Asian Markets Crash : ભારત સિવાય એશિયન બજારોમાં કડાકો, ભારે વેચવાલીથી રોકાણકારોમાં ફફડાટ
એઆઈના શેરોમાં વેચવાલીથી એશિયન બજારો ગગડ્યા, દક્ષિણ કોરિયાના કોસ્પી બજારનું ટ્રેડિંગ રોકવું પડ્યું, હોંગકોંગનું હેંગસેંગ પણ ચાર મહિનાના તળીયે, તાઈવાન બજારમાં સૌથી મોટો કડાકો

વૈશ્વિક શેરબજારમાં નબળા સંકેતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા સેમિકન્ડક્ટર કંપનીઓના શેરોમાં ભારે વેચવાલીને પગલે શુક્રવારે એશિયન શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોએ ટેક્નોલોજી શેરોમાં નફારૂપી વેચવાલી કરતાં સમગ્ર એશિયાના બજારો પર દબાણ વધ્યું હતું.
વૈશ્વિક શેરબજારોમાં જોવા મળી રહેલી નબળાઈની અસર શુક્રવારે એશિયન બજારો પર જોવા મળી હતી. જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના શેરબજારોમાં ભારે વેચવાલી થતાં મુખ્ય સૂચકાંકોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર કંપનીઓના શેરોમાં વેચવાલીનું દબાણ વધતાં રોકાણકારોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
શુક્રવારના બજારના આંકડા મુજબ જાપાનનો નિક્કેઈ 225 સૂચકાંક 5.06 ટકા તૂટીને 56,436.65ના સ્તરે બંધ થયો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 5.21 ટકા ઘટીને 4,869.96ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે તાઇવાનનો તાઇએક્સ સૂચકાંક 6.23 ટકાના મોટા ઘટાડા સાથે 36,033.29ના સ્તરે બંધ રહ્યો હતો. ચીનના બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી. શાંઘાઈ કમ્પોઝિટ સૂચકાંક 1.22 ટકા ઘટીને 3,533.79ના સ્તરે બંધ થયો હતો. જ્યારે શેનઝેન સૂચકાંકમાં 3.09 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 10,256.39ના સ્તરે રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો ASX 200 સૂચકાંક 1.58 ટકા ઘટીને 8,592.60ના સ્તરે બંધ થયો હતો.

AI અને ચિપ શેરોમાં વેચવાલીનું દબાણ
એશિયન બજારોમાં ઘટાડાનું મુખ્ય કારણ AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રને લઈને વધતી ચિંતા છે. રોકાણકારો હવે AI ક્ષેત્રમાં થઈ રહેલા અતિશય મૂડીરોકાણ સામે કંપનીઓને કેટલું વળતર મળશે તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. જાપાનમાં ટેક્નોલોજી અને ચિપ સંબંધિત શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ દક્ષિણ કોરિયામાં પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રના શેરો પર દબાણ રહ્યું હતું.
અમેરિકન બજારોની નબળાઈની અસર
એશિયન બજારોમાં વેચવાલી પાછળ અમેરિકન શેરબજારોની નબળી ચાલ પણ મહત્ત્વનું કારણ બની હતી. ગુરુવારે અમેરિકાના ડાઉ જોન્સમાં 2.19 ટકા, S&P 500માં 2.02 ટકા અને નાસ્ડેકમાં 2.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં ટેક્નોલોજી શેરોમાં થયેલી વેચવાલીની અસર એશિયાના ટેક્નોલોજી આધારિત બજારો પર પડી હતી.
ભારતીય બજાર માટે પણ ચિંતાના સંકેત
એશિયન બજારોના કડાકા અને અમેરિકન બજારોની નરમાઈ વચ્ચે શુક્રવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય શેરબજારના મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ દિવસના તળીયેથી 1,500 પોઈન્ટ જ્યારે નિફઅટી-50 212 પોઈન્ટથી વધુ ઉછળ્યા છે. જોકે, દુનિયાના અન્ય બજારોમાં કડાકો બોલાયો હોવાથી ભારતીય શેરબજાર માટે પણ પડકારજનક માહોલ ઊભો થયો છે. વિદેશી રોકાણકારોની ગતિવિધિ, વૈશ્વિક બજારોની દિશા અને ટેક્નોલોજી શેરોમાં જોવા મળતી હલચલ આગામી સત્રોમાં ભારતીય બજારની ચાલ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
રોકાણકારોની નજર હવે વૈશ્વિક સંકેતો પર
એકંદરે, શુક્રવારનું સત્ર એશિયન શેરબજારો માટે ભારે ઘટાડાવાળું રહ્યું હતું. ખાસ કરીને જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં થયેલી વેચવાલીએ વૈશ્વિક બજારોમાં વધતી અનિશ્ચિતતા તરફ ધ્યાન દોર્યું છે. આગામી દિવસોમાં અમેરિકન બજારોની ચાલ, AI ક્ષેત્રની કંપનીઓના પરિણામો અને વૈશ્વિક રોકાણકારોના વલણ પર બજારની નજર રહેશે.
એશિયન શેરબજારો માટે 20 નવેમ્બરનો દિવસ ભારે દબાણવાળો રહ્યો છે. ખાસ કરીને તાઇવાન, દક્ષિણ કોરિયા અને જાપાનના બજારોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. AI ક્ષેત્રના ઊંચા વેલ્યુએશન અને વૈશ્વિક ટેક્નોલોજી શેરોમાં વધતી ચિંતાએ રોકાણકારોના વિશ્વાસને હચમચાવી દીધો છે. તેની અસર આગામી સપ્તાહે ભારતીય બજારો પર પણ થાય તેવી આશંકા સેવાઈ રહી છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Stock Market LIVE updates | 20 November: BSE Sensexએ 84,000ની સપાટી વટાવી, નિફ્ટીએ 25,800 પણ તોડી

Paytm Share Price: એક અઠવાડિયામાં 10% તૂટ્યા બાદ હવે 33% તેજીની શક્યતા, જાણો ટાર્ગેટ પ્રાઈસ

Gold Loan Stocks: ગોલ્ડ લોન કંપનીઓનાં શેર 5% સુધી તૂટ્યા, MCX–હિન્દુસ્તાન ઝિંક પણ દબાણમાં

NSEએ રચ્યો ઇતિહાસ, વિશ્વના સૌથી મૂલ્યવાન એક્સચેન્જમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું

SC Agrotech Share: સતત ચોથા દિવસે અપર સર્કિટ! 6 મહિનામાં 228% રિટર્ન

Gold ETFમાં મોટો કડાકો: તમામ ETF લાલ નિશાનમાં, રોકાણકારોને મોટો ઝટકો

Opening Bell: શેરબજાર સપ્તાહનાં અંતે નબળું ખુલ્યુ, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો





