ડિસેમ્બરમાં IPOની ધમાલ! OYO સહિત 6 કંપનીઓ ₹12,000 કરોડ સુધી એકત્ર કરવાની તૈયારીમાં
ડિસેમ્બર 2026માં ભારતીય IPO માર્કેટમાં મોટી હલચલ જોવા મળી શકે છે. OYOની પેરેન્ટ કંપની PRISM, Cult.fit સહિત 6 કંપનીઓ IPO લાવવાની તૈયારી કરી રહી છે.

December 2026 IPO: ભારતીય શેરબજારમાં IPOમાં રોકાણ કરનારા રોકાણકારો માટે ડિસેમ્બર મહિનો મહત્ત્વનો બની શકે છે. નવેમ્બર બાદ ડિસેમ્બરમાં એકસાથે 6 કંપનીઓ શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.અહેવાલો અનુસાર, આ કંપનીઓ IPO દ્વારા કુલ 10,000થી 12,000 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કંપનીઓ હોટેલ, ફિટનેસ, કેટરિંગ અને હાઇજીન જેવા અલગ-અલગ ક્ષેત્રોમાં કાર્યરત છે.
ડિસેમ્બરમાં કઈ 6 કંપનીઓના IPO આવી શકે?
અહેવાલો અનુસાર, આગામી IPOની યાદીમાં ફુડ લિંક એફ એન્ડ બી હોલ્ડિંગ્સ (Foodlink F&B Holdings), જેરાઈ ફિટનેસ (Jerai Fitness), સ્વારા બેબી પ્રોડક્ટ્સ(Swara Baby Products), નોબેલ હાઈજીન (Nobel Hygiene), ક્લ્ટ ફિટ (Cult.fit) અને OYOની પેરેન્ટ કંપની પ્રિઝ્મ (PRISM) સામેલ છે. અહેવાલો અનુસાર, આ કંપનીઓને નિયમનકારી મંજૂરી મળી ચૂકી છે અને ડિસેમ્બરમાં ઇશ્યૂ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.
Cult.fit અને OYOના IPO પર ખાસ નજર
ફિટનેસ અને એક્ટિવ લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મ Cult.fit આશરે 4,000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના ધરાવે છે. તેમાં નવા શેર અને ઓફર ફોર સેલ (OFS) બંને સામેલ હશે. બીજી તરફ OYO તરીકે ઓળખાતી PRISM આશરે 3,350 કરોડ રૂપિયાનો IPO લાવવાની તૈયારીમાં છે. કંપની હોસ્પિટાલિટી ટેકનોલોજી ક્ષેત્રે B2B અને B2C મોડલ પર કામ કરે છે.
Foodlink અને Jerai Fitnessનો IPO
લક્ઝરી કેટરિંગ કંપની Foodlink F&B Holdingsના IPOમાં 160 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ અને 1.20 કરોડ રૂપિયા શેરનો OFS સામેલ હશે. સંજય વઝીરાનીની કંપની ભારત ઉપરાંત UAE, બ્રિટન અને મલેશિયામાં પણ કાર્યરત છે. જિમ સાધનો બનાવતી Jerai Fitnessનો IPO સંપૂર્ણપણે OFS આધારિત હ. તેના હેઠળ 43.90 લાખ શેર વેચવામાં આવશે. કંપની સ્ટ્રેન્થ અને કાર્ડિયો સાધનો બનાવે છે.
Swara Baby Products અને Nobel Hygieneની તૈયારી
Swara Baby Products આશરે 1,000 કરોડ રૂપિયાનો IPO લાવવાની તૈયારીમાં છે. કંપની બાળકો, મહિલાઓ અને વયસ્કો માટે હાઇજીન ઉત્પાદનો બનાવે છે. Nobel Hygieneના IPOમાં 150 કરોડ રૂપિયયાનો ફ્રેશ ઇશ્યૂ અને 1.55 કરોડ રૂપિયા શેરનો OFS સામેલ હશે.કંપની એડલ્ટ,બેબી અને મહિલાઓ માટે હાઇજીન ઉત્પાદનો બનાવે છે. તેનો Friends બ્રાન્ડ પણ જાણીતો છે.
રોકાણકારોએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
આ કંપનીઓના બિઝનેસની સરખામણી કરવા શેરબજારમાં ઘણી ઓછી લિસ્ટેડ કંપનીઓ ઉપલબ્ધ છે. તેથી તેમનું યોગ્ય વેલ્યુએશન નક્કી કરવું પડકારજનક બની શકે છે.રોકાણકારોએ બ્રાન્ડની લોકપ્રિયતાને બદલે કંપનીની નાણાકીય સ્થિતિ, નફાકારકતા અને IPOના મૂલ્યાંકન પર ધ્યાન આપવું જરૂરી છે. નોંધનીય છે કે, આ તમામ IPOની અંતિમ તારીખ, પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ હજુ જાહેર થયા નથી.
આ પણ વાંચો: IPO Update | 19 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

IPO Update | 19 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Crystal Crop IPOમાં દિગ્ગજ રોકાણકારોની એન્ટ્રી, ₹136 કરોડનું રોકાણ

J.K. Shah Classes Listing: શેરબજારમાં BSE અને NSE પર JK Shahનું 18% પ્રિમિયમ સાથે લિસ્ટિંગ

IPO Update | 18 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

ગુજરાતની સોલર કંપનીના IPOને BSEની મંજૂરી, 43.60 લાખ શેરનો ઇશ્યૂ આવશે!

J.K. Shah Commerce Educationનું 18 નવેમ્બરે લિસ્ટિંગ, ₹1,000 કરોડની આવકનું લક્ષ્ય

Mahanadi Coalfields IPO: ₹8,981 કરોડનો IPO 19 નવેમ્બરથી, રોકાણ પહેલાં જાણો વિગતો




