KuberaNowLogo
Thursday, 27/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

BSE સેન્સેક્સ દિવસની ઊંચી સપાટીથી 350 પોઇન્ટ જેટલો ઘટ્યો

ભૂરાજકીય તનાવ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના લીધે બીએસઇ સેન્સેક્સમાં ઊંચા મથાળે ખૂલ્યા પછી નફાકીય વેચવાલી સતત ત્રીજા દિવસે પણ જારી રહી હતી

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
અમેરિકન નાણાપ્રધાન સ્કોટ બેસન્ટની ઇરાન પર વધુ આકરા પ્રતિબંધોની ધમકી અને ઇરાનની અખાતમાંથી ક્રૂડની નિકાસ બંધ કરવાની વાતના પગલે બજાર પર અસર
અમેરિકન નાણાપ્રધાન સ્કોટ બેસન્ટની ઇરાન પર વધુ આકરા પ્રતિબંધોની ધમકી અને ઇરાનની અખાતમાંથી ક્રૂડની નિકાસ બંધ કરવાની વાતના પગલે બજાર પર અસરAI Generated

મુંબઈઃ BSE સેન્સેક્સમાં 11 વાગે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં પ્રારંભિક ઉછાળા પછી ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 118 પોઇન્ટ ઘટીને 77,422 પર ચાલી રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 24,211.05 પર ચાલી રહ્યો હતો, જે 40 પોઇન્ટનો ઘટાડો દર્શાવે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થતાં બજાર લગભગ દોઢસો પોઇન્ટની તેજી સાથે ખૂલ્યું હતું, પરંતુ તેના પછી બજાર સતત ઘટ્યું હતું. ઇરાન પરના અમેરિકન પ્રતિબંધની અસર બજારમાં સાફ દેખાઈ હતી.


અત્યાર સુધીમાં કુલ 2,107 શેર વધ્યા છે અને 1,663 શેર ઘટ્યા છે. જ્યારે 199 શેર લગભગ સ્થિર રહ્યા છે. આમ બજાર દિવસની ટોચથી 350 પોઇન્ટ જેટલું ઘટ્યું છે. આમ સેન્સેક્સ સળંગ ત્રીજા દિવસે ઊંચામાં ખૂલ્યા પછી તેમાં નફાકીય વેચવાલી જોવા મળી છે. તેની પાછળના કારણ જોઈએ તો અમેરિકન નાણાપ્રધાન સ્કોટ બેસન્ટે ઇરાન પર વધુ આકરા પ્રતિબંધોની ધમકી આપ્યા પછી સાંજે પત્રકાર પરિષદ યોજવાની જાહેરાત કરી છે. તેની સામે ઇરાને અખાતના બધા જ દેશોમાંથી થતી નિકાસને  બંધ કરી દેવાની વાત કરી છે.


વિશ્લેષકોનું કહેવું છે કે નિફ્ટીએ જો આગેકૂચ કરવી હોય તો તે 24,300ની સપાટી પર રહે તે જરૂરી છે. નિફ્ટી હાલમાં 24,200થી 24,600ની રેન્જમાં રહે તેમ માનવામાં આવે છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને ભૂરાજકીય તનાવના લીધે તે આ જ રેન્જમાં રેન્જબાઉન્ડ રહે તેમ મનાય છે.


જો કે ઘટતા બજાર વચ્ચે નિફ્ટીમાં ઇન્ફોસિસ, હિંદાલ્કો અને એચસીએલ ટેક સૌથી વધુ વધનારા શેર હતા. આમ આઇટી શેરોમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. જ્યારે બેન્ક નિફ્ટી લગભગ સવા ત્રણસો પોઇન્ટ ડાઉન હતો. આ બતાવે છે કે બજારમાં ઘટાડો આગળ વધ્યો છે અને ખાસ કરીને બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.


એશિયન બજારોમાં નરમાઈ જારી રહી હતી. નિક્કી, હેંગસેંગ, શાંઘાઈ, કોસ્પી અને સિંગાપોર બધા શેરબજાર ડાઉન હતા. આ બતાવે છે કે વૈશ્વિક સ્તરની અસરે સ્થિતિ સુધરવાના આશાવાદ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવનું જોખમ એશિયાઈ બજારો પર સતત ઝળુંબતુ દેખાય છે. આ અંગે અમેરિકા-ઇરાન વચ્ચેની સ્થિતિ સુધરશે નહીં અને હોર્મુઝ કટોકટીનો અંત આવશે નહીં ત્યાં સુધી ક્રૂડમાં નોંધપાત્ર ઘટાડો સંભવ લાગતો નથી. ક્રૂડ ઓઇલ ત્યાં સુધી 80થી 90 ડોલરની રેન્જમાં અથડાયા કરે તેમ માનવામાં આવે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજાર ઘટીને બંધ આવ્યુઃ સેન્સેક્સ 539 અને નિફ્ટી 117 પોઇન્ટ ઘટ્યા
  2. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  3. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
  4. Stocks In News | 27 August 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  2. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
  3. ભારતીય બેન્કોની ધિરાણવૃદ્ધિ મજબૂતઃ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકાની વૃદ્ધિ
  4. ભારતનું વેપાર નેટવર્ક બનશે વધુ વિશાળ, વિશ્વ વેપારના 75% સુધી પહોંચવાનો માર્ગ ખુલશે
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  2. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ
  3. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM