
MDR મુલતવી રાખવાના અહેવાલે Paytm, MobiKwik, Pine Labsમાં 10થી 8 ટકા સુધીનો ઘટાડો
NPCI આગામી બેએક દિવસમાં MDR ચાર્જ મુલતવી રાખવા અંગે નિર્ણય તેવી સંભાવના

નવી દિલ્હીઃ UPI પરનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ મુલતવી રાખવાના અહેવાલે Paytm, MobiKwik, Pine Labsમાં સાત ટકા સુધી ઘટાડો થયો છે. હવે આ કંપનીઓ રાહ જોઈ રહી છે કે સરકાર આના અંગે શું નિર્ણય લેવાની છે. Paytmની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સમાં NSE પર લગભગ 10 ટકા ઘટાડાએ રૂ. 1,560 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે વન મોબિક્વિક સિસ્ટમ્સ 8.43 ટકા ઘટીને રૂ. 234.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે પાઇન લેબ્સ 5.68ટકા ઘટીને રૂ.168.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ને મર્ચન્ટ બોડી, ફિનટેક અને પેમેન્ટ કંપનીઓની વિનંતી મળી છે કે યુપીઆઈ MDRના અમલને પહેલી જાન્યુઆરી 2027 સુધી મુલતવી રાખવામાં આવે. ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરથી યુપીઆઈ પર એમડીઆર ચાર્જ પર અમલ થવાનો છે. NPCI તેના અંગે એક કે બે દિવસમાં નિર્ણય લે તેમ માનવામાં આવે છે. આ અંગે તે નાણા મંત્રાલય સાથે ચર્ચા કરે તેમ માનવામાં આવે છે.
આ માંગણીઓ ત્યારે કરવામાં આવી જ્યારે ઉદ્યોગ જગતે જણાવ્યું કે વિવિધ MDR દરો, નીતિઓ અને તેની લાગુ પડવાની પ્રક્રિયા અંગેની મૂંઝવણને કારણે તેઓ આના અમલીકરણ માટે તૈયાર નથી. ગયા મહિને, UPI સ્ટીયરિંગ કમિટીએ રૂ. 2,000થી વધુના વ્યવહારો માટે UPI MDR દર 0.4% (અથવા 40 બેસિસ પોઈન્ટ્સ) નક્કી કર્યો હતો. આ MDR શુલ્ક 15 ઓક્ટોબર, 2026થી અમલમાં આવવાના હતા.
દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે જણાવ્યું હતું કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સ્વરૂપે "નાની ફી" વસૂલવાથી UPI વ્યવહારોની સંખ્યા (વોલ્યુમ) પર કોઈ "મોટી અસર" થવાની શક્યતા નથી. સેન્ટ્રલ બેંકના મુખ્યાલય ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, "હાલમાં અમને વ્યવહારોની સંખ્યામાં કોઈ ઘટાડો દેખાતો નથી. અને વ્યક્તિગત રીતે મને નથી લાગતું કે નાની ફીની સંખ્યા પર કોઈ મોટી અસર પડશે."
વ્યાજ દરમાં વધારાની જાહેરાત કર્યાના અને દરમાં ઘટાડો કરવાની શક્યતા ન હોવાનું સ્પષ્ટ કર્યાના થોડા કલાકો બાદ પત્રકારો સાથે વાત કરતા મલ્હોત્રાએ કહ્યું કે બેંકોની ક્રેડિટ વૃદ્ધિ મજબૂત રહેવાની અને વ્યાપક આર્થિક પ્રવૃત્તિને સમર્થન આપવાનું ચાલુ રાખવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે પુષ્કળ તરલતા (લિક્વિડિટી) વચ્ચે નોન-બેંક ધિરાણકર્તાઓની સંપત્તિની ગુણવત્તા પર સંભવિત પ્રતિકૂળ અસર અંગે RBI જાગૃત છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે સેન્ટ્રલ બેંક આવી સ્થિતિ સર્જાવાની અપેક્ષા રાખતી નથી.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more

Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

