KuberaNowLogo
Friday, 02/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

HDFC Bankમાં નવા સીઇઓ નીમાતા સસ્પેન્સ પૂરું, શેરમાં 32 ટકા વૃદ્ધિની આશા

કંપનીના શેર માટે બાય રેટિંગ અને તેમા 32 ટકા વૃદ્ધિની આશા સાથે રૂ. 950નો ટાર્ગેટ પ્રાઇસ

desk@kuberanowPublished On : 2 Oct 2026
HDFC Bank
AI GENERATED

HDFC Bankમાં નવા સીઇઓ તરીકે અનુપ બાગચીની નિમણૂક કરવામાં આવતા કોર્પોરેટ મેનેજમેન્ટ અંગેને લઈને ચાલતી શંકાઓનો અંત આવી ગયો છે. તેઓ 27મી ઓક્ટોબરથી નવા એમડી અને સીઇઓ તરીકેનો ચાર્જ સંભાળશે.  આના પગલે નોમુરાએ કંપનીના શેર માટે બાય રેટિંગ આપ્યું છે અને તેમા 32 ટકા વૃદ્ધિની આશા સાથે રૂ. 950નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.


રિઝર્વ બેન્કે અનુપ બાગચીની તેમની નિમણૂક કરી છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે. તેઓ શશીધર જગદીશનનો હોદ્દો સંભાળશે. શશીધર જગદીશન 26 ઓક્ટોબરે નિવૃત્ત થાય છે. જો કે નોમુરા માને છે કે આગામી દિવસોમાં બાગચીના કામકાજ પરથી બેન્કની કોર્પોરેટ ટ્રાન્સપરન્સીની ખબર પડશે. જો કે બાગચી આઇસીઆઈસીઆઈ બેન્કમાં ત્રણ દાયકા કરતાં પણ વધુનો અનુભવ ધરાવતા હોવાથી તેમને બેન્કના એમડી નીમાતા ખાસ વાંધો નહીં આવે તેમ માનવામાં આવે છે.


રોકાણકારોના મોરચે જોઈએ તો તેમને ગમે તે એમડી અને સીઇઓ હોય તેનાથી કોઈ નિસ્બત નથી. તેમની નજર ફક્ત કંપનીની નીતિઓનો કેટલી સારી રીતે અમલ થાય છે તેના પર હોય છે. એચડીએફસી બેન્ક હાલમાં ઘણા પડકારોનો સામનો કરી રહી છે અને ડિપોઝિટ એકત્રીકરણ, લોન ગ્રોથ અને માર્જિન રિકવરીના મોરચે ઘણા બધા અવરોધોનો સામનો કરી રહી છે.


લોન ગ્રોથ પણ બીજું મહત્વનું પરિબળ છે. જો ક્રેડિટ ગ્રોથમાં માર્જિન પર વધારાનું દબાણ કર્યા વગર ધિરાણમાં વૃદ્ધિ થાય તો તેનાથી બેન્કની નફાકારકતા પર પણ નોંધપાત્ર અસર પડી શકે છે. બેન્કે લોન ગ્રોથ, ડિપોઝિટ ખર્ચ અને કુલ ફંડિંગ મિક્સ વચ્ચે સંતુલન સાધવાની જરૂર છે. હવે તેમા કોઈપણ પ્રકારના સુધારો નફાકારકતાને વેગ આપી શકે છે.


નોમુરાએ જણાવ્યું હતું કે ડિપોઝિટ મોબિલાઇઝેશન, લોન ગ્રોથ જાળવવી, માર્જિન રિકવરી અને રિટર્ન રેશિયોમાં સુધારો સૌથી મહત્વના પરિબળ હશે.  બ્રોકરેજ માને છે કે નવી લીડરશિપ વ્યૂહાત્મક રિસેટ માટેની તક પૂરી પાડે છે. નોમુરાએ તેનો રૂ. 950નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. સીઇઓની નિમણૂક થતાં કંપની પરથી એક મોટી અનિશ્ચિતતા દૂર થઈ ગઈ છે. આગામી તબક્કો નાણાકીય કામગીરીનો અને કંપની કેટલી વૃદ્ધિ કરી શકે છે તેનો રહેશે.


આ પણ જુઓઃ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM