ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું
ચીનની મેમરી-ચિપ કંપની CXMTની ઝડપી પ્રગતિથી દક્ષિણ કોરિયાની સેમીકન્ડક્ટર કંપનીઓ પર દબાણ વધ્યું અને KOSPIમાં 7%થી વધુનો કડાકો આવ્યો. કોસ્પિ ઈન્ડેક્સ પાંચ દિવસમાં 15% તૂટ્યો

દક્ષિણ કોરિયાનું શૅરબજાર આ વર્ષે દુનિયામાં સૌથી સારો દેખાવ કરનારું બજાર છે. તેનું કારણ સેમીકન્ડક્ટર ચિપના શૅરોમાં આવેલી તેજી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં આ શૅર શૅરબજાર માટે મુશ્કેલીનું કારણ બની ગયા છે. મંગળવારે બેન્ચમાર્ક કોસ્પી ઈન્ડેક્સ 7 ટકાથી વધૂ તૂટ્યો હતો, જેથી થોડાક સમય માટે ટ્રેડિંગ રોકવું પડ્યું હતું. પાંચ દિવસમાં તેમાં 15 ટકાનો ઘટાડો આવ્યો છે. દક્ષિણ કોરિયાની કંપનીઓને ચીન તરફથી આકરી ટક્કર મળવાની સંભાવનાથી કોરિયન કંપનીઓ પર રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.
અમેરિકન મેમરી-ચિપ બનાવતી કંપની માઈક્રોન ટેક્નોલોજીના શૅરોમાં સોમવારે ઘટાડો આવ્યો હતો. તેની અસર મંગળવારે દક્ષિણ કોરિયામાં પણ જોવા મળી. તાજેતરમાં લિસ્ટ થયેલી ચીનનીકંપની CXMTએ જે રીતે પ્રોગ્રેસ કરી છે, તેનાથી વૈશ્વિક મેમરી-ચિપ કંપનીઓમાં ગભરાટ ફેલાયેલો છે.
કોરિયા એક્સચેન્જે સ્થાનિક સમય મુજબ સવારે 9.47 કલાકે પાંચ મિનિટ માટે પ્રોગ્રામ સેલ ઓર્ડર અટકાવી દીધા, જ્યારે કોસ્પી 200 ફ્યુચર્સ ઈન્ડેક્સ 5.08 ટકા અથવા 51.20 પોઈન્ટ ગગડીને 955.02 પર આવી ગયો. તેમાં સતત પાંચમા સત્રમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2024 બાદ આ ઈન્ડેક્સમાં ઘટાડાનો આ સૌથી લાંબો સમય છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીનની કંપનીઓ વૈશ્વિક પ્રતિસ્પર્ધીઓ સાથે ટેક્નોલોજીનું અંતર તિવ્ર ગતિએ ઘટાડી રહી છે. તેનાથી દક્ષિણ કોરિયાના શૅરબજાર પર દબાણ પડી રહ્યું છે.
રોકાણકારોએ 2,065.3 અબજ વૉન વેચ્યા
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના શૅરોમાં 7.39 ટકાનો ઘટાડો આવ્યો જ્યારે એસકે હાઈનિક્સ 10 ટકાથી વધુ તૂટ્યો. આ ઘટાડો માત્ર ટેક્નોલોજી શૅરો સુધી મર્યાદિત નથી રહ્યો. બેટરી બનાવતી કંપની LG એનર્જી સોલ્યુશનમાં પણ 4.15 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હ્યુન્ડઈ મોટરમાં 5.78 ટકા અને કિઆ કોર્પમાં 3.52 ટકાની નરમાઈ જોવા મળી. અન્ય મોટા શૅરોમાં POSCO હોલ્ડિંગ્સમાં 4.85 ટકા જ્યારે સેમસંગ બાયોલોજિક્સ 1 ટકા ગગડ્યા.
કોસ્પિ ઈન્ડેક્સના 915 શૅરોમાંથી 832 શૅરોમાં ઘટાડો આવ્યો જ્યારે 66 શૅરોમાં તેજી જોવા મળી. વિદેશી રોકાણકારોએ 2,065.3 અબજ વૉનના દક્ષિણ કોરિયન શૅર વેચ્યા જેનાથી ઈક્વિટી પર વેચવાલીનું દબાણ વધી ગયું. કરન્સી બજારમાં દક્ષિણ કોરિયન કરન્સી વૉન 0.22 ટકા નબળી થઈ પ્રતિ ડોલર 1,338.8 પર આવી ગઈ. તેનો પાછલો બંધ ભાવ 1,335.8 હતો. માર્કેટમાં ઉથલ-પાથલ વચ્ચે દક્ષિણ કોરિયન સરકારી બોન્ડ યીલ્ડમાં પણ ઘટાડો જોવા મળ્યો.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો




