KuberaNowLogo
Friday, 28/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીય શેરબજાર 330 પોઇન્ટના ઊંચા મથાળે ખૂલી ઘટાડા તરફ સરક્યું

ભારતીય શેરબજારમાં ફરી પાછી ઊંચા મથાળે નફાકીય વેચવાલી જોવા મળતા બજાર ઊંચામાં ખૂલી ઘટાડા તરફ આગળ વધ્યું હતું બપોરના બાર વાગે બજાર 77,643 હતું

KuberaNow
desk@kuberanow26 Aug 2026
InstagramFacebookXLinkedIn
કોમેક્સ પર સોનાના ભાવમાં પ્રતિ ઔંસ 4,697.30 ડોલરના ભાવે સોદા પડતા હતા. ભારતમાં 24 કેરેટના પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 1,63,130 રૂપિયા ચાલી રહ્યો છે
કોમેક્સ પર સોનાના ભાવમાં પ્રતિ ઔંસ 4,697.30 ડોલરના ભાવે સોદા પડતા હતા. ભારતમાં 24 કેરેટના પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 1,63,130 રૂપિયા ચાલી રહ્યો છેAI Generated Image

મુંબઈઃ પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તનાવ હળવો થતાં અને ઊંચા સ્તરે પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવ નીચે ઉતરતા ભારતીય શેરબજાર 330 પોઇન્ટ ઊંચામાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ગઇકાલના 77,656.09ના બંધ સામે ઊંચામાં 77,986.84 જઈ આવ્યો હતો. તેના પછી નીચામાં તે 77,625.75 પર જઈ આવ્યો હતો. આ જ રીતે NSEનો નિફ્ટી 50 ઊંચામાં 24,378.60 પર જઈ આવ્યો હતો અને નીચામાં 24,294.25ની સપાટી બનાવી હતી. હાલમાં તે 60 પોઇન્ટ ઘટી 24,322 .40 ચાલી રહ્યો છે, જેણે 24,266.45ની નીચી સપાટી બનાવી હતી.


નિફ્ટી 50માં એશિયન પેઇન્ટ્સ, ઇન્ટરગ્લોબ એવિયેશન, ICICI બેન્ક, SBI લાઇફ ઇન્સ્યોરન્સ, અને HDFC લાઇફ ઇન્સ્યોરન્સ ટોપ ગેઇનર હતા. ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં અને પ્રતિ બેરલ 85 ડોલર થતાં ભારતીય બજારો હકારાત્મક ખૂલ્યા હતા. ગિફ્ટ નિફ્ટીએ નિર્દેશ આપી જ દીધો હતો કે ભારતીય બજાર ઊંચામાં ખૂલશે.


એશિયાઈ બજારો

એશિયાઈ બજારો અમેરિકન ફ્યુચર્સના પગલે બુધવારે ઘટાડે ચાલી રહ્યા હતા. જાપાનનો નિક્કી 225 પોઇન્ટ ઘટીને 0.5 ટકા પર બંધ આવ્યો હતો. જ્યારે ટોપિક્સ 0.22 ટકા વધ્યો હતો. સાઉથ કોરીયાના કોસ્પીએ 0.12 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. સ્મોલ કેપ કોસ્ડેક 1.30 ટકા ઘટ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 25,648 ચાલતો હતો, જ્યારે ઇન્ડેક્સનો અગાઉનો બંધ 25,511.1 હતો.


યુએસ ફ્યુચર્સ

અમેરિકન ફ્યુચર્સના કોન્ટ્રાક્ટમાં બુધવારે સવારે નીચામાં સોદા પડતા હતા. અમેરિકન ફ્યુચર્સ મુજબ ડાઉ જોન્સ એકદમ ફ્લેટ હતો. જ્યારે S&P 500 0.21 ટકા ઘટેલો હતો. નાસ્ડેક 100 ફ્યુચર્સ 0.51 ટકા ડાઉન હતો. બોન્ડ ઊપજમાં ઘટાડા અને ઓઇલ પ્રાઇસમાં ઘટાડાના પગલે અમેરિકન બજાર મંગળવારે વધીને બંધ આવ્યું હતું. ડાઉ જોન્સ 160.24 પોઇન્ટ વધીને 53,577.40 પર બંધ આવ્યો હતો.


ક્રૂડ ઓઇલ

અમેરિકન રાજદ્વારીઓએ અમેરિકા-ઇરાન વચ્ચેની સ્થિતિ હાલમાં વધુ નહીં વણસે તેવા સંકેત આપતા ટ્રેડરોએ ભૂરાજકીય રિસ્ક પ્રીમિયમમાં તેમની પોઝિશન સુલટાવી હતી. તેના લીધે વેસ્ટ ટેક્સાસ ક્રૂડ (WTI) બે ટકા ઘટીને પ્રતિ બેરલ 80.72 ડોલર પર બંધ આવ્યું હતું. જ્યારે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2.22 ટકા ઘટીને 86.61 ડોલર પર બંધ આવ્યુ હતું. આમ તે પ્રતિ બેરલ 90 ડોલરની મનોવૈજ્ઞાનિક સપાટીથી નીચે હતું. કોમેક્સ પર ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 1.71 ટકા ઘટીને 80.95 ડોલર ચાલતા હતા.


સોનું

કોમેક્સ પર સોનાના ભાવમાં પ્રતિ ઔંસ 4,697.30 ડોલરના ભાવે સોદા પડતા હતા. ભારતમાં 24 કેરેટના પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 1,63,130 રૂપિયા ચાલી રહ્યો છે, જે ગઇકાલ કરતાં 0.04 ટકા વધારો દર્શાવે છે. જો કે દિલ્હીમાં આ જ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ.1,62,850 ગ્રામ હતો. જ્યારે 18 કેરેટના સોનાનો ભાવ 1,22,347 ચાલતો હતો.


ચાંદી

કોમેક્સ પર ચાંદીનો ભાવ 0.26 ટકા ઘટીને પ્રતિ ઔંસ 68.50 ડોલર થયો હતો. જ્યારે ભારતમાં ચાંદીનો ભાવ 0.11 ટકા ઉચકાઈને પ્રતિ કિલોગ્રામ 2.45 લાખ રૂપિયા હતો. ભૂરાજકીય તનાવ અને આર્થિક અનિશ્ચિતતાના પગલે ચાંદીએ નવી ટોચ બનાવી હતી, પરંતુ તેના પછી તેમા તીવ્ર ઘટાડો આવ્યો હતો. જો કે તે સમયે સટ્ટાકીય ખરીદીના લીધે તેનો ભાવ ઊંચે ગયો હતો.


FII અને DIIના આંકડા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) 1,593 કરોડની ખરીદી સાથે ચોખ્ખા ખરીદદાર હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ (DII)એ 230.26 કરોડના શેરની ખરીદી કરી હતી, એમ એનએસઇ પરના આંકડા જણાવે છે.

યુએસ ડોલર

છ અગ્રણી વિદેશી ચલણોના બાસ્કેટ સામે ડોલરનું મૂલ્ય માપતો યુએસ ડોલર ઇન્ડેક્સ (DXY) 98.90 પર ટ્રેડ થતો હતો. ડોલર ઇન્ડેક્સ અગ્રણી ચલણો સામે ડોલરની ક્ષમતા કે નબળાઈની સમીક્ષા કરે છે. છ અગ્રણી ચલણોના બાસ્કેટમાં બ્રિટિશ પાઉન્ડ, યુરો, સ્વીડિશ ક્રોનર, જાપાનીઝ યેન, સ્વિસ ફ્રાન્ક વગેરેનો સમાવેશ થાય છે. મંગળવારે રૂપિયો ડોલર સામે 0.36 ટકા વધીને 95.41 પર બંધ આવ્યો હતો.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM