂટ પર ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ, 280 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડનારી B-28 ટ્રેનની ટ્રાયલની તૈયારી

ભારતની પહેલી બુલેટ ટ્રેન 508 કિ.મી. લાંબા મુંબઈ-અમદાવાદ માર્ગના એક નાના ભાગ પર મે 2027 સુધીમાં તેનું પરીક્ષણ શરૂ કરી શકે છે. ટોચના સરકારી અધિકારીએ કહ્યું કે, બિલિમોરા અને સુરત વચ્ચે લગભગ 50 કિ.મી.ના વિસ્તારનું સંપૂર્ણ ઈલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે. આ રૂટ પર 20 નવેમ્બરે અપ અને ડાઉન બંને લાઈનોના ઓવરહેડ ઈલેક્ટ્રિક ઉપકરણોને વીજળીથી ચાલુ કરી દેવાયા છે. બીજીબાજુ સિગ્નલિંગનું કામ જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું થવાની સંભાવના છે. ત્યાર પછી આ ટ્રેક પરીક્ષણ માટે તૈયાર થઈ જશે. આ કોરિડોરમાં 2x25 કેવી ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરાઈ રહ્યો છે. બિલિમોરા ટ્રેક્શન સબસ્ટેશનમાં ઉપકરણ લગાવવાનું કામ પૂરું થઈ ગયું છે. શરૂઆતમાં ટ્રાયલ માટે બી-28 ટ્રેનનો ઉપયોગ કરાશે. આ ટ્રેનને મહત્તમ 280 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ ચલાવવા માટે ડિઝાઈન કરાઈ છે. ટ્રેન એપ્રિલ અથવા મે મહિના સુધીમાં પરીક્ષણ માટે ઉપલબ્ધ થઈ જશે.
આ ટ્રેનોનો વિકાસ સરકારી માલિકીવાળી ઉત્પાદક કંપની બીઈએમએલ દ્વારા બેંગ્લુરુ સ્થિત એકમમાં કરાઈ રહ્યું છે. ટ્રેક પર હાલમાં જર્મન ઉત્પાદક સીમેન્સ એજી અને ભારતીય ડેવલપર ડીઆરએ ઈન્ફ્રાકોનના જોઈન્ટ વેન્ચર દ્વારા લેવલ-2 યુરોપીયન ટ્રેન નિયંત્રણ સિસ્ટમ (ETCS) લગાવાઈ રહી છે, જેને લગભગ 4,100 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. સરકારનું લક્ષ્ય ઓગસ્ટ 2027 સુધીમાં હાઈસ્પીડ રેલવે કોરિડોરને લીલી ઝંડી બતાવવાનું છે.
બુલેટ ટ્રેન માટે જરૂરી છે વિશેષ ટેસ્ટ
રેલવે મંત્રીએ કહ્યું કે, 240 કિ.મી. પ્રતિ ક્લાકથી વધુની ગતિવાળી ટ્રેન હાઈસ્પીડ રેલવેની શ્રેણીમાં આવે છે. આટલી તિવ્ર ગતિથી ચાલતી ટ્રેનમાં હવાના દબાણ અને અન્ય ટેકનિકલ પડકારોનું ધ્યાન રાખવું પડે છે. તેના માટે ટ્રેન અને રેલવે ટ્રેક બંનેને વિશેષ માપદંડો મુજબ તૈયાર કરાય છે. બી-28 ટ્રેને સ્ક્વીઝ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી લીધો છે. આ ટેસ્ટમાં ટ્રેનને સામાન્ય સંચાલન દરમિયાન બનનારા હવાના દાબણથી બમણા દબાણના સ્તર પર રાખવામાં આવી. તેનાથી એ બાબતની તપાસ કરાઈ કે ટ્રેન તિવ્ર ગતિએ પેદા થનારા દબાણને સહન કરી શકે છે કે નહીં.
2027માં શરૂ થઈ શકે છે પહેલી બુલેટ ટ્રેન સેવા
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવે કોરિડોરનીકુલ લંબાઈ 508 કિ.મી. છે. આ પ્રોજેક્ટને અલગ અલગ તબક્કામાં શરૂ કરાશે. રેલવે મંત્રી મુજબ અમદાવાદથી વાપી સેક્શનને 2027ના અંત સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે જ્યારે 2029 સુધી બુલેટ ટ્રેન સેવાને ઠાણે સુધી લંબાવવાની યોજના છે. મહારાષ્ટ્રવાળા ભાગમાં નિર્માણ કાર્ય અને સમુદ્રની નીચે બનનારી સુરંગનું કામ પણ આગળ વધી રહ્યું છે.આ પહેલા રેલવે મંત્રીએ કહ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે પહેલી બુલેટ ટ્રેન સેવા 2027ના અંતિમ ક્વાર્ટરમાં શરૂ થવાનું લક્ષ્ય રખાયું છે. આ હાઈસ્પીડ કોરિડોરના ચાલુ થવાથી દેશના બે મોટા આર્થિક કેન્દ્રો વચ્ચે પ્રવાસનો સમય ઘણો ઓછો થઈ જવાની આશા છે.
આ પ્રોજેક્ટ વિલંબ અને ખર્ચમાં વધારા અંગેના વિવાદમાં સપડાયો છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માટે રાજકીય વિશેષરૂપે મહારાષ્ટ્રમાં જમીન હસ્તાંતરણ સંબંધિત બાબતને કારણરૂપ ગણઆવ્યું હતું. પ્રોજેક્ટનો ખર્ચ વધીને લગભગ રૂ. 2 લાખ કરોડ થઈ ગયો છે, જે શરૂઆતના અંદાજિત ખર્ચ રૂ. 1.08 લાખ કરોડથી લગભગ બમણો છે. વધુમાં આ પ્રોજેક્ટ 2022ના નિર્ધારિત સમયથી લગભગ પાંચ વર્ષ વિલંબથી ચાલી રહ્યો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

દિવાળી વેકેશનમાં ગુજરાતના સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો, માત્ર એક અઠવાડિયામાં કરોડો રૂપિયાની આવક

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 9 નવી મહાનગરપાલિકાઓને વિનામૂલ્યે ફાળવાશે જમીન

NTC 1.0: આજે અમદાવાદમાં ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર આપશે ટ્રેડિંગ અને રિસ્ક મેનેજમેન્ટના મંત્ર

શિક્ષણ, આરોગ્ય અને રોજગારી માટે GCCIનો પ્રયાસ, Vibrant PACE 2.0માં ટકાઉ વિકાસ પર ભાર

First Bullet Train : 2027ના છેલ્લા ક્વાર્ટરમાં સુરત-વાપી વચ્ચે દોડશે પહેલી ટ્રેન

ગુજરાતના બંદરોથી પંજાબ-હરિયાણા સુધી સામાન પહોંચાડવો થશે સસ્તો અને ઝડપી, રેલવેએ તૈયાર કર્યો પ્લાન

અમદાવાદમાં માત્ર ₹3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ! 434 મકાનો માટે અરજી શરૂ





