UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
બ્રોકર્સ માટે પેમેન્ટ પ્રોસેસિંગ સેવાઓ આપતી કંપનીઓનું કહેવું છે કે કેટલાક બ્રોકર UPIના બદલે નેટબેન્કિંગને પ્રાથમિક્તા આપી શકે છે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે UPI પેમેન્ટ પર 0.40 ટકાનો MDR જાહેર કર્યા પછી દેશભરમાં હોબાળો મચી ગયો છે. પેટ્રોલ પંપ એસોસિએશન પછી હવે શૅર બજારમાં કામ કરતા બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ પણ UPI MDR સામે સવાલ ઉઠાવ્યા છે. ટ્રેડિંગ એકાઉન્ટમાં UPI મારફત નાણઆં ડિપોઝીટ કરવા અને મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા પેમેન્ટ પર લાગતા નવા ચાર્જ અંગે સ્ટોક બ્રોકર્સ તથા મ્યુચ્યુઅલ ફંડોએ ચિંતા વ્યક્ત કરી છે. હવે SEBI ચેરમેન તુહિન કાંત પાંડેએ બ્રોકર્સની ચિંતાઓ પર સેબી ધ્યાન આપી શકે છે તેવી હૈયાધારણ આપી છે.
નવા નિયમો હેઠળ કેપિટલ બજારમાં સાથે સંકળાયેલા UPI ટ્રાન્ઝેક્શન પર 0.2 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગશે, તેમાં સ્ટોક બ્રોકર્સ, સિક્યોરિટીઝ એન્ડ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા પેમેન્ટનો સમાવેશ થાય છે. જોકે, આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શનસ મહત્તમ રૂ. 300 સુધી મર્યાદિત રહેશે. આ નવા ચાર્જ 15 ઓક્ટોબરથી લાગુ થવાના છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ SIP જેવા વારંવાર થતા સ્ટેન્ડિંગ ટ્રાન્ઝેક્શન અથવા UPI મેન્ડેટ પર MDR ચાર્જ લાગુ નહીં થાય.
નેશનલ બેન્ક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોન્કલેવ સમયે તુહિન કાંત પાંડેએ કહ્યું કે, મને લાગે છે કે તેમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા છે. અમે નિશ્ચિતરૂપે તેના પર ધ્યાન આપીશું અને જોઈશું કે તેને કેવી રીતે સરળ બનાવી શકાય છે.
MDR અંગે બ્રોકર્સની ચિંતા શું છે?
બ્રોકર્સની ચિંતા એ છે કે સેબીના નિયમો હેઠળ બ્રોકર્સે સમયે-સમયે ગ્રાહકોની નહીં વપરાયેલી રકમ પાછી કરવાની હોય છે, જેનેક્લાયન્ટ ફ્લોટ કહે છે. ગ્રાહકોના ભંડોળનો કોઈ દુરુપયોગ ના થાય તે માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, હવે ટ્રેડિંગ એકાઉન્ટમાં UPI મારફત નાણાં જમા કરાવવા પર પણ MDR લાગી શકે છે. આ નિયમ હેઠળ ટ્રેડિંગ એકાઉન્ટમાં જમા કરાયેલા રૂપિયા પર કોઈ ટ્રેડ ના થયો હોય અને બ્રોકરને બ્રોકરેજ તરીકે કોઈ કમાણી ના થઈ હોય ત્યારે પણ બની શકે છે. બ્રોકર્સનું કહેવું છે કે નવા નિયમ હેઠળ UPI MDR તેમના માટે વારંવાર થતો પરિચાલન ખર્ચ બની શકે છે, જે કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે. બીજીબાજુ બ્રોકર્સને તેનાથી કોઈ વધારાનો લાભ અથવા કમાણી થતી નથી.
બ્રોકર્સ માટે પેમેન્ટ પ્રોસેસિંગ સેવાઓ આપતી કંપનીઓનું કહેવું છે કે કેટલાક બ્રોકર UPIના બદલે નેટબેન્કિંગને પ્રાથમિક્તા આપી શકે છે. તેનુંકારણ એ છે કે નેટબેન્કિંગ ટ્રાન્ઝેક્શન પર અંદાજે 8 રૃપિયાથી 12 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે. આ ચાર્જ બેન્કો અને પેમેન્ટ પ્રોસેસિંગ કંપનીઓ વચ્ચે વાતચીતના આધારે નિશ્ચિત થાય છે.
MDR માટે સ્ટોક બ્રોકર્સને મર્ચન્ટ માનવા અયોગ્ય
બ્રોકર્સનું કહેવું છે કે MDR માટે સ્ટોક બ્રોકર્સને મર્ચન્ટ માનવા યોગ્ય નથી. બ્રોકર્સ મુખ્યરૂપે એક માધ્યમરૂપે કામ કરે છે. ક્લાઈન્ટના પૈસા માર્જિન અને સેટલમેન્ટ માટે ક્લિયરિંગ કોર્પોરેશન સુધી પહોંચાડે છે. એવામાં બ્રોકર્સની વાસ્તવિક કમાણી અથવા બ્રોકરેજના બદલે ફંડ ફ્લો પર MDR લગાવવો UPIને ખૂબ જ મોંઘી બનાવી દેશે. તેનાથી બ્રોકિંગ ઈન્ડસ્ટ્રીમાટે UPIનો ઉપયોગ કરવો મુશ્કેલ બની શકે છે.
ઝિરોધાના સહ-સ્થાપક નિતિન કામથે સૂચન કર્યું છે કે બ્રોકિંગ સંબંધિદ UPI ટ્રાન્ઝેક્શન્સ પર MDR ઘણો ઓછો રાખવો જોઈએ. તેને પ્રતિ ટ્રાન્ઝેક્શન 5થી 10 રૂપિયાની મહત્તમ મર્યાદા સુધી રાખવો જોઈએ. હાલ કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા ટ્રાન્ઝેક્શન માટે સૂચિત મહત્તમ ચાર્જ 300 રૂપિયા છે. જોક્, બ્રોકિંગ ટ્રાન્ઝેક્શન માટે તેનાથી ઘણી ઓછી હોવી જોઈએ.
રોકાણકારોના ફંડનું સેટલમેન્ટ જરૂરી : બ્રોકર્સ
બ્રોકર્સના ઓર્ગેનાઈઝેશને પણ આ મુદ્દો SEBI સામે ઉઠાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઉદ્યોગના નવા નિયમો લાગુ કરવામાં આવતા પડકારો પર બજાર નિયમનકાર સાથે ચર્ચા કરી છે. બ્રોકર્સ સ્પષ્ટતા ઈચ્છે છે કે ટ્રેડિંગ એકાઉન્ટમાં નાણાં જમા કરાવનારા ટ્રાન્ઝેક્શન પર અલગ નિયમ લાગુ કરવામાં આવી શકે છે કે નહીં, તેનું કારણ એ છે કે નિયમો હેઠળ રોકાણકારોના ફંડનું સેટલમેન્ટ જરૂરી છે.
SEBI ચેરમેન તુહિન કાંત પાંડેએ બ્રોકર્સની ચિંતા અંગે જણાવ્યું કે, સેબી તેના પર ધ્યાન આપી શકે છે. મને લાગે છે કે આમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા છે. અમે નિશ્ચિતરૂપે તેના પર ધ્યાન આપીશું અને જોઈશું કે તેને કેવી રીતે સળ બનાવી શકાય છે.
REITs, InvITs અને બોન્ડ બજાર પર પણ બોલ્યા સેબી ચેરમેન
આ સમયે તુહિન કાંત પાંડેએ રેગ્યુલેટર રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે REITs અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે InvITsમાં રોકાણકારોની ભાગીદારી વધારવા,કોર્પોરેટ બોન્ડ માર્કેટને મજબૂત કરવા અને ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે AIFના નિયમોને આગળ વિકસિત કરવા પર ધ્યાન આપશે. REITs અને InvITsમાં ઘરેલુ સંસ્થાગત રોકાણકારો, વૈશ્વિક લાંબા ગાળાના રોકાણકારો અને રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવાની સંભાવના છે. બીજીબાજુ કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં વધુ કંપનીઓને બોન્ડ જાહેર કરવા, રોકાણકારોની ભાગીદારી વધારવા અને સેકન્ડરી માર્કેટમાં લિક્વિડિટી સારી કરવાની જરૂર છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
- UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
- શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
- ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
