KuberaNowLogo
Friday, 18/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold and Silver Price Today : સોના-ચાંદીમાં કડાકો, જાણો આજે તમારા શહેરમાં શું છે ભાવ?

અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં વધારો કર્યા પછી સોના-ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે. ગુરુવારે કિંમતી ધાતુની કિંમતોમાં ઘટાડો આવ્યો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 17 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Gold Silver Down 17
AI Generated Image

અમદાવાદ : ભારતમાં કોમોડિટી બજાર માટે ગુરુવારનો દિવસ ઘણો મહત્વનો બની રહ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વે ગઈકાલે રાતે અપેક્ષા મુજબ જ વ્યાજદરમાં25 બેસી પોઈન્ટનો વધારો કરીને તેને3.75થી વધારીને 4 ટકા કર્યો છે. અમેરિકન ફેડ રિઝર્વે 2023 પછી પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. ફેડ રિઝર્વના આ પગલાંની ભારતીય બજાર પર અસર પડી છે. સોના અને ચાંદીમાં અગાઉના સત્રની સરખામણીમાં તિવ્ર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વૈશ્વિક બુલિયન કિંમતોમાં ગુરુવારે સુધારો થયો હતો. સ્પોટ ગોલ્ડ 1 ટકાથી વધુ વધીને પ્રતિ ઔંસ 4,310 ડોલરની આજુબાજુ પહોંચ્યો હતો જ્યારે ચાંદીમાં પણ ઊછાળો જોવા મળ્યો હતો. રોકાણકારો ફેડ રિઝર્વના નિર્ણય ઉપરાંત અમેરિકન ડોલર, ટ્રેઝરી યીલ્ડ અને ભૂ-રાજકીય ડેવલપમેન્ટને ટ્રેક કરી રહ્યા છે.


બોન્ડ અને અન્ય વ્યાજવાળી અસ્કયામતો આકર્ષક બનશે

અમેરિકામાં મોંઘવારી અંગે ફેડનું કહેવું છે કે મોંઘવારી હજુ પણ તેના 2 ટકાના ટાર્ગેટ ઉપર છે. સાથે જ આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત બની છે. વર્ક માર્કેટમાં પણ રોજગારની સ્થિતિ છે. ઉત્પાદક્તા અને કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મજબૂત બનેલું છે. આ જ કારણે ફેડનું ફોકસ હજુ પણ કિંમતોને સ્થિર રાખવા પર છે. ફેડ રિઝર્વના વ્યાજદર વધારવાના નિર્ણયની સોનાના ભાવ પર અસર ત્રણ પ્રકારે પડે છે. બોન્ડ અને અન્ય વ્યાજવાળી અસ્કયામતો આકર્ષક બની શકે છે. ઊંચા રેટના કારણે સોનું રાખવાનો ખર્ચ વધી શકે છે. બીજી તરફ ભૂ-રાજકીય તણાવ અને ઊર્જા કિંમતોમાં વધારા જેવી પરિસ્થિતિઓથી સોનાની સિક્યોર ઈન્વેસ્ટમેન્ટવાળી માગને ટેકો મળી શકે છે. તેથી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.


આંતરરાષ્ટરીય બજાર એટલે કે Comex પર સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. Comex પર આંકડા જોઈએ તો સોનું 1.4 ટકા સુધી ગગડ્યું છે અને ભાવ પ્રતિ ઔંસ 4,322.80 ડોલરે પહોંચી ગયા છે. બીજીબાજુ ચાંદના ભાવ 1.69 ટકા સુધી ગગડી ગયા છે. એવામાં કિંમત પ્રતિ ઔંસ 63.820 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહી છે.


MCX પર પણ સોના અને ચાંદીમાં ઘટાડો

ઘરેલુ બુલિયન બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનું ગગડીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,50,937ના સ્તરે ટ્રેડ કરતું જોવા મળ્યું છે. બીજીબાજુ ચાંદીની વાત કરીએ તો તે રૂ. 2,386 ઘટ્યો અને કિંમત પ્રતિ કિલો રૂ. 2,32,400ના સ્તરે પહોંચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર ડિલિવરીવાળા સોનાનો ભાવ રૂ. 1533 સુધી ગગડ્યો હતો અને કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 1,50,937ના સ્તરે ટ્રેડ કરતી જોવા મળી હતી. ચાંદીમાં રૂ. 2386નો ઘટાડો આવ્યો હતો અને કિંમત પ્રતિ કિલો રૂ. 2,32,400ના સ્તરે પહોંચી ગઈ હતી.


ભારતમાં રિટેલ બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,51,580ના સ્તરે ઘટ્યો હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ અંદાજે રૂ. 1,39,948ના સ્તરે બનેલો છે. 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,13,685ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 2,32,260ના સ્તરે ટ્રેડકરતો જોવા મળ્યો છે.


ગ્રો વેબસાઈટ મુજબ દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,890/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,150/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,670/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


નવી દિલ્હી

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,990/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,240/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,740/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


મુંબઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,840/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,100/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,630/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


કોલાકાતા

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,52,840/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,100/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,14,630/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,45,000/1 કિલો


ચેન્નઈ

24 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,53,440/10 ગ્રામ

22 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,40,650/10 ગ્રામ

18 કેરેટ સોનાનો ભાવ - રૂ. 1,15,080/10 ગ્રામ

ચાંદીનો ભાવ - રૂ. 2,50,000/1 કિલો


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
  2. UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
  3. શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
  4. ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો

Economy

See more
  1. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
  2. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  3. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  4. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM