બ્રોકિંગ ઉદ્યોગે પરિવાર આધારિત મોડેલથી આગળ વધવું પડશેઃ આલોક તિવારી
મૂડીબજારમાં ટેક્નોલોજીનો ઝડપી પ્રવેશ, AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા પરિવર્તનો વચ્ચે બ્રોકિંગ ઉદ્યોગે માત્ર નવી ટેક્નોલોજી અપનાવવી પૂરતી નહીં રહે, પરંતુ પોતાની સંસ્થાકીય રચના, ગવર્નન્સ અને કામ કરવાની પદ્ધતિમાં પણ મૂળભૂત ફેરફાર કરવાની જરૂર છે, એમ નાણા મંત્રાલયના આર્થિક બાબતો વિભાગના સંયુક્ત સચિવ આલોક તિવારીએ જણાવ્યું હતું.

નવી દિલ્હીઃ મૂડીબજારમાં ટેક્નોલોજીનો ઝડપી પ્રવેશ, AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા પરિવર્તનો વચ્ચે બ્રોકિંગ ઉદ્યોગે માત્ર નવી ટેક્નોલોજી અપનાવવી પૂરતી નહીં રહે, પરંતુ પોતાની સંસ્થાકીય રચના, ગવર્નન્સ અને કામ કરવાની પદ્ધતિમાં પણ મૂળભૂત ફેરફાર કરવાની જરૂર છે, એમ નાણા મંત્રાલયના આર્થિક બાબતો વિભાગના સંયુક્ત સચિવ આલોક તિવારીએ જણાવ્યું હતું. તિવારીએ બ્રોકિંગ ઉદ્યોગના ભવિષ્ય અંગે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે પરંપરાગત રીતે પરિવાર દ્વારા સંચાલિત અથવા માત્ર ત્રણથી પાંચ લોકોની નાની બ્રોકિંગ ફર્મો લાંબા ગાળે બદલાતા બજાર સાથે કેટલી ટકી શકશે તે વિચારવાનો સમય આવી ગયો છે. ઉદ્યોગને વધુ પ્રોફેશનલ, સંસ્થાકીય અને મજબૂત ગવર્નન્સ આધારિત માળખા તરફ આગળ વધવું પડશે.
ટેક્નોલોજી કરતાં સંસ્થાકીય બદલાવ વધુ મહત્વનો
તિવારીએ જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને અન્ય નવી ટેક્નોલોજી મૂડીબજાર માટે મહત્વપૂર્ણ છે, પરંતુ માત્ર નવા ટૂલ્સ ખરીદવાથી કે નવી સિસ્ટમ સ્થાપિત કરવાથી પરિવર્તન પૂર્ણ થતું નથી. સરકાર, નિયમનકારો, માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ અને બ્રોકિંગ ફર્મોએ પોતાની આંતરિક રચના અને ગવર્નન્સને પણ બદલતા સમય પ્રમાણે વિકસાવવી પડશે. ટેક્નોલોજી બદલાય ત્યારે નિર્ણય લેવાની પ્રક્રિયા, જવાબદારીનું માળખું, જોખમ સંચાલન અને દેખરેખની પદ્ધતિઓ પણ તે પ્રમાણે બદલવી જરૂરી છે.
“એક જ નદીમાં બે વખત પ્રવેશી શકાય નહીં”
બદલાવના સ્વરૂપને સમજાવવા તિવારીએ પ્રાચીન દાર્શનિક વિચારનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે “એક જ નદીમાં બે વખત પ્રવેશી શકાય નહીં.” કારણ કે જ્યારે વ્યક્તિ ફરીથી એ જ નદીમાં પ્રવેશે ત્યારે સુધીમાં ઘણું પાણી વહેંચાઈ ચૂક્યું હોય છે. આ ઉપમાનાં માધ્યમથી તેમણે સમજાવ્યું કે બજાર, ટેક્નોલોજી અને રોકાણકારોની વર્તણૂક સતત બદલાતી રહે છે. એટલે ભૂતકાળમાં જે બિઝનેસ મોડલ સફળ રહ્યું હોય તે જ મોડલ ભવિષ્યમાં પણ સફળ રહેશે તેવી ધારણા રાખી શકાય નહીં. ઉદ્યોગે ભવિષ્યની પરિસ્થિતિને સમજીને સમયસર તૈયારી કરવી પડશે.
વિશ્વાસ માત્ર સંબંધોથી નહીં, સિસ્ટમથી પણ બને છે
તિવારીએ વિશ્વાસના બે પ્રકાર વચ્ચે મહત્વપૂર્ણ તફાવત રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે એક પ્રકારનો વિશ્વાસ “ઇન્ડક્ટિવ ટ્રસ્ટ” છે—અર્થાત કોઈ વ્યક્તિ કે સંસ્થા લાંબા સમયથી સારું કામ કરતી આવી હોય ત્યારે તેના ભૂતકાળના રેકોર્ડને આધારે વિશ્વાસ ઊભો થાય છે. પરંતુ આધુનિક નાણાકીય બજારમાં માત્ર વ્યક્તિગત સંબંધો અથવા પ્રતિષ્ઠા પૂરતી નથી. “સ્ટ્રક્ચરલ ટ્રસ્ટ” પણ એટલો જ મહત્વનો છે. મજબૂત ઓડિટ, ગવર્નન્સ, આશ્વાસન પ્રક્રિયા, આંતરિક નિયંત્રણ અને જવાબદારીનું સ્પષ્ટ માળખું રોકાણકારોમાં લાંબા ગાળાનો વિશ્વાસ ઊભો કરે છે.
બ્રોકરો જ બજારના ‘એક્શન હીરો’
બ્રોકરોની ભૂમિકા સમજાવવા તિવારીએ ફૂટબોલ મેચનું રસપ્રદ ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે કોઈ વ્યક્તિ ફૂટબોલ મેચ જોવા માટે “રેફ્રિજરેશન” જોવા જતો નથી; લોકો ખેલાડીઓને જોવા જાય છે. આ ઉપમા દ્વારા તેમણે જણાવ્યું કે નિયમનકારો, એક્સચેન્જો અને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજારને કાર્યરત રાખવા માટે જરૂરી છે, પરંતુ બજારના મેદાનમાં વાસ્તવિક ક્રિયાશીલ ભૂમિકા બ્રોકરો ભજવે છે. તેમણે બ્રોકરોને “ફૂટબોલ પ્લેયર્સ” અને “એક્શન હીરો” તરીકે વર્ણવતા જણાવ્યું કે રોકાણકારો અને મૂડીબજાર વચ્ચેનો સક્રિય સંપર્ક, ટ્રેડિંગ, સલાહ અને બજારની ગતિમાં બ્રોકરોની ભૂમિકા સૌથી આગળ રહે છે.
ભવિષ્ય માટે પ્રોફેશનલાઇઝેશન અનિવાર્ય
તિવારીના સંદેશનો મુખ્ય સાર એ રહ્યો કે બ્રોકિંગ ઉદ્યોગ માટે આગામી તબક્કો માત્ર ટેક્નોલોજી અપગ્રેડનો નહીં, પરંતુ સંસ્થાકીય પરિવર્તનનો છે. નાના અને પરિવાર આધારિત બિઝનેસ મોડલમાંથી વધુ પ્રોફેશનલ મેનેજમેન્ટ, મજબૂત ગવર્નન્સ અને ટેક્નોલોજી આધારિત માળખા તરફ આગળ વધવું પડશે. AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા બદલાવની વચ્ચે જે બ્રોકિંગ સંસ્થાઓ સમયસર પોતાનું માળખું બદલશે, સિસ્ટમ આધારિત વિશ્વાસ ઊભો કરશે અને પ્રોફેશનલ ગવર્નન્સ અપનાવશે, તેઓ જ ભવિષ્યના વધુ જટિલ અને ઝડપી મૂડીબજારમાં મજબૂત સ્થિતિ જાળવી શકશે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

એક્સ્ચેન્જોની ભૂમિકા બદલાઈ, ફક્ત મૂડી એકત્રીકરણ જ નહીં રિસ્ક મેનેજમેન્ટ પણ જરૂરી : વિકાસ ગોયલ

SEBI Reforms Roadmap: AIથી બોન્ડ ટોકનાઇઝેશન સુધી, મૂડીબજારમાં શું બદલાશે

બ્રોકરો ટેકનોલોજી અને રિસર્ચ પર ભાર મૂકેઃ કમલેશ શ્રોફ

શેરબજાર થશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત! બોન્ડથી AI સુધી 5 મોટા સુધારાની SEBIએ બતાવી ભવિષ્યની દિશા

ડિમેટ ખાતાંમાં જોરદાર ઉછાળો! 5 વર્ષમાં 4 કરોડથી 20 કરોડની સફર, હવે 27% પહોંચનું લક્ષ્ય

BSE સેન્સેક્સ દિવસના તળિયેથી 650 પોઇન્ટ ઉચકાઈને બંધ આવ્યો, નિફ્ટી 22,600 જાળવવામાં સફળ

ચીનના AI ડેવલપર કંપનીઓના શેરમાં 150 અબજ ડોલરનો ઘટાડો





